‘ગુજરાતનું ગૌરવ’: અમદાવાદની Ankita Raina ટોક્યિો ઓલમ્પિકમાં સાનિયા મિર્ઝા સાથે ઉતરશે મેદાનમાં

ગુજરાતની અંકિતા રૈનાએ (Ankita Raina) એક મોટી સિદ્ધિ મેળવી છે. મહિલા સિંગલ્સ (Women singles)માં તેમજ ભારતીય ટેનિસ (Tennis)માં ભારતીય નંબર 1 ખેલાડી 28 વર્ષીય અંકિતા રૈના (Ankita Raina) ઓલમ્પિક (Olympic) માટે ક્વોલિફાય કરનારી ગુજરાતની પ્રથમ મહિલા એથલિટ બની ગઈ છે.

'ગુજરાતનું ગૌરવ': અમદાવાદની Ankita Raina ટોક્યિો ઓલમ્પિકમાં સાનિયા મિર્ઝા સાથે ઉતરશે મેદાનમાં
Ankita Raina
Nirupa Duva

|

Jun 23, 2021 | 6:33 PM

ગુજરાતની અંકિતા રૈનાએ (Ankita Raina) એક મોટી સિદ્ધિ મેળવી છે. મહિલા સિંગલ્સ (Women singles)માં તેમજ ભારતીય ટેનિસ (Tennis)માં ભારતીય નંબર 1 ખેલાડી 28 વર્ષીય અંકિતા રૈના (Ankita Raina) ઓલમ્પિક (Olympic) માટે ક્વોલિફાય કરનારી ગુજરાતની પ્રથમ મહિલા એથલિટ બની ગઈ છે.

ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics)માં મહિલા ડબલ્સમાં ભાગ લેવા માટે સાનિયા મિર્ઝાએ પસંદ કરેલી 6 વખત ગ્રાન્ડ સ્લૈમ ચેમ્પિયન (Grand Slam champion)અંકિતા રૈનાએ ઈતિહાસ રચ્યો છે. ભારત એક સદીથી વધુ સમયથી પ્રતિષ્ઠત ઓલમ્પિક (Olympics) રમતમાં ભાગ લઈ રહ્યું છે. જેની શરુઆત 1900થી પેરિસ ઓલમ્પિકથી થઈ હતી.

પહેલવાન શંકરરાવ થોરાટ અને હૉકી ખેલાડી (Hockey player) ગોવિંદરાવ સાવન બંન્ને ખેલાડીઓ રાજ્યમાંથી પહેલી વખત ઓલમ્પિક (Olympics)માં ગયા હતા. બંન્ને એથલીટનો જન્મ વડોદરા શહેરમાં થયો હતો. થોરાટ 1936ના બર્લિન ઓલમ્પિક (Olympics)માં અને શંકરરાવ 1960ના રોમ ઓલમ્પિકમાં ભાગ લીધો ન હતો અને તેમનું મૃત્યું થયું હતુ, તેમનું આ યોગદાન મોટાભાગના લોકો ભૂલી ગયા છે.

દરેક એથ્લીટનું એક સ્વપ્નનું સમાન હોય છે. જે ઓલમ્પિકમાં રમવા માટે સક્ષમ અને તેમના દેશને ગૌરવ અપાવવું, આવી જ રીતે અંદાજે 5 ફુટ 4 ઈંચની અંકિતા રૈનાએ પણ 5 વર્ષની ઓછી ઉંમરમાં રેકેટ હાથમાં લઈ મોટું સપનું જોયું હતુ.

અમદાવાદની અંકિતા રૈનાની ટેનિસમાં જવાની ઈચ્છા તેમના ભાઈ અંકુર રૈનાને એક ક્લબમાં રમતા જોઈ વધી હતી. અમદાવાદની એક છોકરી અંકિતા રૈનાની ટેનિસ ખેલાડીના રુપમાં ક્ષમતાની ખબર ત્યારે પડી જ્યારે તેમણે માત્ર 8 વર્ષની ઉંમરમાં અખિલ ભારતીય ટેનિસ સંઘ દ્વારા આયોજિત U-10 ફ્યુચર ટેલેન્ટ ટેનિસ સ્પર્ધા જીતી હતી.

2009માં અંકિતા રૈના (Ankita Raina)ના નામે અનેક ટ્રોફીઓ છે. જેમણે અંદાજે 11 આઈટીએફ ટાઈટલ, એક ડબલ્યુટીએ 250 ખિતાબ, ડબલ્યુટીએ 125k ટાઈટલનો ખિતાબ જીત્યો છે. હાલમાં આ અંક વર્લ્ડ નંબર 95 અને ડબલ્સની યાદીમાં રોસ્ટર પર વર્લ્ડ નંબર 181 પર છે. અંકિતા રૈનાની ગૌરવની ક્ષણ 2018 એશિયાઈ રમતમાં આવી હતી. જ્યાં તેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ સિવાય સાનિયા મિર્ઝા (Sania Mirza)અને અંકિતા રૈનાની જોડીએ ફેડ કપમાં 5-0થી જીત મેળવવાનો દાવો કર્યો અને આ આયોજનમાં ભારતને પ્રથમ પ્લે-ઓફમાં પહોચાડ્યું હતુ. મિર્ઝા રેન્કિંગમાં વર્લ્ડમાં 9 નંબર પર છે અને સતત 4 ઓલમ્પિક માટે ક્વોલિફાય કરી ચૂકી છે. તેમણે ટોક્યોમાં ભાગ લેવા માટે ટોપ 300માંથી કોઈ પણ ભારતીય ખેલાડી (Indian player)ને પસંદ કરવાની સ્વતંત્રતા હતી. ફેડ કપમાં રૈના અને મિર્ઝાની હારને જોતા એ સ્વાભાવિક હતું કે મિર્ઝા ગુજરાતમાં જન્મેલ ખેલાડીને પસંદ કરશે.

વિમ્બલ્ડનના સમાપન બાદ યુનાઈટેડ કિંગડમમાં એક સાથે તાલીમ લેવાને કારણે મિર્ઝા-રૈનાની જોડી આ વર્ષ ટોક્યો ઓલમ્પિકમાં ટેનિસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારી એક માત્ર જોડી બની શકે છે. રોહન-બોપન્ના-દિવિજ શરણને ક્વોલિફાય કરવાની સંભાવનાને લઈ હાલાકી પડી રહી છે એવું લાગે છે કે, સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના ભારતની આશાને વળગી રહેશે.

કારણ કે, તેઓ દેશ માટે ટેનિસ (Tennis)માં બીજો મેડલ જીતવા માટે તૈયાર છે. ભારતની પાસે અત્યાર સુધી આ રમતમાં એકમાત્ર મેડલ છે. જે 1996ના એટલાન્ટા ઓલમ્પિકમાં 18 વખતના ગ્રાન્ડ સ્લૈમ ચેમ્પિયન લિએન્ડર પેસે (Leander Paes) જીત્યો હતો.

પઠાણ બંધુઓ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ, જસપ્રીત બુમરાહ, અક્ષય પટેલ અને ચેતેશ્વર પુજારા જેવા કેટલાક ક્રિકેટ ખેલાડીઓ ગુજરાતના છે. 2018 રાષ્ટ્રમંડળ રમતોની પુરુષ ટીમ માટે ગોલ્ડ મેડલ (Gold medal) જીતનાર પેડલર હરમીત દેસાઈ પણ સુરતનો રહેવાસી છે અને ટોક્યોમાં સ્થાન મેળવવા માંગે છે.

ટેબલ ટેનિસ (Table tennis) પુરુષ મેન્સ સિંગ્લસ કેટેગરીમાં દરેક દેશ માટે માત્ર 2 સ્લૉટ ઉપલબ્ધ હોવાના કારણે દેસાઈ ઉચ્ચ રેન્કિંગ વાળા ભારતીય ખેલાડીઓ, અચંતા શરથ કમલ અને સાથિયાન જ્ઞાન શેખરને સામે હાર મળી હતી. આ માટે અંકિતા રૈના હવે ગુજરાતની સાથે-સાથે દેશની આશા બનશે. કારણ કે, તે ટોક્યો રમતમાં મેદાને ઉતરશે અને રાજ્યની પ્રથમ મહિલા એથલિટ બનશે.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati