Breaking News : જીવનસાથી શોધવા નવી એપ, પાટીદાર યુવાનો માટે SPGની મોટી પહેલ, જુઓ Video
પાટીદાર સમાજમાં કુંવારા યુવક-યુવતીઓના લગ્નની ગંભીર સમસ્યાને હલ કરવા સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે.

પાટીદાર સમાજમાં કુંવારા યુવક-યુવતીઓના લગ્નનો પ્રશ્ન હાલ ગંભીર બન્યો છે. ઘણા યુવાનોને યોગ્ય જીવનસાથી શોધવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરદાર પટેલ ગ્રુપ (SPG) દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. SPG એ સમાજના યુવાનોને લગ્ન માટે યોગ્ય પાત્ર શોધવામાં મદદરૂપ થવા માટે ખાસ Application અને Online Link તૈયાર કરવાની જાહેરાત કરી છે.
આ એપ્લિકેશન અને લિંક દ્વારા કુંવારા યુવક-યુવતીઓનો ડેટા એકત્ર કરવામાં આવશે. એકત્રિત થયેલા આ ડેટાને લેઉવા અને કડવા પાટીદાર સમાજના આગેવાનો સુધી પહોંચાડવામાં આવશે. જેથી લગ્નમાં મુશ્કેલી અનુભવતા દીકરા-દીકરીઓ માટે યોગ્ય પાત્ર શોધવાની પ્રક્રિયા સરળ બની શકે.
SPGના દાવા મુજબ, પાટીદાર સમાજમાં અંદાજે એક લાખ જેટલા યુવાનો હાલ કુંવારા છે. આ આંકડાએ સમાજમાં લગ્નના પ્રશ્નને લઈને નવી ચર્ચા જગાવી છે.
SPGના અધ્યક્ષના જણાવ્યા મુજબ, હાલ કેટલીક યુવતીઓ પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરીને જતી રહે છે, જ્યારે બીજી તરફ સારી રીતે સ્થાયી થયેલા અને સારું કમાતા યુવકોને પણ યોગ્ય કન્યા મળવામાં મુશ્કેલી પડી રહી છે.
આ સમસ્યાને ઉકેલવા અને વધુમાં વધુ દીકરા-દીકરીઓના લગ્ન થાય તે માટે સમાજના આગેવાનો સાથે મળીને આ ડિજિટલ મેચમેકિંગ અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. આ પહેલનો મુખ્ય હેતુ પાટીદાર યુવાનોને યોગ્ય જીવનસાથી શોધવામાં મદદ કરવાનો છે.
ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલાની આશંકા, એક ખલાસીનું મોત, જુઓ Video
