ભુજ નગરપાલિકામાં ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌરક્ષકોએ પાલિકા પ્રમુખને જડી દીધી થપ્પડ, જુઓ Video

Bhuj: ભુજ નગરપાલિકા પ્રમુખ સાથે છુટ્ટા હાથની મારામારીની ઘટના સામે આવી છે. જેમા ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા ગયેલા ગૌરક્ષકો રજૂઆત કરતા સમયે આવેશમાં આવી ગયા અને પાલિકા પ્રમુખને મારવા પર ઉતરી આવ્યા હતા. પાલિકા પ્રમુખને ગૌરક્ષકોએ થપ્પડ મારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2023 | 10:48 PM

Kutch: ભુજ નગરપાલિકા પ્રમુખ સાથે મારામારીની ઘટના સામે આવી છે. ગૌરક્ષકોએ વાતચીત કરતા સમયે અચાનક જ નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ ઠક્કર પર હુમલો કર્યો હતો. નાગોર ડમ્પિંગ સાઈટ પર ગાયોના મોત મુદ્દે રજૂઆત કરવા આવ્યા હતા. તે સમયે બોલાચાલી ઉગ્ર બનતા પાલિકા પ્રમુખ સાથે મારામારી કરી હતી. જો કે, ત્યાં હાજર પોલીસે સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટના બાદ નગરપાલિકા પ્રમુખ નિવેદન આપતા કેમેરા સામે રડી પડ્યા અને હુમલો કરનાર સામે વકીલની સલાહ લઈ કાર્યવાહી કરશે તેમ જણાવ્યું.

ટર્મ પુરી થવાના બે દિવસ પહેલા જ થપ્પડકાંડ

ઉલ્લેખનીય છે કે હાલ પાલિકા પ્રમુખની ટર્મ પુરી થવામાં જ છે તે સમયે આ ઘટના બનતા સમગ્ર શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બની ગઈ હતી. ભુજના નાગોર રોજ પર આવેલી ડમ્પિં સાઈટ પર વીજશોક લાગવાથી કેટલીક ગાયોના મોત થયા હતા. જે મામલે ગૌરક્ષકો પાલિકા કચેરીએ રજૂઆત કરવા માટે ગયા હતા. જ્યાં અચાનક એક વ્યક્તિએ ઉશ્કેરાઈને પ્રમુખને લાફો મારી દીધો હતો.

આ પણ વાંચો: પોરબંદરમાં લોકમેળો પ્રારંભ થાય તે પહેલા જ વિવાદ, મેળામાં નાના ધંધાર્થીઓને જગ્યા ન ફાળવતા રોષ, જુઓ Video

સમગ્ર ઘટનાને પગલે પાલિકા પ્રમુખ ભાવુક થઈ ગયા હતા. તેમણે જણાવ્યુ કે તેમના અઢીવર્ષના કાર્યકાળ દરમિયાન કોઈએ તેમને આવી રીતે અપશબ્દો કહ્યા નથી અને આવી રીતે હુમલો કર્યો નથી.

Input Credit- Jay Dave- Bhuj

 કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">