Weather update: છોટા ઉદેપુર, અમદાવાદ, પાટણ અને તાપીમાં રાત્રે ઠંડીનો પારો જશે નીચો, જાણો તમારા શહેરમાં કેવો અનુભવાશે ઠંડીનો ચમકારો!
આગામી દિવસોમાં ત્યારે મોડી સાંજથી ઠંડા પવનોને કારણે ઠંડી લાગી રહી છે. દિવસ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શકયતા છે. ત્યારે હવામાન વિભાગ (IMD) દ્વારા આગાહી કરવામાં આવી છે કે નજીકના દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
રાજ્યમાં ધીરે ધીરે ઠંડી જામી રહી છે ત્યારે હવે દિવસ દરમિયાન ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. દાહોદ, ડાંગ મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં રાત્રિનું તાપમાન 20 ડિગ્રી થવાને કારણે ઠંડી વધારે લાગશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ત્યારે મોડી સાંજથી ઠંડા પવનોને કારણે ઠંડી લાગી રહી છે. દિવસ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શકયતા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે નજીકના દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. અમદાવાદમાં દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થશે ત્યારે રાત્રે હળવી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે.
અમરેલીમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. તો આણંદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન ડિગ્રી 21 અનુભવાશે. જ્યારે અરવલ્લીમાં પણ મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. જ્યારે બનાસકાંઠામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી અનુભવાશે. તો ભરૂચમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી અનુભવાશે. ભાવનગરમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 24 ડિગ્રી અનુભવાશે. જ્યારે બોટાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી ન્યૂનતમ તાપમાન 22 ડ઼િગ્રી રહેતા દિવસ રાત્રિના તાપમાનમાં મોટો ફરક જોવા મળશે. જ્યારે છોટા ઉદેપુરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનતમ તાપમાન 20 ડિગ્રી થશે જેના લીધે મોડી રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો અનુભવ થશે.
જૂનાગઢવાસીઓ કરશે શિયાળાનો અનુભવ
સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. તો ગીર સોમનાથમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી અનુભવાશે. જ્યારે જામનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 23 ડિગ્રી રહેશે. જ્યારે કચ્છમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા ન્યૂનત્તમ તાપમાન 27 ડિગ્રી રહેશે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે. તેથી સ્વાભાવિક રીતે જ પાટનગરમાં વધારે ઠંડકનો અનુભવ થશે. તો જૂનાગઢમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી અનુભવાશે અને ઠંડકનો અનુભવ થશે.
મહિસાગર જિલ્લામાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો કચ્છમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે નર્મદા જિલ્લાનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો રાજકોટ જિલ્લામાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે.
પાટણવાસીઓ કરશે ગુલાબી ઠંડીનો અનુભવ
પાટણમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તો ન્યૂનત્તમ તાપમાન 21 ડિગ્રી રહેતા મોડી સાંજથી ઠંડીનો ચમકારો અનુભવાશે. જ્યારે પચંમહાલમાં મહત્તમ તાપામન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપામાન 20 ડિગ્રી રહેશે. જ્યારે સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી રહેશે. જ્યારે વડોદરામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી રહેશે. જ્યારે વલસાડમાં મહત્તમ તાપામન 36 ડિગ્રી રહેશે. તેમજ લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેશે. જ્યારે તાપીમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી અને ન્યૂનત્તમ તાપમાન 20 ડિગ્રી રહેતા બેવડી ઋતુનો અનુભવ થશે.