AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રા નજીક આવતા પોલીસ સક્રિય, અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું

ACPના નેતૃત્વમાં સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ 13 ટિમો દ્વારા વહેલી સવારે 5 વાગે વિસ્તારમાં તડીપાર 59 આરોપીઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પોલીસે 14 આરોપીઓ પકડ્યા હતા. 3 દિવસ પહેલા પણ પોલીસે આ પ્રકારે કોમ્બીનગ કરીને 15 આરોપીઓને પકડી લીધા હતા

Rathyatra 2023 : અમદાવાદમાં રથયાત્રા નજીક આવતા પોલીસ સક્રિય, અલગ અલગ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું
Ahmedabad Rathyatra Police Combing
TV9 Gujarati
| Edited By: | Updated on: May 18, 2023 | 1:58 PM
Share

અમદાવાદમાં (Ahmedabad)  રથયાત્રા(Rathyatra)  નજીક આવતા પોલીસ સક્રિય થઈ છે. રથયાત્રા દરમ્યાન શાંતિ જળવાઈ રહે તેને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. રથયાત્રા અનુસંધાને શહેરમાં અલગ અલગ જગ્યાએ કોંબીંગ કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ઝોન 5 વિસ્તાર એટલેકે નિકોલ, બાપુનગર, રખિયાલ, ગોમતીપુર, અમરાઇવાડી, ખોખરા, ઓઢવ, રામોલ સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું.

65 માણસોની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી

જેમાં ઝોનના 8 પીઆઈ, 13 PSI અને 65 માણસોની ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. ACPના નેતૃત્વમાં સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. અલગ અલગ 13 ટીમો  દ્વારા વહેલી સવારે 5 વાગે વિસ્તારમાં તડીપાર 59 આરોપીઓની ત્યાં તપાસ કરવામાં આવી હતી. જેમાંથી પોલીસે 14 આરોપીઓ પકડ્યા હતા. 3 દિવસ પહેલા પણ પોલીસે આ પ્રકારે  કોમ્બિંગ  કરીને 15 આરોપીઓને પકડી લીધા હતા. પોલીસે અત્યાર સુધી કુલ 29 તડીપાર આરોપીઓને ઝડપી લેવાયા છે. બીજી તરફ ઝોન 5 પોલીસે 49 કેસ નાના મોટા હથિયાર રાખવા અંગે કરવામાં આવ્યા છે.

ભગવાન જગન્નાથજી આ વખતે રથયાત્રામાં નવા રથમાં બિરાજશે

ઉલ્લેખનીય છે કે, જગન્નાથજીના રથયાત્રાના દિવસો નજીક આવી રહ્યા છે અને ભક્તોનો ઉત્સાહ દિવસેને દિવસે વધી રહ્યો છે.. આ વર્ષે નાથ જ્યારે નગરચર્યાએ નીકળશે, ત્યારે જોવા મળશે નવા જ રંગો આ વર્ષે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ બદલાઈ રહ્યા છે.. ભગવાન જગન્નાથજી આ વખતે રથયાત્રામાં નવા રથમાં બિરાજશે.

ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય તેવો પ્રયાસ

જે માટે જમાલપુર મંદિર ખાતે રથ બનાવવાની કામગીરી પૂર જોશમાં ચાલી રહી છે.. હાલમાં રથનું સુથારી કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, અને હવે રથને રંગ કામ કરવામાં આવી રહ્યું છે.. જગન્નાથપુરીના રથના જેવા જ રંગો જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીના રથમાં આબેહૂબ રીતે કરવામાં આવે તે માટેનું આયોજન રંગ કામ કરતા કારીગરો દ્વારા કરાયું છે.. ભક્તો જ્યારે દર્શન કરે ત્યારે જગન્નાથપુરીની જ ઝાંખીનો અનુભવ થાય, તેવો પ્રયાસ છે.

આ વર્ષે નવા તૈયાર કરાયેલા આ રથના રંગોની વિશેષતા એ છે કે, તેને તડકામાં કે વરસાદમાં કોઈપણ પ્રકારે અસર થશે નહીં.. ભગવાનના નવા રથ 80 વર્ષ સુધી ચાલે તેવા તૈયાર કરાઈ રહ્યા છે.. પ્રશાસન દ્વારા 4 મહિનામાં રથ તૈયાર કરવા માટે સૂચન કરવામાં આવ્યું છે.. રથ બનાવવા માટે સાગના લાકડાંનો તેમજ પૈડાં બનાવવા માટે સિસમના લાકડાંનો ઉપયોગ કરાયો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(With Input, Harin Matravadia, Ahmedabad) 

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">