AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad ના વાસણા વિસ્તારમાંથી મળેલા બિનવારસી મૃતદેહનો ભેદ હજુ પણ વણઉકલ્યો, પોલીસે સઘન તપાસ શરૂ કરી

અંમદાવાદના (Ahmedabad) એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે માનવ મૃતદેહ ના બે પગ મળી આવ્યા હતા.જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમા જોતરાઈ છે.

Ahmedabad ના વાસણા વિસ્તારમાંથી મળેલા બિનવારસી મૃતદેહનો ભેદ હજુ પણ વણઉકલ્યો, પોલીસે સઘન તપાસ શરૂ કરી
Mihir Soni
| Edited By: | Updated on: Jul 22, 2022 | 7:14 PM
Share

અમદાવાદના (Ahmedabad )વાસણા(Vasna)વિસ્તારના સોરાઈ નગરમાં એક યુવકની હત્યાને(Murder)બે દિવસ બાદ પણ તેનો ભેદ હજુ ઉકેલાયો નથી. જેમાં હત્યા કર્યા બાદ મૃતદેહ ના ટુકડા એક બાદ એક કચરાના ઢગલામા નાખી નિકાલ કરી દીધો છે. જે હત્યારાને શોધવા વાસણા બાદ એલિસબ્રિજ પોલીસ અને હવે શહેરભરની પોલીસ ફાંફા મારી રહી છે. તેની સાથે જ હત્યા કોની અને કેમ તથા કોણે કરી તે તમામ સવાલોના જવાબ મેળવા તપાસ કરી રહ્યા છે.જેમાં બે દિવસ પહેલા શહેરના વાસણા વિસ્તારમાં આવેલા સોરાઈ નગરમાં એક યુવક ની હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો.પરંતુ તે મૃતદેહ નુ માત્ર ધડ જ હતુ.. એટલે કે બે હાથ-પગ અને માથુ મળી આવ્યુ ન હતુ. જે અંગે વાસણા પોલીસે અજણાયા વ્યક્તિ હત્યા નો ગુનો નોધી મૃતક અને આરોપીની શોધખોળ કરતી હતી.

માનવ મૃતદેહના બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે

જેમાં આજે સવારે એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા કલગી ચાર રસ્તા પાસે માનવ મૃતદેહ ના બે પગ મળી આવ્યા હતા.જે અંગે એલિસબ્રિજની સાથે વાસણા પોલીસ પણ તપાસમા જોતરાઈ છે. કારણ કે એક બાદ એક માનવ અંગો મળી આવતા હત્યારો જાણે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ લાગી રહ્યુ છે. જેમાં વાસણા અને એલિસબ્રિજ વિસ્તારમાં મળી આવેલા માનવ મૃતદેહની સાયન્ટિફિક તપાસ શરૂ કરવામાં આવી છે. એટલે કે માનવ મૃતદેહના બંને ટુકડાઓના ડીએનએ પરીક્ષણ કરાવવામાં આવશે.

જેથી આ બંને ટુકડા એક જ વ્યક્તિના છે કે અલગ અલગ તે અંગે હકીકત સામે આવશે. જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ એક જ વ્યક્તિ ના પગ અને ધડ હોઈ શકે છે બીજી બાજુ બે હાથ અને માથું મળી ન આવતા પોલીસે માનવ અંગોની શોધખોળ શરૂ કરી.હાલ સ્થાનિક પોલીસે અને ક્રાઈમ બ્રાંચ સહિતની એજન્સીઓ શહેર અને આસપાસના વિસ્તારોમાંથી ગુમ થયેલા યુવકોને અને તેમના પરિવારને શોધવા કાર્યવાહી કરી રહી છે..સાથે જ સીસીટીવી શોધખોળ શરૂ કરી ત્યારે પોલીસ તપાસમાં શું નવા ખુલાસા થાય છે તે જોવું મહત્વનું છે.

Follow Us
પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ ! ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ?
પેટ્રોલ-ડીઝલની કટોકટી શરૂ ! ગુજરાતનાં આ શહેરમાં બંધ થયું ?
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે
તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, થોડી આર્થિક તકલીફ પડી શકે છે
અમદાવાદમાં ગેસ રિફિલિંગના કાળાબજારનો પર્દાફાશ!
અમદાવાદમાં ગેસ રિફિલિંગના કાળાબજારનો પર્દાફાશ!
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
લસુન્દ્રાની પાટીદાર દીકરીનું છુટુ કરવાના રબારી સમાજે 25 લાખ માગ્યા
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
ટ્રેડ એલર્ટ: યુદ્ધની આગમાં હોમાયો ગુજરાતનો વેપાર!
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
રાજુલામાં હિંદુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે ભાગીને લગ્ન કરી લેતા ખળભળાટ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી તોફાનની આગાહી
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
પ્રિવેડીંગ જેવી બિનજરૂરી પ્રથા સામે પરસોત્તમ રૂપાલાએ કરી ટકોર - Video
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
ગેસના ભાવ વધે કે ના વધે, સ્કુલવર્ધીની રીક્ષા-વાનના ભાડા નહીં વધે
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
Breaking news: 1 એપ્રિલથી મોટો ફેરફાર, ટોલ પર કેશ બંધ!
g clip-path="url(#clip0_868_265)">