વર્લ્ડ કપ ફાઇનલ મેચ જોવા સાથે હરવા ફરવાના પેકેજનું બુકિંગ વધ્યુ, ક્રિકેટ મેચ સાથે નવો ક્રેઝ
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાવાની છે. જે મેચને લઈને ક્રિકેટ રસીકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે મેચના કેટલાક દિવસો પહેલાથી જ હવાઈ મુસાફરી ફૂલ થઈ ચૂકી છે. તો સાથે જ હવાઈ મુસાફરીના ટિકિટના ભાવ બમણાથી ચાર ગણા વધી ચૂક્યા છે. કારણ કે લોકો બહારના રાજ્ય અને બહાર માં દેશ માંથી મેચ જોવા આવવાના છે. એટલું જ નહીં પરંતુ આ વખતે મેચની સાથે સાથે ફરવા જવાનો ક્રેઝ પણ વેકેશન દરમિયાન સામે આવ્યો છે.
હાલ દિવાળી વેકેશન નો સમય ચાલી રહ્યો છે. જેના કારણે અમદાવાદીઓ બહારના રાજ્ય અને દેશોમાં ફરવા જઈ ચૂક્યા છે જેઓ મેચ સમય દરમિયાન પરત પણ ફરશે. જેના કારણે ફલાઇટોમાં અગાઉથી બુકિંગ હોવાથી હવાઈ મુસાફરી ફૂલ જેવી ચાલી રહી છે. અને તેમાં વર્લ્ડ કપની ફાઇનલ મેચ આવતા ક્રિકેટ પ્રેમીઓની સંખ્યા પણ હવાઈ મુસાફરીમાં વધી છે. આ પરિસ્થિતિ વચ્ચે હવાઈ મુસાફરી અગાઉથી જ ફુલ રહેતા છેલ્લી ઘડીએ ટિકિટ લેવા જનારા લોકોને બમણાથી લઈને ચાર ગણા જેટલો ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે.
આ પણ વાંચોઃ હિંમતનગર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ જતી ટ્રેન ભરચક, જુઓ
ટુર ઓપરેટર મનીષ શર્માની વાત માનીએ તો, સૌથી વધારે ડિમાન્ડ હાલ દિલ્હી, મુંબઈ, બેંગલોર, હૈદરાબાદ, ચેન્નઈની જોવા મળી રહી છે. કે જ્યાંથી લોકો અમદાવાદમાં સૌથી વધારે મેચ જોવા આવનારો વર્ગ હોય છે. આ સિવાય ઇન્ટરનેશનલ મુસાફરીમાં દુબઈ, કેનેડા, અમેરિકા, ન્યૂઝીલેન્ડ થી પણ કેટલાક લોકો મેચ જોવા માટે અમદાવાદ આવતા હોય છે. જેના ભાવમાં પણ વધારો નોંધાયો છે. પરંતુ ખાસ કરીને સૌથી વધારે ભાવ હાલ ડોમેસ્ટિક એરલાઇન્સ માં જોવા મળ્યો છે. જેમાં ડોમેસ્ટિકમાં 5 ગણા ઉપર ભાવ છે જ્યારે ઇન્ટરનેશનમાં 3 ગણાં ઉપર ભાવ ચાલી રહ્યા છે.
કયા ડેસ્ટિનશનની ફ્લાઇટના કેટલા ભાવ
- દિલ્હીની ફ્લાઈટના સામાન્ય દિવસના ત્રણથી પાંચ હજાર હોય છે જે હાલ ₹25,000 ભાવ ચાલી રહ્યો છે
- મુંબઈના સામાન્ય દિવસમાં બે થી ચાર હજાર ભાવ છે જે હાલ ₹27,000 ભાવ ચાલી રહ્યો છે
- બેંગ્લોરના સામાન્ય દિવસમાં પાંચ થી આઠ હજાર ભાવ હોય છે જે હાલ ₹28,000 ચાલી રહ્યો છે
- હૈદરાબાદના સામાન્ય દિવસમાં ₹6,000 હોય છે જે હાલ ₹30,000 ભાવ ચાલી રહ્યો છે
- ચેન્નઈની સામાન્ય દિવસમાં છ થી આઠ હજાર ભાવ હોય છે જે હાલ ₹18-20,000 હજાર ચાલી રહ્યો છે
- ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં દુબઈની સામાન્ય દિવસમાં 10 થી 15,000 ભાવ છે જે હાલ ₹70,000 ચાલી રહ્યો છે
- કેનેડાના સામાન્ય દિવસની ફ્લાઈટના ₹50,000 થી ₹1,00,000 હોય છે જે હાલ એક થી ₹1.80 લાખ ચાલી રહ્યો છે
- અમેરિકાના સામાન્ય દિવસ ₹50,000 થી ₹1,00,000 ભાવ હોય છે જે હાલ એક થી બે લાખ ચાલી રહ્યું છે
- ન્યૂઝીલેન્ડના સામાન્ય દિવસના ₹40 થી 80,000 ભાવ છે જે હાલ ₹80,000 થી ₹1.40 લાખ ચાલી રહ્યો છે.
મેચ જોવા સાથે ફરવાનો નવો ક્રેઝ
ટુર ઓપરેટર મનીષ શર્માએ જણાવ્યું કે આ વર્ષે મેચ સાથે દિવાળી વેકેશન છે. જેને લઈને જે લોકો મેચ જોવા આવી રહ્યા છે. તેઓ મેચ સાથે ફરવા પણ આવી રહ્યા છે. અને લોકો તે પ્રમાણે પેકેજ પણ બુક કરાવી રહ્યા છે. કોઈ બે દિવસ. કોઈ ત્રણ દિવસ તો કોઈ ચાર કે વધુ દિવસમાં પેકેજ બુક કરાવી રહ્યા છે. તેમજ લોકો મેચ જોવા સાથે રાજ્ય ફરે માટે AMC દ્વારા હોટેલો સાથે મિટિંગ કરી પેમ્પ્લેટ પણ આપ્યા છે. જેમાં રાજ્યના પ્રવાસન સ્થળ દર્શાવ્યા છે. જેનાથી લોકોને અવગત કરાશે. જેથી વધુ લોકો મેચ જોવા સાથે ફરવા જાય અને ગુજરાત ના સ્થળો વિશે જાણકારી મેળવી શકે.
ચાર્ટર્ડ પ્લેન થી આવશે VIP મહેમાનો
વર્લ્ડ કપ મેચની શરૂઆત થઈ ત્યાર થી અમદાવાદ એરપોર્ટ પર હવાઈ મુસાફરી અને ચાર્ટર્ડ પ્લેન ની અવર જવરમાં વધારો થયો. અને તેમાં પણ 14 ઓક્ટોબરે ભારત પાકિસ્તાન મેચ સમયે ઉદ્યોગપતિ સહિત VIP મહેમાન આવતા અમદાવાદ એરપોર્ટ પર 100 જેટલી ફ્લાઇટની મુવમેન્ટ રહી હતી. જેમાં 50 જેટલા કેટલાક પ્લેક એરપોર્ટ પર પાર્ક કરાયા જ્યારે અન્ય પ્લેન નજીક ના શહેરના એરપોર્ટ પર પાર્ક કરવા મોકલી અપાયા.
19 નવેમ્બરે જ્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ ફાઇનલ મેચ છે જેને જોતા એરપોર્ટ પર વધુ મુવમેન્ટ રહી શકે છે. જ્યાં એરપોર્ટ દ્વારા મુસાફરોને વહેલા એરપોર્ટ આવવા ગાઈડલાઈન બહાર પડાઇ. સાથે જ એરપોર્ટ પર 15 ચાર્ટર્ડ પાર્ક થઈ શકશે. બાકીના નજીકના શહેરમાં પ્લેન પાર્ક કરવા ગાઈડલાઈન બનાવાઈ છે. કેમ કે તે સમયે 100 કે વધુ ફ્લાઇટ ની અવર જવર રહી શકે છે. જેમાં ઉદ્યોગપતિ. કલાકાર સહિત VIP મહેમાનનો મેચ જોવા આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો