The Kashmir Files : અમદાવાદના મોટા ભાગના થિયેટરોમાં ભીડ,થિયેટર સંચાલકોએ હાઉસફુલના બોર્ડ લગાવ્યા

વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ  દર્શકો થિયેટરોમાં જોવા જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે.

The Kashmir Files : અમદાવાદના મોટા ભાગના થિયેટરોમાં ભીડ,થિયેટર સંચાલકોએ હાઉસફુલના બોર્ડ લગાવ્યા
Ahmedabad Cinema Housefull (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 5:00 PM

તાજેતરમાં રિલિઝ થયેલી વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને((The Kashmir Files)  ગુજરાતના થિયેટરોમાં સારો આવકાર મળી રહ્યો છે. તેમાં ફિલ્મ રીલીઝ થયાના પ્રથમ રવિવારે અમદાવાદમાં(Ahmedabad)  આ ફિલ્મના શો ધરાવતા મોટાભાગના થિયેટરો હાઉસફૂલ(Housefull)  જોવા મળી રહ્યા છે. તેમજ જેના પગલે થિયેટર સંચાલકોએ હાઉસફુલના બોર્ડ લગાવવાની ફરજ પડી છે. તેમજ જ્યારે રાજ્ય સરકારે ફિલ્મને કરમુક્ત કર્યા બાદ આગામી દિવસોમાં પણ સતત શો હાઉસફુલ રહેશે તેવો થિયેટર સંચાલકોનો મત છે. જો કે આજે વાઈડ એન્ગલ થિયેટરમાં દર્શકોના ધસારાને લઈને શો વધારવામાં આવ્યા છે. તેમજ ફિલ્મ જોવા આતુર 500 લોકોની ક્ષમતા વાળા વધુ શો તાત્કાલિક શરુ કરવામાં આવ્યા હતા.

કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત ફિલ્મ

વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માં અનુપમ ખેર અને મિથુન ચક્રવર્તી અભિનીત ફિલ્મ  દર્શકો થિયેટરોમાં જોવા જઇ રહ્યા છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોની વ્યથા પર આધારીત છે.ધ કાશ્મીર ફાઇલ ફિલ્મમાં કાશ્મીરી પંડિતોને 1990ની સાલમાં ઘરમાંથી કઈ રીતે  બહાર ફેંકી દેવામાં આવ્યા હતા તે દુઃખદ ઘટનાને વિસ્તારમાં દર્શાવામાં આવી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

રાજ્યમાં ફિલ્મને  કરમુકત કરવાનો  નિર્ણય

ગુજરાત સરકારે ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને ટેક્સ ફ્રી કરી હોવાની જાહેરાત કરી છે. ગુજરાતના મુખ્ય પ્રધાન  ભૂપેન્દ્ર પટેલે   ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને રાજ્યમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે. આ ફિલ્મમાં આર્ટિકલ ૩૭૦ (Article 20)થી લઇને કાશ્મીરના ઇતિહાસને સમાવામાં આવ્યો છે. તેમજ કાશ્મીરી પંડિતોને 1990ના વર્ષમાં કઇ રીતે ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા હતા, તે વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. હરિયાણાની સાથે સાથે મધ્ય પ્રદેશે પણ ધ કશ્મીર ફાઇલ્સને ટેક્સ ફ્રીની જાહેરાત કરી છે.

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મ (The Kashmir Files) ની વાર્તા કાશ્મીરના શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના જીવનની આસપાસ ફરે છે. કૃષ્ણ (દર્શન કુમાર) તેમના દાદા પુષ્કરનાથ પંડિતની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે. કૃષ્ણ તેમના દાદાના શ્રેષ્ઠ મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) પાસે રોકાય છે. તે દરમિયાન પુષ્કરના અન્ય મિત્રો પણ કૃષ્ણાને મળવા આવે છે. આ પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે.

1990 પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. કૃષ્ણને ખબર નથી કે તે સમય દરમિયાન તેનો પરિવાર કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. આ પછી, 90ના દાયકાની ઘટનાઓના સ્તરો તેમની સામે ઉજાગર કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તે દરમિયાન કાશ્મીરી પંડિતો કેવી પીડામાંથી પસાર થયા હતા. આખી વાર્તા આની આસપાસ ફરે છે.

આ પણ  વાંચો : ડાંગના પરંપરાગત ભાતીગળ લોકમેળા ‘ડાંગ દરબાર’ની શરૂઆત, 16મી સુધી ચાલશે

આ પણ  વાંચો : કચ્છ: છે કોઇનો ડર ? કચ્છમાં બેફામ દોડતા ઓવરલોડ વાહનો ! હવે બોર્ડર નજીકથી 41 વાહનો ઝડપાયા

g clip-path="url(#clip0_868_265)">