Ahmedabad : CTM બ્રીજ પાસેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમીએ જ કરી હતી મહિલાની હત્યા

સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ પ્રેમીએ પ્રેમિકાને માર માર્યો જેમાં પ્રેમિકાનું મોત નિપજ્યું હતું. પ્રેમી મહિલાના મોત બાદ તેના મૃતદેહને લઈ જઈને ફેંકી દીધો હતો. હત્યારો પ્રેમી હવે પોલીસ સંકજામાં આવી જતા હત્યા કરવા પાછળનું કારણ પણ સામે આવ્યું હતું.

Ahmedabad : CTM બ્રીજ પાસેથી મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો, પૂર્વ પ્રેમીએ જ કરી હતી મહિલાની હત્યા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 4:06 PM

અમદાવાદના રામોલ વિસ્તારમાં મહિલાની થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો છે. મહિલાની હત્યા કરનાર અન્ય કોઈ નહિ પણ પૂર્વ પ્રેમી જ હોવાનું સામે આવ્યું છે. મૃતક મહિલાને હાલના પ્રેમી સાથે આરોપી જોઈ જતા તેની સાથે મહિલાએ બબાલ કરી હતી. એ જ બાબતને લઈને હત્યા કરી આરોપીએ લાશનો નિકાલ કર્યો હતો.

પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલ્યો

સીટીએમ એક્સપ્રેસ હાઈવે પરથી મહિલાનો મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્કો સર્જાયા હતા. પોલીસે તપાસ કરી જે બાદ મૃતક મહિલાના ભાઈએ મૃતદેહની ઓળખ કરી હતી. આ મૃતદેહ તુલસી મકવાણાનો હોવાનું જાણવા મળ્યું હતું. મહત્વનુ છે કે આ યુવતીની  માનસિક સ્થિતી સારી ન હોવાનું સામે આવ્યું હતું. આ મહિલાનો પોસ્ટમોર્ટમ રીપોર્ટ થયા બાદ તેની હત્યા થઈ હોવાનો પણ ખુલાસો થયો હતો. મૃતક મહિલાના ભાઈએ અજાણ્યા શખ્સ સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગણતરીના સમયમાં હત્યાનો ભેદ ઉકેલ્યો હતો.

આરોપી અને મહિલા વચ્ચે બબાલ

મહિલા અને તેનો પ્રેમી ખારીકટ કેનાલ પાસે બેઠા હતા ત્યારે આરોપી શંકર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે તુલસીએ તેના હાલના પ્રેમી અંગે કોઈને ખબર ન પડવી જોઈએ નહીં તો સારું નહીં થાય તેમ કહેતા આરોપી અને મહિલા વચ્ચે બબાલ શરૂ થઈ હતી. આરોપીનો મૃતક મહિલાએ કોલર પકડી ઝપાઝપી કરતા આરોપીએ મહિલાને ધક્કો માર્યો હતો. લોખંડની ઇંગલ મહિલાને માથામાં વાગતા તે બેભાન થઈ ગઈ. જેથી પેડલ રિક્ષામાં તેને નાખી આરોપીએ લાશને સિટીએમ બ્રિજ નીચે નાખી દીધી હતી. જેના એક માત્ર ફુટેજના આધારે પોલીસે આરોપીને શોધી કાઢી વણઉકેલાયેલા હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આખી ઘટના CCTVમાં કેદ થઈ હતી

આરોપીએ ગત 8મી તારીખે મોડી રાત્રે તુલસી મકવાણાની હત્યા કરી તેના મૃતદેહનો નિકાલ કર્યો હતો. આ આખી ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે જ્યારે શંકર ઉર્ફે ભુરિયાની પૂછપરછ હાથ ધરી ત્યારે હકીકત સામે આવી કે, મૃતક મહિલા તુલસીના આરોપી શંકર સિવાય અન્ય યુવક સાથે પણ બે વર્ષથી આડા સંબંધ હતા. હત્યાની થોડી મિનિટો પહેલા જ આરોપી શંકર મૃતક તુલસી અને તેના બીજા પ્રેમીને એકસાથે બેઠેલા જોઈ ગયા હતો, તેના કારણે માથાકૂટ થતા બોલાચાલી થઈ અને આરોપીએ મહિલાની હત્યા કરી નાખી હતી.

CCTVના આધારે પોલીસ આરોપી સુધા પહોંચી

હત્યા અંગેનો ગુનો નોંધાતા પોલીસે તપાસ કરતા માત્ર એક સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં પેડલ રિક્ષામાં આવી કોઈ મૃતદેહ નાખી જતું દેખાતુ હતું. માત્ર લાશના બે પગ અને પેડલ રીક્ષાના આધારે પોલીસે તપાસ કરી આરોપી સુધી પહોંચી હત્યાનો આ ભેદ ઉકેલ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">