AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલાની આશંકા, એક ખલાસીનું મોત, જુઓ Video

Breaking News : ઓમાનના દરિયામાં ભારતીય જહાજ પર હુમલાની આશંકા, એક ખલાસીનું મોત, જુઓ Video

| Updated on: Nov 03, 2026 | 7:02 PM
Share

ઓમાનના દરિયામાં MSV અલ જુસુફી ભારતીય જહાજ પર હુમલાની આશંકા સેવાઈ રહી છે. આ ઘટનામાં એક ખલાસીનું દુઃખદ મોત થયું છે, જ્યારે 13 સુરક્ષિત છે. પોરબંદર જઈ રહેલા આ જહાજ પર આગ પણ લાગી હતી.

ઓમાનના દરિયામાં ફરી એકવાર ભારતીય જહાજ પર હુમલો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. પોરબંદર આવી રહેલા ભારતીય જહાજ MSV અલ જુસુફી સાથે ઓમાનના લિમા પોર્ટ નજીક આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ, જહાજ પર હુમલો થયા બાદ તેમાં આગ ફાટી નીકળી હતી, જેના પગલે જહાજમાં સવાર ખલાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

આ જહાજમાં કુલ 14 ભારતીય ખલાસીઓ સવાર હતા. આ ઘટનામાં એક ખલાસીનું મોત થયું હોવાની માહિતી સામે આવી છે, જ્યારે અન્ય 13 ખલાસીઓ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. જોકે, ઘટનાને લઈને વધુ વિગતોની રાહ જોવામાં આવી રહી છે.

મળતી માહિતી અનુસાર, MSV અલ જુસુફી 31 ઓક્ટોબરના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના હમરિયા પોર્ટ પરથી પોરબંદર જવા માટે રવાના થયું હતું. જોકે, ઓમાનના લિમા પોર્ટ નજીક જહાજ સાથે બનેલી આ ઘટનાને પગલે ભારતીય ખલાસીઓની સુરક્ષાને લઈને ચિંતા ઊભી થઈ છે.

આ મામલે ઇન્ડિયન સેઇલિંગ વેસલ્સ એસોસિએશન દ્વારા ભારતના વિદેશ મંત્રાલય સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. એસોસિએશને જહાજમાં સવાર 13 ભારતીય ખલાસીઓને સુરક્ષિત રીતે ભારત પરત લાવવા માટે વિદેશ મંત્રાલય પાસે મદદ માગી છે.

વિદેશમાં નોકરીની લાલચે રશિયા-યુક્રેન યુદ્ધમાં ફસાયો ‘ભારતીય યુવક’

Follow Us
g clip-path="url(#clip0_868_265)">