JEE મેઈન્સમાં અમદાવાદના બે વિદ્યાર્થી 100 ટકા સાથે ઉત્તીર્ણ થયા, જાણો કોણ છે આ વિદ્યાર્થીઓ
Ahmedabad News : આ વર્ષે JEE મેઇન 2023 સત્ર 1 પરીક્ષા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 8.6 લાખ વિદ્યાર્થીઓએ BE, B.Tech માટે નોંધણી કરાવી હતી.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE Main Session 1 પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. લાખો વિદ્યાર્થીઓ જેઇઇ મેઇન્સ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે જાહેર કરવામાં આવ્યું છે. જેઇઇ મેઇન્સ સત્ર 1ની પરીક્ષા જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં લેવામાં આવી હતી. ત્યારે હવે JEE મેઈન્સનું પરિણામ જાહેર થઇ ગયુ છે. JEE મેઈન્સમાં 100 ટકા સાથે અમદાવાદના બે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. વિદ્યાર્થીઓ NTAની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પરિણામ ચકાસી શકે છે.
દેશભરના 8.96 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
JEE મેઈન્સમાં 100 ટકા સાથે અમદાવાદના બે વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. કૌશલ વિજયવર્ગીય અને હરસુલ સુથારને 100 પરસેન્ટાઇલ મળ્યા છે. કૌશલે ત્રણેય વિષયોમાં 100માંથી 100 માર્ક્સ મેળવ્યા છે. તો હર્ષલ સુથારે ગણિત અને ભૌતિકશાસ્ત્રમાં 100 માર્ક્સ મેળવ્યા છે. દેશભરના 8.96 લાખ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. એન્જિનિયરીંગ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવે છે.
95.79 ટકા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા
આ વર્ષે JEE મેઇન 2023 સત્ર 1 પરીક્ષા માટે 9 લાખથી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 8.6 લાખ વિદ્યાર્થીઓએ BE, B.Tech માટે નોંધણી કરાવી હતી. આ સિવાય બી. આર્ક અને બી. પ્લાનિંગ માટે રજીસ્ટર કરાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા 0.46 લાખ હતી. પેપર 1 ની પરીક્ષા માટે નોંધાયેલા 8.6 લાખ વિદ્યાર્થીઓમાંથી 8.22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ રીતે 95.79 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા હતા. NTA દ્વારા JEE Mainનું પેપર લેવાઈ રહ્યું છે ત્યારથી અત્યાર સુધીની આ સૌથી વધુ સંખ્યા છે.
JEE Mains 2023 Session 1 Resultનું પરિણામ ડાયરેક્ટ આ લિંક પરથી તપાસો
JEE Mains ની પરીક્ષા ક્યારે લેવામાં આવી હતી?
BE, BTech માટે JEE મુખ્ય પેપર-1 ની પરીક્ષા 24, 25, 29, 30, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ લેવામાં આવી હતી. પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવી હતી. પેપર-2 28 જાન્યુઆરીએ લેવામાં આવ્યું હતું. જેઇઇ મેઇનની પરીક્ષા દેશના વિવિધ શહેરોમાં 290 કેન્દ્રો પર લેવામાં આવી હતી.