Tv9 Impact : વડોદરાના જાંબુઆ રોડ વચ્ચે જ બનાવી દેવાયેલો ડ્રેનેજનો મેઈનહોલ હટાવાયો, જુઓ Video

Tv9 Impact : વડોદરાના જાંબુઆ રોડ વચ્ચે જ બનાવી દેવાયેલો ડ્રેનેજનો મેઈનહોલ હટાવાયો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2023 | 5:51 PM

વડોદરામાં આખરે રસ્તા પરથી ડ્રેનેજનો મેઈનહોલ હટાવવામાં આવ્યો છે. TV9ના અહેવાલની અસર જોવા મળી છે. મેઈનહોલ તો હટ્યો પરંતુ લોકોના પૈસાનું પાણી થયું હોવાના આક્ષેપો થઈ રહયા છે. કોણે બુદ્ધિનું પ્રદર્શન કરી આ મેઈનહોલ બનાવ્યો હતો તેને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે. સામાન્ય વ્યક્તિને પણ આ બાબતે સમજ પડે તો બનાવનારને કેમ નહીં તેને લઈ લોકો પ્રશ્નો કરી રહ્યા છે.

વડોદરામાં મહાનગરપાલિકાના અંધેર વહીવટનો ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. કેમ કે સૌથી પહેલા વડોદરાના જાંબુઆ રોડ વચ્ચે ડ્રેનેજનો મેઈનહોલ બનાવી દેવાયો. જોકે Tv9 ને આ અંગે અહેવાલ પ્રસારીત કરતા તેની અસર નોંધાઈ. હવે માણેજા-જાંબુઆ રોડ પર અડચણરૂપ એવા મેઈનહોલને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે. એટલે કે પહેલા બુદ્ધીનું પ્રદર્શન કરતા રસ્તા વચ્ચે મેઈનહોલ બનાવી દેવાયો અને હવે ભાન થતા તોડવાની કામગીરી કરાઈ રહી છે.

આ પણ વાંચો : Rajkot: રાજકોટ લોકમેળામાં શરમજનક ઘટના, માત્ર 2 વર્ષની બાળકી સાથે નરાધમે આચર્યું દુષ્કર્મ

ધારાસભ્ય યોગેશ પટેલ અને મેયર નિલેશ રાઠોડના આદેશ બાદ આ કાર્યવાહી થઈ રહી છે. જોકે કોઈ આવડત કે બુદ્ધીના અભાવે લોકોના રૂપિયાનો સીધેસીધો વ્યય થઈ રહેલો જોવા મળે છે. તાજેતરમાં જ્યારે ધારાસભ્ય યોગેશ પટેલે રસ્તા વચ્ચે ડ્રેનેજહોલ જોયો તો તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. કેમ કે રસ્તાની અધવચ્ચે બનેલો આ મેઈનહોલ કોઈનો જીવ પણ લઈ શકતો હતો. જોકે આવી બુદ્ધીનું પ્રદર્શન કરનારા લોકો સામે કોઈ પગલા લેવાશે કે કેમ તે સવાલ છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 10, 2023 05:48 PM
g clip-path="url(#clip0_868_265)">