અમદાવાદમાં ખારીકટ કેનાલથી સ્થાનિકો સહિત ખેડૂતો પરેશાન, એક બે નહીં પરંતુ 15 થી 20 ગામોની સમસ્યા, જુઓ Video 

|

Sep 10, 2023 | 6:38 PM

એક તરફ અમદાવાદની ખારીકટ કેનાલ કે જ્યાં ગંદકી અને ગંદા પાણી છોડવાના કારણે લોકો પરેશાન હતા. જેમાંથી મુક્તિ અપાવવા માટે કોર્પોરેશનને નવીનીકરણ હાથ ધાર્યું. તો બીજી તરફ અમદાવાદ જિલ્લામાં આવેલ ખારી નદીથી લોકો પરેશાન છે. એટલું જ નહીં પરંતુ ખારી નદીની પાસેના ગામના લોકો ગંદા પાણીથી ખેતી કરી રહ્યા છે. તેમ જ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે.

અમદાવાદમાં ખારીકટ કેનાલથી સ્થાનિકો સહિત ખેડૂતો પરેશાન, એક બે નહીં પરંતુ 15 થી 20 ગામોની સમસ્યા, જુઓ Video 

Follow us on

અમદાવાદના દસક્રોઈમાં આવેલુ ગામડી ગામ કે જ્યાં સ્થાનિકો અને ખેડૂતો બોરમાંથી આવતા લાલ પાણીથી પરેશાન છે. કે જે પાણી સ્થાનિકોના મતે પીવા લાયક પણ નથી કે ખેતી લાયક પણ નથી. તેમજ જે નર્મદા લાઇન છે તેમાં પાણી ના બરાબર જ છે. જેથી ગ્રામજનો ગંદા પાણીનો ઉપયોગ કરવા માટે મજબૂર છે. કારણ કે તેમની પાસે અન્ય કોઈ વિકલ્પ નથી. અને આ સમસ્યા આજકાલની નહીં પરંતુ વર્ષો જૂની સમસ્યા હોવાના સ્થાનિકો અને ખેડૂતોના આક્ષેપ છે.

સાથે જ સ્થાનિકોના આક્ષેપ એ પણ છે કે આ લાલ પાણી પીવાથી ચામડી સહિત કેન્સરના રોગ ફાટી નીકળ્યા છે. તેમજ વાસણો પણ કાળા પડી રહ્યા છે. તેમજ ખેડૂતોના મતે આ પાણી ખેતી લાયક ઉપયોગ ન હોવા છતાં પણ કેનાલ કે અન્ય કોઈ વિકલ્પ નહીં હોવાના કારણે ખારી નદીમાં મોટર મૂકી ખેતીમાં તે બંદા પાણીનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે અને તે પાક લોકો સુધી પહોંચી રહ્યો છે. અને ખેડૂત બહારથી પાક લાવીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. જેથી ત્યાંના ખેડૂત અને તેના પરિવાર ને તે પાકની અસર ન થાય અને તે રોજગારી પણ મેળવી શકે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

શા માટે આ પ્રકારની સમસ્યા સર્જાઇ છે

એવું નથી કે માત્ર ગામડી ગામની જ આ સમસ્યા હોય. પરંતુ વટવા રીંગરોડ ક્રોસ કરીને આવેલ ગામડી ગામ સાથે ચોસર, રોપડા, લાલી, ચોહર, બારેજડી, માર્ગીયા વાસણા, ઉમિયા પુરા, નાની દેવડી સહિત 15 થી 20 ગામમાં આ સમસ્યા છે. જેમાં રોપડા ગામે રેલવે લાઇન બ્રિજ પાસે GIDC માંથી નીકળતા કાળા ગંદા પાણી ખારી નદીમાં ભળે છે અને બાદમાં આગળ વધી અન્ય ગામો સુધી પહોંચે છે. જે નદીના છેડે આવેલ ગામો કે જયા કેનાલ નથી તેઓ બોરનું પાણી ઉપયોગ કરે છે.

જોકે નદીના પાણી જમીનમાં ઉતરવાને લઈને જે બોરના પાણીથી ખેડૂત ખેતી કરી રહ્યા છે. તે બોરમાં લાલ પાણી આવે છે. તો કેનાલના અભાવે ખેડૂત ખારી નદીના ગંદા પાણીમાં મોટર મૂકી પાણી ખેંચી ખેતરમાં ઠાલવી ખેતી કરી રહ્યા છે. જેના કારણે પાક પણ તેવા પાકે છે. અને તે પાક જે પછી ડાંગર હોય કે ઘઉં તે લોકો સુધી પહોંચી રહ્યા છે. જે જોખમી કહી શકાય. અને એવું નથી કે ખેડૂતો દ્વારા તંત્ર ને ધ્યાન દોરાયું ન હોય. પણ ખેડૂત અને સ્થાનિક દ્વારા GPCB. વટવા GIDC એસોસિએશન તેમજ દિલ્હી સુધી ફરિયાદ કરી છે.

તેમજ નદીમાં ટેન્કર ઠલવનાર સામે પોલીસ કેસ કરી ટેન્કર બંધ કરાયા છે. જોકે નદીમાં તેમ છતાં ગંદા પાણી આવતા સ્થાનિક અને ખેડૂતની વર્ષો જૂની સમસ્યા તેમની તેમ છે. એટલે જ નહીં પણ રોપડા ગામમાં એક વર્ષ પહેલાં ગામ માટે 600 ફૂટ ઊંડો પાણીનો બોર બનાવ્યો તેમાં પણ લાલ પાણી આવી રહ્યા છે. જે બોર શરૂ કર્યાના દોઢ કલાક પાણી ગટરમાં નાખ્યા બાદ જ ગામમાં પાણી અપાય છે અને તેમાં જો લાઈટ જાય તો ફરી તે જ પ્રોસેસ અને અવાર નવાર લાઈટ જવાની સમસ્યાથી મોટર બળી જવાનો ડર છે. આ તમામ સમસ્યા માથી લોકો મુક્તિ ઇચ્છી રહ્યા છે.

એક અંદાજ પ્રમાણે દરેક ગામમાં 5 હજાર જેટલી વસ્તી આવેલી છે. એટલે કે જો 20 ગામમાં અસર હોય તો અંદાજે 1 લાખ ગ્રામજનને અસર થાય. જેમાં નાના બાળકો થી લઈને મોટેરા તમામ લોકોનો સમાવેશ થાય અને તે ગંદા પાણીથી થતી ખેતીનો પાક જે લોકો સુધી પહોંચે છે. એટ્લે લાખો લોકોને પણ તેની અસર થતી હોય તો નવાઈ નહિ. જે સમસ્યાનો નિકાલ લાવવો તેટલો જરૂરી છે. જેથી ગ્રામજનોને પીવા સાથે ખેતી લાયક પાણી મળી રહે અને લોકોના સ્વાસ્થ્ય પર અસર ન સર્જાય.

આ પણ વાંચો : Tv9 Impact : વડોદરાના જાંબુઆ રોડ વચ્ચે જ બનાવી દેવાયેલો ડ્રેનેજનો મેઈનહોલ હટાવાયો, જુઓ Video

ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં ખારીકટ કેનાલ જ્યાં ગંદકી અને ગંદા પાણીની સમસ્યા હતી. જે સમસ્યા દૂર કરવા કેનાલ ને રી ડેવલપ કરવામાં આવી રહી છે. જેથી કરીને તે સમસ્યા તો દૂર થાય સાથે લોકોને રસ્તા અને અન્ય સુવિધા પણ મળી રહે. ત્યારે ખારી નદીને લઈને આગામી દિવસોમાં લોકોની સમસ્યા કઈ રીતે દૂર થશે તે પણ એક જોવાનો વિષય બની રહેશે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article