નારણપુરા પોલીસ મથકમાં લાંચિયા પોલીસકર્મી, છેલ્લા બે મહિનામાં બે પોલીસકર્મી લાંચ લેતા ઝડપાયા
નારણપુરામાં પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશ રબારી એક લાખની લાંચ લેતા ઝડપાયા બાદ એ.એસ.આઇ અનિલકુમાર 50 હજારની લાંચ લેતા ઝડપાયા.
અમદાવાદનું નારણપુરા પોલીસ મથક જાણેકે ભ્રષ્ટાચારનું હબ બની ગયું હોય તેમ છેલ્લા બે મહિનામાં બે પોલીસકર્મી લાંચ લેતા એસીબીએ પકડી પાડયા છે. ગત 14 ઓક્ટોબરના રોજ નારણપુરાના પોલીસ કોન્સ્ટેબલ એક લાખની લાંચ લેતા એસીબીએ પકડી પાડયો હતો. પોલીસ કોન્સ્ટેબલ રિક્ષામાં રહેલી દારૂની બે પેટીનો કેસ નહિ કરવા લાંચ માંગી હતી. કોન્સ્ટેબલ 2,25,000 રકમ નક્કી કરી હતી. જેમાંથી 1 લાખ રૂપિયા લીધા હતા અને આ 1 લાખની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યો હતો. ત્યારે આજ પોલીસ મથકના વધુ એક પોલીસકર્મી પણ 50 હજારની લાંચ લેતા એસીબીએ હાથે ઝડપાઇ ગયા છે.
નારણપુરા વિસ્તારમાં બે વ્યકિત વચ્ચે મારામારી થઇ હતી. જેમાં બંને પક્ષે નારણપુરા પોલીસ સ્ટેશનમાં સામ સામી ફરિયાદ નોંધાવી હતી. જેમાંથી એક ફરિયાદ 1 નવેમ્બરે અને બીજી ફરિયાદ 13 તારીખે કરવામાં આવી હતી. જેમાં સામેના પક્ષના પોલીસ મથકમાં હાજર થઈ ગયા થઇ ગયા હતા અને જામીન લઈ લીધા હતા. જ્યારે એક ફરિયાદમાં આરોપી પકડવામાં બાકી હતા જેથી એએસઆઈ અનીલકુમારે આરોપીને ફોન કરી હજાર થઈ જવા જણાવ્યું હતું,
જે મામલે આરોપી હજાર થઈ ગયા બાદ એએસઆઇ અનિલકુમાર તેને માર નહિ મારવા, લોકઅપમાં નહિ રાખવા અને કોર્ટમાં બારોબાર રજૂ થઈ જવાના 50 હજાર રૂપિયાની માંગણી કરી હતી. અને આ સમગ્ર વાત એએસઆઈ એ આરોપીને ફોન દ્વારા પણ જાણ કરી હતી. આરોપીએ સમગ્ર મામલે એસિબીમાં જાણ કરતા લાંચિયા પોલીસકર્મીને એસિબી ની ટીમે પકડી લીધો હતો. પોલીસ સ્ટેશનની બહાર સામેના ભાગે ફૂટપાથ પર લાંચની રકમ સ્વીકારતા હતા તે દરમ્યાન એસીબી ની ટીમે એએસઆઈ ને 50 હજારની લાંચ લેતા પકડી પાડ્યા હતા.
મહત્વનું છે કે અગાઉ બે મહિના પહેલા જ નારાણપુરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ પ્રકાશ બારીને દારૂનો કેસ ન કરવા બદલ 5 લાખની લાંચ માગી હતી અને રકઝક બાદ 2.5 લાખ રૂપિયામાં સેટિંગ થયું હતું. જે 2.5 લાખ માંથી પહેલા એક લાખ લેવા જતા સમયે એસીબીએ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં ફરિયાદીએ તેમના કાકાને પાર્સલ લેવા માટે મોકલ્યા હતા જે પાર્સલમાં બે પેટી દારૂ હોવાનું ફરિયાદીએ તેઓના કાકાને જણાવ્યું હતું, જેથી ફરીયાદીના કાકા ખાતેથી રિક્ષામાં પાર્સલ લઈને જતા હતા જે સમય દરમિયાન પોલીસ કર્મચારીઓએ રિક્ષા રોકેલી અને રીક્ષાને ફૂટબોલ ગ્રાઉન્ડ, શાસ્ત્રીનગરમાં મૂકી દીધેલ. જે રિક્ષામાં રહેલ દારૂની બે પેટીનો કેસ નહીં કરવા સારૂં આરોપી પોલીસ કોન્સ્ટેબલે પાંચ લાખ માંગ્યા હતા. જ્યારે હવે બીજો કર્મચારી પણ પકડતા પોલીસ બેડામાં ખડભડાટ મચ્યો છે.