AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : પાડોશમાં રહેતા યુવકે સગીરા સાથે કર્યુ દુષ્કર્મ, સગીરાના મિત્રોને આ અંગે જણાવી કરી બદનામી, મામલો પોલીસ મથક પહોંચ્યો

13 જુલાઈના રોજ બનેલા બનાવ બાદ આરોપી અને ફરિયાદી એકબીજાથી અલગ રહેવા જતા રહ્યા હતા. જોકે આરોપીએ સગીરાનો પીછો નહીં છોડી તેના સ્કૂલમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ સગીરા સાથે કરેલા દુષ્કર્મ અંગે જાણકારી આપી હતી. જેથી સગીરાની સ્કૂલમાં બદનામી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો.

Ahmedabad : પાડોશમાં રહેતા યુવકે સગીરા સાથે કર્યુ દુષ્કર્મ, સગીરાના મિત્રોને આ અંગે જણાવી કરી બદનામી, મામલો પોલીસ મથક પહોંચ્યો
Harin Matravadia
| Edited By: | Updated on: Nov 28, 2024 | 1:32 PM
Share

અમદાવાદમાં સાબરમતી પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક યુવકે તેના જ પાડોશમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ કર્યુ હોવાની ઘટના સામે આવી છે. યુવકે સગીરા સાથે ઘણા સમય પહેલા દુષ્કર્મ આચર્યુ હતુ. જો કે સગીરાએ આ મામલે પોલીસ ફરિયાદ કરી ન હતી. બાદમાં યુવકે દુષ્કર્મની ઘટના અંગે સગીરાના મિત્રોને જણાવી બદનામી કરી .જે પછી સગીરા અને તેના પરિવારે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

દેવ નામનો વ્યક્તિ બન્યો દાનવ

દેવ નામના યુવકે ભૂતકાળમાં પાડોશમાં રહેતી સગીરાને હવસનો શિકાર બનાવી દાનવ જેવુ કૃત્ય કર્યુ હતુ. જોકે તે બાદ આરોપીએ સગીરાના અન્ય મિત્રોને આ વાતની જાણ કરતા, આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.જે પછી પોલીસે આરોપીને ઝડપી લીધો છે.

આરોપીએ સગીરાને આપી હતી ધમકી

સાબરમતી પોલીસે  દેવ ભાવસાર નામના આરોપીને ઝડપી લીધો છે. જેણે અગાઉ તેના પાડોશમાં રહેતી 14 વર્ષની સગીરાને હવસનો શિકાર બનાવી હતી. 13 જુલાઈના રોજ સગીરાને તેના ઘરે રસોઈના બહાને બોલાવી આરોપી દેવે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. સાથે જ ધમકી આપી હતી કે જો સગીરા આ અંગે કોઈને જાણ કરશે તો સગીરા અને તેની બહેનની હત્યા કરી નાખશે.જે તે સમયે સગીરાએ કોઈને જાણ ન કરી અને ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ હવે પોલીસને ફરિયાદ મળતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

અભયમ હેલ્પલાઇનની મદદથી નોંધાવી ફરિયાદ

13 જુલાઈના રોજ બનેલા બનાવ બાદ આરોપી અને ફરિયાદી એકબીજાથી અલગ રહેવા જતા રહ્યા હતા. જોકે આરોપીએ સગીરાનો પીછો નહીં છોડી તેના સ્કૂલમાં ભણતા અન્ય વિદ્યાર્થીઓને પણ સગીરા સાથે કરેલા દુષ્કર્મ અંગે જાણકારી આપી હતી. જેથી સગીરાની સ્કૂલમાં બદનામી થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. જે અંગે અભયમ હેલ્પલાઇનની મદદથી સગીરાના પરિવારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી.

સાબરમતી પોલીસે આરોપી દેવની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે આરોપી 23 વર્ષની ઉંમરનો છે અને ખાનગી કંપનીમા પટાવાળા તરીકે નોકરી કરે છે, સાથે જ આરોપીનો અન્ય કોઈ ગુનાહિત ભૂતકાળ છે કે કેમ તે જાણવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">