Ahmedabad: SC સીટીંગ જજ જસ્ટિસ એમ.આર.શાહની તબીયત હાલ સ્થિર, વીડિયો બનાવી જાતે જ આપી સ્વાસ્થ્યની જાણકારી
સુપ્રીમ કોર્ટના (Supreme Court) સીટીંગ જજ જસ્ટિસ એમ.આર. શાહને (Justice M.R. Shah)ગુરુવારે હિમાચલમાં હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને હિમાચલ પ્રદેશથી (Himachal Pradesh) દિલ્હી એરલિફ્ટ કરાયા હતા.
ગુજરાત હાઇકોર્ટના (Gujarat High Court) પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને હાલ સુપ્રીમ કોર્ટના (Supreme Court) જજ જસ્ટિસ એમ.આર.શાહની (Judge MR Shah) તબીયત ખરાબ હોવાના સમાચાર ગઇકાલે એટલે કે ગુરુવારે આવ્યા હતા. જો કે સારવાર લીધા બાદ તેમનું આરોગ્ય સ્વસ્થ હોવાનું જસ્ટિસ શાહે પોતે જણાવ્યુ છે. આ બાબતે તેમણે એક વીડિયો બનાવી તેમના આરોગ્યને લઈ જાણકારી આપી છે. જસ્ટિસ શાહે જણાવ્યું કે હાલ ભગવાનની કૃપાથી તેઓ હવે સ્વસ્થ છે, દિલ્હી પહોંચી ગયા છે. ચિંતાનો વિષય નથી ખુબ જ ઝડપથી તેઓ સાજા થઇ જશે અને એકથી બે દિવસમાં તેઓ પરત ફરશે.
SC સીટીંગ જજ જસ્ટિસ એમ.આર.શાહની તબીયત હાલ સ્થિર, વીડિયો બનાવી જાતે જ આપી સ્વાસ્થ્યની જાણકારી . #Tv9News pic.twitter.com/s1GBprXeLz
— Tv9 Gujarati (@tv9gujarati) June 17, 2022
સુપ્રીમ કોર્ટના સીટીંગ જજ જસ્ટિસ એમ.આર. શાહને (Justice M.R. Shah)ગુરુવારે હિમાચલમાં હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ તેમને હિમાચલ પ્રદેશથી (Himachal Pradesh) દિલ્હી એરલિફ્ટ કરાયા હતા. તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી દિવસ દરમિયાન તેમના આરોગ્યને લઇને સોશિયલ મીડિયામાં કેટલીક ખબર વહેતી થઈ હતી. ત્યારે આ બાબતે તેમણે એક વીડિયો બનાવી તેમના આરોગ્યને લઈ જાણકારી આપી છે. હોસ્પિટલ સારવાર લીધા બાદ તેમનું આરોગ્ય સ્વસ્થ છે. જસ્ટિસ શાહે જણાવ્યું કે હાલ ભગવાનની કૃપાથી તેઓ હવે સ્વસ્થ છે, દિલ્હી પહોંચી ગયા છે. ચિંતાનો વિષય નથી જ ઝડપથી તેઓ સાજા થઇ જશે અને એકથી બે દિવસમાં તેઓ પરત ફરશે.
જસ્ટિસ એમ.આર.શાહે 19 જુલાઈ, 1982ના રોજ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ, ક્રિમિનલ, બંધારણીય, ટેક્સેશન, લેબર, સર્વિસ અને કંપની બાબતોમાં પ્રેક્ટિસ પણ કરી હતી. સાથે જ જમીન, બંધારણીય, શિક્ષણમાં વિશેષતા પણ મેળવી હતી. સુપ્રીમકોર્ટના જજ જસ્ટિસ મુકેશ કુમાર અશોકભાઈ શાહ એટલે કે એમ આર શાહ જુલાઈમાં એડવોકેટના રૂપમાં નામાંકિત થયા હતા અને તેમણે ગુજરાત હાઇકોર્ટમાં દિવાની,કરવેરા,અપરાધ,શ્રમ સેવા અને કંપનીના અલગ-અલગ કેસોમાં પ્રેક્ટિસ કરી હતી.
આ સિવાય એમ.આર શાહે જમીન સંવિધાનિક અને શિક્ષણમાં નિપુણતા પ્રાપ્ત કરી હતી. તેઓ 7 માર્ચ 2004 ના રોજ ગુજરાતની વડી અદાલતના અધિક ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા હતા. ત્યારબાદ જુનમાં સ્થાયી ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત થયા હતા. તેમણે 12 ઓગસ્ટ 2018ના રોજ પટના હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં નિયુક્ત થયા હતા અને ત્યારબાદ 2 નવેમ્બર 2018ના રોજ ભારતની સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટમાં નિયુક્ત કરાયા હતા. 64 વર્ષના જસ્ટિસ એમ.આર. શાહે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી છે, અને પછી SC ન્યાયાધીશ તરીકેનો ચાર્જ લેતા પહેલા પટના હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. શાહ 15 મે 2023ના રોજ નિવૃત્ત થવાના છે.