ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ, ગુજરાત હાઈકોર્ટના લાઈવ પ્રસારણનું અનુકરણ હવે દેશની અન્ય હાઈકોર્ટમાં પણ થશે

Live streaming of Gujarat High Court : 26 ઓક્ટોબર 2020 ના રોજ ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું.8 મહિનાથી વધુ સમયથી ચાલતા આ લાઈવ સ્ટ્રીમિંગના 41 લાખ વ્યુઅર્સ અને 65 હજાર સબ્સ્ક્રાઇબર્સ પણ બન્યા.

ગુજરાત માટે અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ, ગુજરાત હાઈકોર્ટના લાઈવ પ્રસારણનું અનુકરણ હવે દેશની અન્ય હાઈકોર્ટમાં પણ થશે
ફાઈલ ફોટો

AHMEDABAD : ગુજરાત હાઇકોર્ટ (Gujarat High Court) માં કોર્ટ કાર્યવાહીના લાઈવ સ્ટ્રીમિંગ (Live streaming of Gujarat High Court) નું લોન્ચિંગ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન. વી. રમના (CJI N.V. Ramana)ના હસ્તે કરવામાં આવ્યું.ગુજરાત માટે આ એક અતિ મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ક્ષણ બની ગયું છે. પ્રાયોગિક ધોરણે ગુજરાતના ચીફ જસ્ટિસની કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું અને એને મળેલી સફળતા બાદ ગુજરાત હાઇકોર્ટની બધી જ કોર્ટનું હવેથી લાઈવ સ્ટ્રીમિંગ થઈ શકશે જે માટેના નિયમો પણ ઘડાઈ ગયા છે. આ સાથે જ ગુજરાત હાઈકોર્ટના લાઈવ પ્રસારણનું અનુકરણ હવે દેશની અન્ય હાઈકોર્ટમાં પણ થશે.

8 મહિના સુધી  પ્રાયોગિક ધોરણે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવ્યું
દેશમાં સૌ પ્રથમવાર ગુજરાત હાઇકોર્ટે કોર્ટ કાર્યવાહીનું યુ ટ્યુબ લાઈવ પ્રસારણ  (Live streaming of Gujarat High Court) કરવા લીધો નિર્ણય. ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત જસ્ટિસ વિક્રમ નાથની કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ સફળ રહ્યું.ઓપન કોર્ટ કોન્સેપ્ટના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલા આ સ્ટ્રીમિંગને ખૂબ સારો પ્રતિસાદ પણ મળ્યો.

26 ઓક્ટોબર 2020 ના રોજ ગુજરાત હાઇકોર્ટની ફર્સ્ટ કોર્ટનું લાઈવ સ્ટ્રીમિંગ શરૂ કરવામાં આવ્યું.8 મહિનાથી વધુ સમયથી ચાલતા આ લાઈવ સ્ટ્રીમિંગના 41 લાખ વ્યુઅર્સ અને 65 હજાર સબ્સ્ક્રાઇબર્સ પણ બન્યા. 20 જુલાઈ 2021 ના રોજ લાઈવ સ્ટ્રીમિંગ માટેના કાયદાઓ ઘડી કાઢવામાં આવ્યા જેને ફૂલ કોર્ટની મંજૂરી પણ મળી ગઈ છે.

CJIની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શરૂઆત કરાઈ
શનિવારે 17 જુલાઈએ ગુજરાત હાઈકોર્ટના  લાઈમ સ્ટ્રીમીંગ (Live streaming of Gujarat High Court)ની વિધિવત શરૂઆતમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એન.વી. રમના અને ઇ-કમિટીના ચેરમેન અને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ અને ખાસ આમંત્રિત મહેમાન તરીકે વર્ચ્યુઅલ ઉપસ્થત રહ્યાં તેમજ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ ઉપસ્થિત રહ્યા .ગુજરાત હાઇકોર્ટની વેબસાઈટ ઉપર લાઈવ સ્ટ્રીમિંગ માટેન નિયમો પણ અપલોડ કરવામાં આવ્યા છે, તેમજ ફિઝિકલ હિયરિંગ શરૂ થયા બાદ કોર્ટ ક્યાં માધ્યમથી લાઈવ કરવું એ નક્કી કરશે.

આ પણ વાંચો : NARMADA : SOU ખાતે સુરતના ટીકીટ એજન્ટે 23 ટીકીટોના વધારે પૈસા લઇ પ્રવાસીઓ સાથે છેતરપિંડી કરી 

આ પણ વાંચો : MAHISAGAR : સંતરામપુરમાં ભ્રુણ હત્યા કેસ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ , તપાસનો ધમધમાટ તેજ 

Click on your DTH Provider to Add TV9 Gujarati