અમદાવાદમાં નવી બની રહેલી RTO કચેરીમાં કેવી હશે સુવિધાઓ, વાંચો

Ahmedabad: સુભાષબ્રિજ ખાતે બની રહેલ નવી આરટીઓ કચેરી અધતન સુવિધાઓથી સજ્જ હશે. આરટીઓ કચેરી સ્ટેટ ઓફના આધારે બનાવાઈ રહી છે. નવી આરટીઓ કચેરીમાં લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓ પર ધ્યાન અપાયુ છે. આગામી વર્ષોને ધ્યાનમાં રાખીને કચેરીનો કોન્સેપ્ટ તૈયાર કરાયો છે.

અમદાવાદમાં નવી બની રહેલી RTO કચેરીમાં કેવી હશે સુવિધાઓ, વાંચો
બોગસ લાયસન્સનું કૌભાંડ ઝડપાયુ
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Nov 03, 2022 | 7:06 PM

અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે આવેલ RTO કચેરી રાજ્યની સૌથી મોટી અને આધુનિક કચેરી બનવા જઈ રહી છે. છેલ્લા ઘણા વર્ષોથી આ કચેરી જર્જરિત બની હતી. છેલ્લા એક વર્ષથી આ કચેરીને તોડીને નવી કચેરી બનાવવાનું કામ પૂરજોશ ચાલી રહ્યું છે. જે કચેરીમાં લોકોને લગતી તમામ પ્રકારની સુવિધાઓને તેમજ ટેકનોલોજી પર ધ્યાન આપીને બનાવાઈ રહી છે.

શું હશે નવી આરટીઓ કચેરીમાં સુવિધાઓ?

  1. નવી આરટીઓ કચેરી 40 કરોડના ખર્ચે બનાવાઈ રહી છે. નવી કચેરી ત્રણ માળની હશે.
  2. નવી કચેરીમાં  2000થી પણ વધુ લોકો બેસી શકે તેવી સુવિધા ઉભી કરાશે.
  3. અલગ અલગ વિભાગને લગતા કાઉન્ટરો હશે.
  4. વિશાળ પાર્કિંગ સુવિધાઓ હશે.
  5. ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
    સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
    Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
    Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
    આજનું રાશિફળ તારીખ : 19-01-2025
    Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
  6. પાર્કિંગમાં જમીન પર 161 ટુ-વ્હીલર અને 52 ફોર વ્હીલર જ્યારે બેઝમેન્ટમાં 362 ટુ-વ્હીલર અને 130 ફોરવ્હીલર આવે તે પ્રકારનું પાર્કિંગ બનાવવામાં આવશે.
  7. આરટીઓ કચેરીમાં ટેસ્ટીંગમાં પડતી સમસ્યા દૂર કરવા માટે ત્રણ નવા આધુનિક ઓટોમેટીક ટેસ્ટિંગ ટ્રેક બનાવવામાં આવશે. જેનાથી ટેસ્ટિંગની પ્રક્રિયા સરળ બનશે.
  8. એક વિશાળ કોન્ફરન્સ હોલ બનાવવામાં આવશે.
  9. આરટીઓ કચેરીમાં પાણીની, બેસવાની, શૌચાલયની સુવિધા હશે.
  10. વિવિધ કાઉન્ટરોની ઓફિસોની સેફટીને લગતી સુવિધાઓ પણ રાખવામાં આવશે.
  11. આરટીઓમાં અંદર એન્ટર થાઓ, ત્યારે ટોકન નંબર દેખાય તેમ જ વેટિંગ કેટલું છે તે જાણી શકાય તે માટે એલઈડી સ્ક્રીન મુકાશે.

આરટીઓ અધિકારીના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા આ નવી કચેરીનું કામ શરૂ કરાયું હતું. જે કચેરી આગામી 8થી 9 મહિનામાં બનીને તૈયાર થશે. નવી આરટીઓ કચેરીનું કામ કોરોનાને કારણે મંદ પડ્યું હતું, પરંતુ ફરી એકવાર પરિસ્થિતિમાં સુધારા થતાં આ કામે જોર પકડ્યું છે. જે કામ પૂર્ણ થતા RTOના કર્મચારીઓને નવી કચેરી મળી રહેશે તેમ જ લોકોને નવી સુવિધાઓ પણ મળી રહેશે એટલું જ નહીં, હાલમાં જે ઓફિસ ભાડે રાખીને આરટીઓનું કામ ચાલી રહ્યું છે તે ભાડાનો ખર્ચ પણ બચશે, જેના કારણે લોકોને વધુ સુવિધા આપવામાં સરળતા પણ રહેશે. ત્યારે જોવાનું એ રહે છે કે નક્કી કરેલી સમય મર્યાદામાં નવી આરટીઓ કચેરી બનીને તૈયાર થાય છે કે કેમ કે પછી લોકોને પડતી હાલાકી યથાવત રહે છે.

g clip-path="url(#clip0_868_265)">