કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર 57 વર્ષે જન્મ સ્થળ અમદાવાદ આવ્યા, માતા સાથે યાદો વાગોળી ભાવુક થયા

રાજ્ય કક્ષાના IT મંત્રી રાજીવ ચંદ્રેશખરે આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા પિતા વાયુસેનામાં ફરજ બજાવતા હતા. મારો જન્મ અમદાવાદમાં થયો છે. અમારો પરિવાર મૂળ કેરળથી છે.

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર 57 વર્ષે જન્મ સ્થળ અમદાવાદ આવ્યા, માતા સાથે યાદો વાગોળી ભાવુક થયા
Union Minister Rajeev Chandrasekhar Visit Birth Place In Ahmedabad With Mother
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 10:33 PM

ગુજરાતમાં(Gujarat)  ત્રણ દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર(Rajeev Chandrashekhar)  57 વર્ષે તેમના જન્મ સ્થળ અમદાવાદ(Ahmedabad) આવ્યા હતા. તેમનો જન્મ અમદાવાદના નવરંગપુરામાં થયો હતો . તેવો ઘર નિકેતન હેરિટેજ વિલા ખાતે પહોંચ્યા હતા. તેમણે માતા સાથે જન્મ સ્થળે પહોંચી જૂની યાદો વાગોળી હતી. તેમજ એક સમયે યાદો વાગોળતા તેવો ભાવુક પણ થયા હતા. રાજ્ય કક્ષાના IT મંત્રી રાજીવ ચંદ્રેશખરે આ સમયે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે મારા પિતા વાયુસેનામાં ફરજ બજાવતા હતા. મારો જન્મ અમદાવાદમાં થયો છે. અમારો પરિવાર મૂળ કેરળથી છે. તેમજ મારા જીવનનો ઘણો સમય કર્ણાટકમાં પસાર થયો છે. તેમણે પોતાના અભ્યાસ અંગે જણાવ્યું હતું કે મારા 12 વર્ષનો સ્કૂલ અભ્યાસ 9 શાળામાં થયો છે. જેમાં મોટા ભાગનો અભ્યાસ દક્ષિણ ભારત, નોર્થ ઇસ્ટ અને દિલ્હી માં થયો છે. જ્યારે હું ભારતવાસી છું. ગુજરાત સાથે મારે જન્મથી ગાઢ સંબધ છે. જ્યારે મારી માતા આ રાજ્ય તરફથી હોકી પ્લેયર રહ્યા છે.

યુવાનો ભાજપની વિચારધારા સાથે જોડાઈ તે માટે પ્રયત્નશીલ

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ ખાતે આવેલ ભદ્રકાળી મંદિર, કેમ્પ હનુમાન મંદિર સહિતના મંદિરે દર્શન કર્યા હતા. ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા મંત્રી રાજીવ ચંદ્રશેખર આગામી ચુંટણીમાં રાજ્યના વધુને વધુ યુવાનો ભાજપની વિચારધારા સાથે જોડાઈ તે માટે પ્રયત્નશીલ છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરની ત્રણ યુનિવર્સિટીઓની મુલાકાત લેશે. જ્યાં મંત્રી દ્વારા સ્ટાર્ટઅપ્સ, વિદ્યાર્થીઓ અને ઉદ્યોગસાહસિકો સાથે વાર્તાલાપ કરવામાં આવશે.

5G નેટવર્કને લઈને કોઈ પણ પ્રકારની ને અફવામાં ન આવવા પણ ધ્યાન દોર્યું

કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરે   પોતાના ગુજરાત પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરના વિવિધ શૈક્ષણિક સંસ્થાનો અને સ્ટાર્ટ અપ સાથે મુલાકાત કરી હતી.રવિવારે તેઓ સવારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં હાજર રહ્યાં હતા અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ કરેલા અવનવા સંશોધનોની મુલાકાત પણ તેમણે કરી હતી. તેમણે 5G નેટવર્ક(5G Network) ને લઈને ઉભા થયેલા સવાલો લઈને તેમણે કહ્યું કે 5G નેટવર્ક વિશ્વના અનેક દેશોમાં શરૂ થઇ ચૂક્યું છે અને ભારતમાં પણ તેના સફળ પરીક્ષણ થઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં ખૂબ જ જલ્દી દેશવાસીઓને 5G નેટવર્કનો લાભ મળશે.આ ઉપરાંત તેમણે 5G નેટવર્કને લઈને કોઈ પણ પ્રકારની ને અફવામાં ન આવવા પણ ધ્યાન દોર્યું.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">