સુરત પાંડેસરામાં ચાલુ ટેમ્પામાં ચઢીને રૂપિયા બે લાખની ચોરી થઇ, સીસીટીવી ફૂટેજના આધારે આરોપી ઝડપાયા
પાંડેસરા પોલીસના (police)હાથે લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કુલ ત્રણ આરોપીને ઝડપી પડાયા છે. પાંડેસરા ડી-માર્ટ પાસે ચાલુ ટેમ્પામાં એક ઈસમ 2.16 રોકડની બેગ છીનવીને નાસી છૂટ્યો હતો.
સુરતના પાંડેસરા વિસ્તારમાં ભરચક રસ્તા પરથી પસાર થતા ટેમ્પોમાં ચડી જઈને રોકડ રકમની ચોરી કરતો ઈસમ ઝડપાયો. પાંડેસરા પોલીસના હાથે લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે કુલ ત્રણ આરોપીને ઝડપી પડાયા છે. પાંડેસરા ડી-માર્ટ પાસે ચાલુ ટેમ્પામાં એક ઈસમ 2.16 રોકડની બેગ છીનવીને નાસી છૂટ્યો હતો. રોકડ રૂપિયા ભરેલી બેગ લઈને ચાલુ ટેમ્પાએ નીચે ઉતરી અન્ય 2 સાગરિતો સાથે બાઇક પર ભાગી ગયો હતો. આ બનાવમાં પાંડેસરા પોલીસે ગુનો દાખલ કરી ગણતરીના કલાકમાં જ ત્રણેય બદમાશોને પકડી પાડયા છે.
ડીલેવરી કરવા ગયેલા ટેમ્પો અને નિશાની લીધો
લાલગેટ રાણીતળાવ ખાતે સનાબિલ એપાર્ટમેન્ટમાં રહેતા નઇમભાઈ કાગઝી ચોકલેટ , સિગારેટ અને બિસ્કિટના ડિસ્ટ્રીબ્યુટરની ઓફિસમાં મેનેજર તરીકે નોકરી કરે છે. 8 મી તારીખે ત્રણેય બદમાશોને પકડી પાડી રોકડ રકમ ઓફિસમાંથી 5 લાખનો સામાન ટેમ્પામાં ભરી ચાલક હુસેન અને ડિલીવરીમેન મુહમ્મદ આરીફ મનસુરી પાંડેસરા અને ભટારમાં સામાન ડિલિવરી કરવા નીકળ્યા હતા. ડિલીવરીમેને માલની રોકડ 2.16 લાખ બેગમાં મુકી હતી. પાંડેસરા પોલીસે સીસીટીવી ફૂટેજ જીણવટભરી તપાસ કરતા ત્રણેય આરોપીને ઝડપી પાડયા છે.
તો આજ રીતે સુરતના મહિધરપુરામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો
સુરતના મહિધરપુરા વિસ્તારમા ચોરી કરવા માટે બાય ફ્લાઇટ આવેલી ગેંગને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. જો કે ચોર જે સ્થળે ચોરી કરવાના છે તે સ્થળ પર પહોંચે તે પહેલા જ બે આરોપીઓ 5 લાખ રુપિયાના દાગીના લઇને ફરાર થઇ ગયા હતા. જો કે ચાર આરોપીઓ પોલીસના હાથે ઝડપાઇ ચુક્યા છે. ચોરી કરનારી આ ગેંગ નેપાળી ગેંગ હોવાનું પોલીસને જાણવા મળ્યુ છે. પોલીસે પકડાયેલા આ આરોપીઓની પુછપરછ કરી ચોરાયેલો મુદ્દામાલ કબ્જે કરવા કવાયત હાથ ધરી છે.
સુરતના મહિધરપુરામાં રાતના સમયે ચોરી કરવા આવેલી ગેંગ ચોરી કરતી હતી તે જ સમયે પોલીસના હાથે ઝડપાઇ ચુકી છે. આ ગેંગની ખાસ વાત એ છે કે આ ગેંગ ચોરી કરવા માટે ફ્લાઇટ દ્વારા જે તે સ્થળે પહોંચે છે. સુરતમાં ચોરી કરવા માટે પણ આ ગેંગ ફલાઇટ દ્વારા જ શહેરમાં આવી હતી. જ્યારે આ ગેંગનો એક સભ્ય ટ્રેન મારફતે સુરતમાં પહોંચ્યો હતો. આ ગેંગ મહિધરપુરાના ગોતાલાવાડી એક એપાર્ટમેન્ટની અંદર ચોરી કરવા માટે આવી હતી. આ ગેંગના છ સભ્યો ગેસ કટર સહિત સાધનો લઈ ઘર પર ચોરી કરવા માટે પ્રવેશ કર્યો હતો, પણ ચોરી કરે તે પહેલા જ પોલીસે તેમનો આખો ખેલ ઊંધો પાડી દીધો હતો.