Breaking news : ફાર્મસી કાઉન્સિલના ચાલી રહેલા વિવાદ મામલે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટનો આદેશ
ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી મામલે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હાઇકોર્ટે હવે આ મામલે ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે.
Pharmacy Council Election : ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી મામલે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે હાઇકોર્ટે (High court) હવે આ મામલે ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા આદેશ આપ્યો છે. છેલ્લા 10 વર્ષથી ગુજરાત ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી થઈ નથી. 10 વર્ષથી ચૂંટણી ન થતાં હાઇકોર્ટમાં અરજી થઈ હતી. જેના પગલે હાઈકોર્ટે 6 મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવા આદેશ કર્યો છે.
આ પણ વાંચો Breaking News : ઉનામાં નકલી ઘીના કારોબારનો પર્દાફાશ, 50થી વધુ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા
ફાર્મસી કાઉન્સિલમાં વર્ષ 2023થી કોઇ પણ ચૂંટણી યોજાઇ નથી
ગુજરાત ફાર્મસી કાઉન્સિલમાં વર્ષ 2023થી કોઇ પણ ચૂંટણી યોજાઇ ન હોવાથી કાઉન્સિલની ચૂંટણી કરવાની માગ સાથે હાઇકોર્ટમાં રિટ પિટિશન દાખલ કરાઈ હતી. જે રિટ પિટિશનના જવાબમાં હાઇકોર્ટે ઓથોરિટીને આદેશ કર્યો છે કે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા આદેશ થયાના છ મહિનામાં પૂર્ણ કરવામાં આવે.
ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં રિટ પિટિશન કરવામાં આવી હતી
ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી મામલે અરજદાર ભાવેશ પટેલ દ્વારા હાઇકોર્ટમાં એડવોકેટ બી.ટી. રાવ મારફતે રિટ કરવામાં આવી હતી. એડવોકેટ રાવે જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2013થી ગુજરાત રાજ્ય ફાર્મસી કાઉન્સિલમાં કોઇ પણ ચૂંટણી યોજાઇ નથી. તેથી કાઉન્સિલના પ્રમુખને ચૂંટણી યોજવા અંગે અરજદાર દ્વારા સત્તાવાર રીતે રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં કોઇ પણ કાર્યવાહી ન કરવામાં આવતાં રિટ પિટિશન હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંત આવશે
ફાર્મસી કાઉન્સિલની ચૂંટણી યોજવા અંગે રિટમાં દાદ માગવામાં આવી હતી. જેના પગલે રાજ્ય સરકારને હાઇકોર્ટે નોટિસ પાઠવી હતી. જેથી કાઉન્સિલની ચૂંટણી યોજવા માટે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રિટર્નિંગ ઓફિસર તરીકે મદદનીશ કમિશનર એમ.પી. ગઢવીની નિમણૂક કરતું જાહેરનામું બહાર પડાયું હતું. ત્યાર બાદ આ જાહેરનામું રાજ્ય સરકાર દ્વારા હાઇકોર્ટના રેકર્ડ પર મૂકવામાં આવ્યું હતું. જેના પગલે હવે હાઇકોર્ટે ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા છ મહિનામાં પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા વિવાદનો અંત આવશે.