Ahmedabad : લો બોલો, કોમ્યુનિટી હોલ બનાવ્યો પણ ખર્ચની નથી ખબર, AMC એ અલગ અલગ બોર્ડમાં દર્શાવેલ ખર્ચમાં 56 લાખનો તફાવત !

AMC દ્વારા વેજલપૂર વિસ્તારમાં બનાવવામાં આવેલા કોમ્યુનિટી હોલનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે આ કોમ્યુનિટી હોલના ખર્ચની વિગત ખુદ AMC પાસે જ ન હોવાથી, હાલ સ્થાનિકોમાં આ મુદો ચર્ચાનો વિષય બન્યો છે.

Ahmedabad : લો બોલો, કોમ્યુનિટી હોલ બનાવ્યો પણ ખર્ચની નથી ખબર, AMC એ અલગ અલગ બોર્ડમાં દર્શાવેલ ખર્ચમાં 56 લાખનો તફાવત !
AMC does not have the details of the cost of the community hall built by AMC
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jul 11, 2021 | 4:13 PM

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ (Amit Shah) આજથી ત્રણ દિવસ સુધી ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેમની હાજરીમાં અમદાવાદ (Ahmedabad)શહેરમાં અનેક વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ ખાત મુર્હત કરવામાં આવશે.

જેમાં બોપલ વિસ્તારમાં પાણી વિતરણ યોજના, લાયબ્રેરી તેમજ પશ્ચિમ રેલવે , ઔડા અને AMCની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના ખાત મુર્હત કરવામાં આવશે. તેમજ શહેરના વેજલપુર વિસ્તારમાં AMC દ્વારા બનાવવામાં આવેલ અદ્યતન કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

પરંતુ આ કોમ્યુનિટી હોલ (Community Hall) કેટલી કિંમતમાં બનાવવામાં આવ્યો તેની જાણ ખૂદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ ન હોવાને કારણે આ લોકાર્પણ સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બેનરોએ ખોલી AMCની પોલ

કોમ્યુનિટી હોલના લોકાર્પણ દરમિયાન હોલની બહાર 2 બેનર લગાવવામાં આવ્યા હતા. જેમાં  વેજલપુર વિસ્તારમાં (Vejalpur area) બનાવવામાં આવેલ કોમ્યુનિટી હોલની કિંમત 8.26 કરોડના ખર્ચે બનાવ્યો હોવાનો એક બેનરમાં ઉલ્લેખ કરાયો હતો જ્યારે તેની બાજુમાં લગાવવામાં આવેલ અન્ય એક બેનરમાં આ જ કોમ્યુનિટી હોલ 8.82 કરોડના ખર્ચે બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું.

આ બન્ને બેનરમાં(Banner)  કોમ્યુનિટી હોલની જે કિંમત દર્શાવવામાં આવી છે, તેમાં 56 લાખ રૂપિયાનો તફાવત જોવા મળ્યો છે. ત્યારે, સ્થાનિકો પણ ઇચ્છી રહ્યા છે કે પ્રજા માટે જે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવ્યો છે, તેની સાચી કિંમત પ્રજા સમક્ષ મુકવામાં આવે.હાલ, આ બન્ને બેનરોના રકમના તફાવતે તંત્રની પોલ ખોલી નાખી છે.

અમદાવાદ શહેરમાં પ્રજાલક્ષી તેમજ વિકાસલક્ષી જે કાર્યો થતા હોય છે. તેની  માહિતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(Ahmedabad Municipal Corporation)  પાસે હોય છે ત્યારે દેશના કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા જે વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું તેના નિર્માણ માટે ખરેખરમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ, આ મુદો લોકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે અમદાવાદ અને સાણંદમાં વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કરશે

 આ પણ વાંચો : Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">