AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: વી. એસ. હોસ્પિટલનું થશે નવીનીકરણ, હોસ્પિટલના ડીમોલેશનની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ

હાલમાં જૂની વી. એસ. હોસ્પિટલ ત્રણ માળની છે. જેનું ડીમોલેશન કરી ત્યાં નવી સાત માળની ઇમારત 180 કરોડના ખર્ચે બનાવાનું આયોજન છે. જ્યાં જૂની હોસ્પિટલમાં સુવિધા છે તે યથાવત રહેશે. અને તેમાં ઉમેરો કરાશે જેથી જૂની હોસ્પિટલની સુવિધા લોકોને નવી હોસ્પિટલમાં મળી રહે.

Ahmedabad: વી. એસ. હોસ્પિટલનું થશે નવીનીકરણ, હોસ્પિટલના ડીમોલેશનની ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઈ
V. S. Hospital (File photo)
Darshal Raval
| Edited By: | Updated on: Jun 19, 2022 | 6:26 PM
Share

જુલાઈ મહિનામાં શરૂ થઈ શકે છે ડીમોલેશનની કામગીરી

અમદાવાદ (Ahmedabad) માં સામાન્ય વર્ગ અને ગરીબ વર્ગ માટે સારવાર લેવા વી. એસ. હોસ્પિટલ (V. S. Hospital) પ્રથમ પસંદગી હતી. જે વી. એસ. હોસ્પિટલ SVP હોસ્પિટલ બન્યા બાદ ભુલાઈ ગઈ. તેમજ SVP હોસ્પિટલ બન્યા બાદ વી. એસ. હોસ્પિટલમાં કામ બંધ થતાં આંદોલન થયા અને ફરી કામ શરૂ કરાયુ. તે વી.એસ. હોસ્પિટલનું હવે નવીનીકરણ થશે. જેથી સામાન્ય અને ગરીબ વર્ગના દર્દી આ હોસ્પિટલમાં સારવાર લઈ શકે. ત્રણ વર્ષથી ચાલી રહેલી આ ચર્ચા બાદ AMC દ્વારા વી. એસ. હોસ્પિટલના ડીમોલેશનને લઈને ટેન્ડર (tender) બહાર પડાતાં આ સંકેત મળ્યા છે.  આનો અર્થ એ થાય કે અત્યારે જે વી. એસ. હોસ્પિટલ છે તેની જગ્યાએ નવી અધ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ તૈયાર કરવામાં આવશે.

મળતી માહિતી પ્રમાણે AMCદ્વારા વી. એસ. હોસ્પિટલના 4700 સ્કવેર મીટર એરિયાનું ડીમોલેશન કરાશે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરાઇ છે. જેમાં વી. એસ. હોસ્પિટલના બે બ્લોકનો સમાવેશ થાય છે. તેમજ મળતી માહિતી પ્રમાણે તે ડીમોલેશનનું કામ ચોમાસા દરમિયાન એટલે કે જુલાઈ મહિનાના મધ્યમાં અથવા તો અંતમાં શરૂ થઈ શકે છે.

હાલમાં જૂની વી. એસ. હોસ્પિટલ ત્રણ માળની છે. જેનું ડીમોલેશન કરી ત્યાં નવી સાત માળની ઇમારત 180 કરોડના ખર્ચે બનાવાનું આયોજન છે. જ્યાં જૂની હોસ્પિટલમાં સુવિધા છે તે યથાવત રહેશે. અને તેમાં ઉમેરો કરાશે જેથી જૂની હોસ્પિટલની સુવિધા લોકોને નવી હોસ્પિટલમાં મળી રહે.

ઉલ્લેખનીય છે કે 1931માં 120 બેડ સાથે હોસ્પિટલ શરૂ કરાઇ હતી. જે બાદ 2018માં હોસ્પિટલમાં બદલાવ લાવી 1100 ઉપર બેડ સહિતની સુવિધા ઉભી કરાઈ હતી. અને હવે જ્યારે નવી હોસ્પિટલ બનવાની છે ત્યારે દર્દીઓને હાલાકી ન પડે તે દિશામાં ધ્યાન આપી અને વી. એસ.ની પાસે SVPહોસ્પિટલનો લાભ લઈ તે પ્રકારે આયોજન કરી નવી હોસ્પિટલ બનાવાશે.

હાલમાં ડીમોલેશનને લઈને ટેન્ડર પ્રક્રિયા બહાર પડાઈ છે. જે ટેન્ડર પ્રક્રિયાના યોગ્ય લાગશે તે કંપનીને કામ સોપાશે. જે કામ પૂર્ણ થયા બાદ નવી હોસ્પિટલ બનાવવા અન્ય ટેન્ડર બહાર પડશે જેમાં યોગ્ય લાગશે તેનું ટેન્ડર પાસ કરવામાં આવશે અને તે બાદ હોસ્પિટલનું નિર્માણ કાર્ય હાથ ધરાશે.

g clip-path="url(#clip0_868_265)">