AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો આવ્યા અમદાવાદ, ગુજરાત ચૂંટણીમાં હારનું ઠીકરું પક્ષની નીતિ અને EVM પર ઢોળાયુ

Ahmedabad: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલી હારના કારણો જાણવા માટે કોંગ્રેસે રચેલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો અમદાવાદ આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના ઉમેદવારો અને જીતેલા પ્રતિનિધિઓ સાથે વન ટુ વન બેઠકો કરવામાં આવી, જેમા હારનું ઠીકરુ પક્ષની નીતિ અને EVM પર ફોડવામાં આવ્યુ.

કોંગ્રેસની ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો આવ્યા અમદાવાદ, ગુજરાત ચૂંટણીમાં હારનું ઠીકરું પક્ષની નીતિ અને EVM પર ઢોળાયુ
કોંગ્રેસ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ જાણ્યા હારના કારણો
Narendra Rathod
| Edited By: | Updated on: Jan 16, 2023 | 8:55 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મળેલ હારના કારણો જાણવા માટે કોંગ્રેસે રચેલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યો અમદાવાદ પહોંચ્યા. પ્રદેશ કાર્યાલય ખાતે અમદાવાદ શહેર-જિલ્લો અને ઉત્તર ગુજરાતના કોંગ્રેસના ઉમેદવારો અને જીતેલા પ્રતિનિધિઓ સાથે વન ટુ વન બેઠકો કરવામાં આવી. જ્યાં પક્ષની નીતિ અને ઈવીએમ પર હારનું ઠીકરું ફોડવામાં આવ્યું.

કોંગ્રેસ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ શરૂ કર્યો બેઠકોનો દૌર

વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ હાઈકમાન્ડ એ રચેલ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીના સભ્યોએ આજથી બે દિવસીય બેઠકોની શરૂઆત કરી. હાર માટેના સાચા કારણો સામે આવી શકે એ માટે કમિટીએ સામુહિક મળવાને બદલે ઉમેદવારો અને ધારાસભ્યો સાથે વન ટુ વન બેઠકો કરી હતી.

ઉમેદવારોએ ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ મુક્યા હારના કારણો

ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી સમક્ષ કોંગ્રેસની હારના કારણો રજૂ કરતા ઉમેદવારોએ જણાવ્યું કે કોંગ્રેસનું નબળું સંગઠન, બુથ મેનેજમેન્ટ તેમજ ભાજપે કરેલ બાહુબલ, ધનબળ અને સત્તાના દુરૂપયોગના કારણે હાર થઈ છે તો કેટલાક ઉમેદવારોએ દોષનો ટોપલો ઇવીએમ પર પણ ઠાલવ્યો હતો.

હાર માટે કેજરીવાલ ફેક્ટર પણ જવાબદાર ગણાવાયુ

ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ ઉમેદવારોને કોંગ્રેસના નેતાઓની સક્રિયતા અને ભૂમિકા અંગે પ્રશ્નો કરતા અનેક લોકોએ ફરિયાદ પણ કરી હતી. હારેલા ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલે જણાવ્યું કે પાર્ટી ગંભીર રીતે પરિણામનું વિમર્શ કરી રહી છે. કેજરીવાલના આવવાથી ભાજપ વિરોધી મતો બે ભાગમાં વહેંચાયા અને કોંગ્રેસને 50 બેઠકો પર નુકસાન થયું.

કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની ગેરહાજરી પણ હારનું એક કારણ

ભાજપના બંને મુખ્ય નેતાઓ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ચૂંટણી સમયે મોટાભાગે ગુજરાતમાં રહ્યા, જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ ગુજરાતમાં વધારે સમય આપવાની જરૂર હતી. કમિટીને અનેક જગ્યાઓ પરથી કોંગ્રેસના સંગઠન હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ કોંગ્રેસ ઉમેદવારને હરાવવા કામ કરી રહ્યા હોવાની ફરિયાદો પણ પ્રાપ્ત થઈ છે. જેમની સામે કાર્યવાહીની પણ માંગ ઉમેદવારોએ કરી હતી.

આ પણ વાંચો: Breaking News : આંતરિક ખટરાગમાં હવે વિપક્ષનું પદ પણ ગુમાવશે કોંગ્રેસ ! વિધાનસભામા વિપક્ષનું પદ ન મળે તેવા એંધાણ

દાણીલીમડા વિધાનસભા બેઠક પરથી વિજેતા શૈલેશ પરમારે જણાવ્યું કે પાર્ટી વિરુદ્ધ કામ કરનારને સસ્પેન્ડ કરવા જોઈએ, જો આ લોકોને સસ્પેન્ડ નહીં કરાય તો પાર્ટીને હજુ વધારે નુકસાન થઈ શકે છે, કોંગ્રેસે ફરીવાર સક્રિય થવું હશે તો કડક હાથે કામ લેવું જ પડશે. ફેક્ટ ફાઈન્ડિંગ કમિટી તમામ ઉમેદવારોને મળ્યા બાદ પોતાનો અહેવાલ તૈયાર કરી હાઈકમન્ડને સુપરત કરશે, જેના આધારે આગામી સમયે કોંગ્રેસની રણનીતિ અને ભૂલોને સુધારવા પ્રયત્નો શરૂ થશે.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">