Ahmedabad: ચોમાસુ શરુ થયા પછી પણ પ્રિમોન્સૂનના કામ બાકી હોવાનો વિપક્ષનો આક્ષેપ, 90 ટકા કામ પૂર્ણ થયાનો AMCનો દાવો

ચોમાસુ (Monsoon) આવતા દર વર્ષે AMCનો પ્રિમોન્સૂન પ્લાન (Premonsoon plan) ધોવાઈ જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ AMCનો પ્રિ મોન્સૂન પ્લાન ધોવાઈ જાય તો નવાઈ નહીં. કેમ કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ AMCનું પ્રિ મોન્સૂનનું કામ હજુ પૂરું નથી થઈ રહ્યું.

Ahmedabad: ચોમાસુ શરુ થયા પછી પણ પ્રિમોન્સૂનના કામ બાકી હોવાનો વિપક્ષનો આક્ષેપ, 90 ટકા કામ પૂર્ણ થયાનો AMCનો દાવો
અમદાવાદમાં પ્રિમોન્સૂન કામ અધુરા હોવાનો વિપક્ષનો આક્ષેપ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jun 19, 2022 | 4:50 PM

ગુજરાતમાં (Gujarat) ચોમાસાની (Monsoon) શરૂઆત થઈ ગઈ છે. દર વર્ષે ચોમાસુ આવતા પહેલા એટલે કે 15 જૂન પહેલા AMC દ્વારા પ્રિ મોન્સૂન કામગીરી (Pre-monsoon work) પૂર્ણ કરી દેવાતી હોય છે. જોકે આ વર્ષે ચોમાસાની શરૂઆત થઈ પણ AMCની કામગીરી પૂર્ણ થવાનું નામ લઈ રહી નથી. 250 રોડ હવે ચોમાસા બાદ જ રિસરફેસ થઈ શકે તેવી શકયતા છે. જો કે AMC દ્વારા 90 ટકા ઉપર કામ પૂર્ણ કરી દેવાના દાવા કરાઈ રહ્યા છે.

90 ટકા ઉપર કામગીરી પૂરી થયાનો દાવો કર્યો

ચોમાસુ આવતા દર વર્ષે AMCનો પ્રિમોન્સૂન પ્લાન ધોવાઈ જતો હોય છે. ત્યારે આ વર્ષે પણ AMCનો પ્રિ મોન્સૂન પ્લાન ધોવાઈ જાય તો નવાઈ નહીં. કેમ કે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે પણ AMCનું પ્રિ મોન્સૂનનું કામ હજુ પૂરું નથી થઈ રહ્યું. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કેમ કે હજુ પણ શહેરમાં AMC દ્વારા રસ્તા ખોદવામાં આવી રહ્યા છે. સમારકામ કરાઈ રહ્યું છે. ગટરો બનાવાઈ રહી છે. જોકે બીજી તરફ AMCના રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેને શહેરમાં 90 ટકા ઉપર કામ પૂર્ણ થઈ ગયાનો દાવો કર્યો છે.

નરોડામાં છેલ્લા ચાર વર્ષથી સાંઈ ચોકનો માત્ર 1 કિલોમીટરનો રસ્તો બની નથી શક્યો અને હવે જ્યારે AMC પર માછલા ધોવાનું શરૂ થયું ત્યારે રહી રહીને જાગેલી AMC ખોદેલા રસ્તા પર કપચી નાખી રહ્યું છે. જેથી AMC પર વધુ માછલાં ન ધોવાય. જોકે આવા શહેરમાં અનેક રસ્તા છે કે જ્યાં રસ્તા કામગીરી વગર પડી રહ્યા છે પણ અહીં AMC સબ સહી હે ના દાવા કરી રહ્યું છે. તેમજ વચ્ચે પડેલી એક હડતાળને પગલે 15 જૂને કામગીરી પુરી થવી જોઈએ તેના બદલે હવે કામગીરી લંબાઈ હોવાનું પણ જણાવી હજુ કામગીરી ચાલી રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શું છે AMCના દાવા?

7 ઝોનમાં 54 હજાર કેચપીટના બે રાઉન્ડ સફાઈના પૂર્ણ.

જુના 9 અંડર પાસ અને 12 નવા અંડર પાસમાં પમ્પની વ્યવસ્થા કરી

19 કંટ્રોલ રૂમ શરૂ કર્યા, મુખ્ય કંટ્રોલ રૂમ પાલડીમાં

કેટલો વરસાદ પડ્યો તે જાણવા દરેક ઝોનમાં રેઈન ગેજ મશીન રખાયા

છેલ્લા સપ્તાહમાં મળેલી રોડ કમિટીની બેઠક બાદ ચેરમેન મહાદેવ દેસાઈએ શહેરમાં કેટલા રોડ રિસરફેસ થયા અને કેટલા રોડની કામગીરી પૂરી થઈ હોવાનો દાવો કરતાં જણાવ્યું હતું કે શહેરમાં વર્ષ દરમિયાન રોડ બનાવવાની કામગીરી હતી, તેમાં પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં જેટલા પણ રોડ બનાવવાના હતા. તેની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. પશ્ચિમ ઝોનમાં 36 જેટલા રોડ બનાવવાના હતા તે તમામ રોડ બની ચૂકયા છે અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 34 રોડ બનાવવાના હતા તે પણ કામ થઈ ગયું છે. જ્યારે મધ્ય ઝોનમાં 52 રોડ રિસરફેસ કરવાના હતા, તેમાંથી 27 રોડની કામગીરી પૂરી થઈ છે અને 22 રોડનું કામ બાકી છે. પૂર્વ ઝોનમાં તો 22 રોડ રિસરફેસ કરવાના હતા. તેમાં વધુ બે રોડ સાથે કુલ 24 રોડની કામગીરી કરવામાં આવી હોવાનો દાવો ચેરમેને કર્યો હતો. જ્યારે વિકસી રહેલા દક્ષિણ ઝોનમાં 132 રોડ રિસરફેસ કરવાના હતા. તેમાંથી ફક્ત 31 રોડ રિસરફેસ થઈ શક્યા છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં 27માંથી 11 જેટલા રોડ બન્યા છે.

7 ઝોનમાં 54 હજાર કેચપીટના બે રાઉન્ડ સફાઈના પૂર્ણ: મહાદેવ દેસાઈ

રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈના જણાવ્યા પ્રમાણે 7 ઝોનમાં 54 હજાર કેચપીટના બે રાઉન્ડ સફાઈના પૂર્ણ થયા છે. જુના 9 અંડર અને 12 નવા પમ્પની વ્યવસ્થા કરી દીધી છે. પાલડીમાં 19 કંટ્રોલ રૂમ શરૂ કર્યા છે. દરેક ઝોનમાં કેટલો વરસાદ પડ્યો તે જાણવા રેઇન ગેજ મશીન રખાયા છે.  તેમણે કહ્યુ કે એક મહિના પહેલા કામ પુરુ કરવાનો ટાર્ગેટ હતો. જો કે હડતાળને કારણે ગુજરાતમાં 15 દિવસ કામ બંધ રહ્યું હતુ. બાદમાં રસ્તો બંધ કરી કામ કરવા તાકીદ કરી અને છેલ્લી મિટિંગમાં જલ્દી કામ પૂર્ણ કરવા નક્કી કર્યું. હાલ 95 ટકા કામ પૂર્ણ થયુ છે.

તો રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈએ વિપક્ષ ખોટા આક્ષેપ કરે છે તેમ જણાવી  માહિતી આપી કે પહેલા અમદાવાદ 180 કિલો મીટરનું  હતું, હાલમાં વિકાસ થતા અમદાવાદ 500 કિમિ ઉપરનું છે. હાલ બધું કામ ચાલુ છે. બેઝ વર્કના કામમાં વરસાદમાં હાલાકી ન પડે તે માટે કામ થતુ હોવાનું જણાવ્યુ. તેમણે કહ્યુ કે, 15 જૂન ડેડલાઈન હોય છે. પણ આ વર્ષે એક દિવસ પહેલા ઝાપટા આવ્યા છે પણ હાલ વરસાદ નથી. તો જે 5 ટકા કામ બાકી છે તે પૂર્ણ કરી દેવાશે.

મ્યુનિ. કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં ચોમાસા પૂર્વે મહત્તમ રોડ રિસરફેશ થઈ જવા જોઈએ. તેના બદલે 143 જેટલા રોડ રિસરફેસ થયા છે અને 153 રોડની કામગીરી પ્રગતિમાં હોવાની માહિતી સ્ટે.કમિટીમાં આપવામાં આવી હતી.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">