Tokyo Olympics: 21 વર્ષીય બેકસ્ટ્રોક સ્વિમર અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલમ્પિક માટે નોમિનેટ થઈ

SFIએ માના પટેલ (Maana Patel) ઉપરાંત શ્રીહરિ નટરાજનને પણ નામિત કર્યા છે. 'યુનિવર્સલીટી પ્લેસ ક્વોલિફીકેશન સિસ્ટમ'ના માધ્યમથી ટોક્યો ઓલમ્પિકમાં સ્પર્ધામાં ઉતરવા માટે નામિત કરવામાં આવ્યા છે.

Tokyo Olympics: 21 વર્ષીય બેકસ્ટ્રોક સ્વિમર અમદાવાદની માના પટેલ ટોક્યો ઓલમ્પિક માટે નોમિનેટ થઈ
Maana Patel
Follow Us:
| Updated on: Jun 23, 2021 | 7:55 PM

ભારત તરફથી અત્યાર સુધી કોઈ સ્વિમર ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) માટે ક્વોલીફાઈ થઈ શક્યુ નથી. દેશના ટોપર સ્વિમર, શ્રીહરિ નટરાજન (Srihari Nataraj) અને સાજન પ્રકાશ પણ લેવલ B ક્વોલીફિકેશન માર્ક હાંસલ કર્યો છે. જોકે માર્ક A સુધી તેઓ પહોંચી શક્યા નથી. હવે ભારતીય સ્વિમર સંઘે (SFI) બીજી રીતે ટોક્યો ઓલમ્પિકમાં પોતાના ખેલાડીઓને ક્વોલિફાઈ કરવા પ્રયાસ કર્યો છે. જેમાં અમદાવાદની માના પટેલ (Maana Patel)ને નામિત કરી છે.

SFIએ માના પટેલ (Maana Patel) ઉપરાંત શ્રીહરિ નટરાજનને પણ નામિત કર્યા છે. ‘યુનિવર્સલીટી પ્લેસ ક્વોલિફીકેશન સિસ્ટમ’ના માધ્યમથી ટોક્યો ઓલમ્પિકમાં સ્પર્ધામાં ઉતરવા માટે નામિત કરવામાં આવ્યા છે. આ અંગે SFIના સચિવ મોનલ ચોક્સીએ નિવેદન દ્વારા આ અંગે જાણકારી આપી હતી. જે ફિના દ્વારા યોજાયેલ ક્વોલિફાઈ સ્પર્ધાઓમાં હાંસલ કરેલ પોઈન્ટ આધારે નામિત કર્યા છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આમ બંને સ્વિમરોને 100 મીટર બેકસ્ટ્રોક સ્પર્ધામાં ભાગ લેવા માટે નામાંકિત કરવામાં આવ્યા છે. કારણ કે તે પોત પોતાના લીંગમાં સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા સ્વિમર છે. માના પટેલ 735 પોઈન્ટ ધરાવે છે. જ્યારે શ્રીહરિ 863 પોઈન્ટ ધરાવે છે. આમ તેઓને ટોક્યો ઓલમ્પિક માટે માનાની ભાગીદારીની પુષ્ટી થઈ ચુકી છે.

જોકે શ્રીહરિએ હજુ થોડીક રાહ જોવી પડી શકે છે. કારણ કે તે માર્ક A હાંસલ કરવા માટે પ્રતિ સ્પર્ધા કરશે. કારણ કે તેની પાસે હજુ 27 જૂન સુધીનો સમય છે. આ દરમ્યાન અન્ય સ્વિમર પણ તેમ કરવામાં સફળ થાય છે તો પણ તે બહાર થઈ શકે છે.

અમદાવાદની છે માના પટેલ

21 વર્ષીય માના પટેલ અમદાવાદ (Ahmedabad)ની છે. તેમજ તેણે અમદાવાદના ગુજરાત વિદ્યાપીઠના કમલેશ નાણાંવટી દ્વારા કોચીંગ મેળવી ચુકી છે. ત્યારબાદ તે મુંબઈમાં સ્વિમંગ કોચિંગ મેળવી રહી છે. તે 2016માં ગુવાહાટીમાં રમાયેલ સાઉથ એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ, ત્રણ સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવીને ચર્ચામાં રહી હતી.

શું છે ‘યુનિવર્સલિટી’ ક્વોટા પદ્ધતિ

આમ તો કોઈ દેશના સ્વિમર નિયમિત પ્રક્રિયા દ્વારા ક્વોલિફીકેશન હાંસલ કરવામાં નિષ્ફળ રહે છે. ત્યારે આ પ્રણાલી હેઠળ બે સર્વોચ્ચ રેન્કિંગ ધરાવતા સ્વિમરની ભલામણ કરી શકાય છે. ‘યુનિવર્સલિટી’ ક્વોટા એક દેશના એક પુરુષ અને એક મહિલા ખેલાડીને ઓલમ્પિકમાં ભાગ લેવા માટે પરવાનગી આપે છે. જોકે તે લીંગનો અન્ય સ્વિમરે ક્વોલીફાઈ ના કર્યુ હોવુ જોઈએ અથવા ફિના તરફથી તેને આમંત્રણ ના મળ્યુ હોવુ જોઈએ. ભારત તરફથી કોઈ પણ ખેલાડીને અત્યાર સુધી કોઈ જ ખેલાડીને નિમંત્રણ નથી મળ્યું.

આ પણ વાંચો: ‘ગુજરાતનું ગૌરવ’: અમદાવાદની Ankita Raina ટોક્યિો ઓલમ્પિકમાં સાનિયા મિર્ઝા સાથે ઉતરશે મેદાનમાં

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">