અમદાવાદની શાંતિ બિઝનેસ સ્કૂલની મોટી શૈક્ષણિક સિદ્ધિ, NBA માન્યતા મેળવનારી અમદાવાદની બીજી બી-સ્કૂલ બની
અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)ના PGDM પ્રોગ્રામને પ્રતિષ્ઠિત NBA માન્યતા મળી છે. આ સિદ્ધિ SBSને દેશની અગ્રણી મેનેજમેન્ટ સંસ્થાઓમાં સ્થાન અપાવે છે.

અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)એ તેની શૈક્ષણિક યાત્રામાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના ફ્લેગશિપ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (PGDM) પ્રોગ્રામને પ્રતિષ્ઠિત નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) તરફથી માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ઉપલબ્ધિ SBSને દેશની ગુણવત્તાસભર મેનેજમેન્ટ સંસ્થાઓની શ્રેણીમાં વધુ મજબૂત સ્થાન અપાવે છે.
નેશનલ બોર્ડ ઑફ એક્રેડિટેશન (NBA) ભારતની અગ્રણી માન્યતા પ્રદાન કરતી સંસ્થા છે, જે ટેકનિકલ અને મેનેજમેન્ટ અભ્યાસક્રમોની ગુણવત્તાનું મૂલ્યાંકન કરે છે. NBA માન્યતા મેળવવાની પ્રક્રિયા અત્યંત કડક અને પરિણામ આધારિત હોય છે. આ દરમિયાન અભ્યાસક્રમની ગુણવત્તા, ફેકલ્ટીની લાયકાત, શૈક્ષણિક માળખું, ઉદ્યોગ સાથેના જોડાણો તેમજ વિદ્યાર્થીઓની રોજગાર ક્ષમતાના વિવિધ પાસાઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવે છે.
શૈક્ષણિક ક્ષેત્રમાં NBA એક્રેડિટેશનને ગુણવત્તા અને વિશ્વસનીયતાનું પ્રતીક માનવામાં આવે છે. આ માન્યતા માત્ર સંસ્થાની શૈક્ષણિક શ્રેષ્ઠતાને જ પ્રમાણિત કરતી નથી, પરંતુ વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્તરે વધુ સારી તકો પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ બને છે.
આ પ્રસંગે SBSના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું હતું કે, “NBA માન્યતા સમગ્ર SBS પરિવાર માટે ગૌરવની ક્ષણ છે. આ સિદ્ધિ ઉદ્યોગ-કેન્દ્રિત અને પરિણામલક્ષી મેનેજમેન્ટ શિક્ષણ પ્રદાન કરવાની અમારી સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. અમારા માટે ગુણવત્તા કોઈ એક વખત પ્રાપ્ત કરવાનું લક્ષ્ય નથી, પરંતુ સતત જાળવી રાખવાની પ્રક્રિયા છે. આ માન્યતા અમને વધુ નવીનતા, ગુણવત્તા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રેરણા આપશે.”
આ ઐતિહાસિક સિદ્ધિ સાથે શાંતિ બિઝનેસ સ્કૂલ અમદાવાદની માત્ર બીજી એવી બી-સ્કૂલ બની છે, જેને તેના PGDM પ્રોગ્રામ માટે NBAની પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે. આ ઉપલબ્ધિ સંસ્થાના શૈક્ષણિક ધોરણો, ગુણવત્તા પ્રત્યેની પ્રતિબદ્ધતા અને ભવિષ્યલક્ષી અભિગમનું પ્રતિબિંબ છે.
આ માન્યતા સાથે SBS હવે મેનેજમેન્ટ શિક્ષણના ક્ષેત્રમાં વધુ મજબૂત રીતે આગળ વધવા અને વિદ્યાર્થીઓને વૈશ્વિક ધોરણનું શિક્ષણ પ્રદાન કરવા માટે સજ્જ બની છે.
Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન
