AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચિરાગ પટેલના રાજીનામા પાછળ રાજસ્થાન કનેક્શન ! અમિત ચાવડાએ કહ્યું- પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું

આરએસએસ સાથે સંકળાયેલ ચિરાગ પટેલે ધારાસભ્ય પદે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં સાથે જ તેમણે કોંગ્રેસની વિચારધારા, સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ પર આક્ષેપો કર્યા છે. જો કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે ચિરાગ પટેલ પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિત માટે ભાજપમાં જોડાયા છે.

ચિરાગ પટેલના રાજીનામા પાછળ રાજસ્થાન કનેક્શન ! અમિત ચાવડાએ કહ્યું- પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિતને મહત્વ આપ્યું
Congress MLA
Narendra Rathod
| Edited By: | Updated on: Dec 19, 2023 | 4:42 PM
Share

કોંગ્રેસના ખંભાત વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચિરાગ પટેલે ચૂંટાયાના એક વર્ષ બાદ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. જ્યારે કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામું આપે ત્યારે આક્ષેપ કરવામાં આવતા હોય છે કે ભાજપ સામ-દામ, દંડ-ભેદની રાજનીતિથી સભ્યોને ડરાવી તોડી રહ્યા છે. ફરી એકવાર ચિરાગ પટેલના રાજીનામા બાદ કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આક્ષેપ કર્યા છે કે, ચિરાગ પટેલ રાજસ્થાનમાં કારોબાર કરે છે. જ્યાં કોંગ્રેસ સરકાર ગયા બાદ તેમને ભાજપમાં જોડાવાનું નક્કી કર્યું.

આરએસએસ સાથે સંકળાયેલ ચિરાગ પટેલે ધારાસભ્ય પદે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાં સાથે જ તેમણે કોંગ્રેસની વિચારધારા, સંગઠન અને કેન્દ્રીય નેતૃત્વ પર આક્ષેપો કર્યા છે. જો કે, વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે, ચિરાગ પટેલ પ્રજાહિતને બાજુએ મૂકી આર્થિક હિત માટે ભાજપમાં જોડાયા છે. કારણ કે તેમની કંપની ગુજરાત અને રાજસ્થાનમાં સરકારી કોન્ટ્રાકટ ધરાવે છે.

રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર ગયા બાદ ભાજપ સરકારમાં કરોડો રૂપિયા ફસાય એવું લાગી રહ્યું હતું. જેના કારણે આર્થિક હિતને ધ્યાને લઇ તેમણે ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો. તેઓ કમલમની સ્ક્રીપ્ટ મુજબ કોંગ્રેસની વિચારધારા અને સંગઠન પર આક્ષેપો કરી રહ્યા છે, પરંતુ તેમણે આર્થિક હિતના કારણે પ્રજાએ પાંચ વર્ષ માટે આપેલ જનાદેશનો દ્રોહ કર્યો છે.

ચિરાગ પટેલના રાજસ્થાનમાં કરોડોના કોન્ટ્રાક્ટ

રાજીનામું આપનાર ધારાસભ્ય ચિરાગ પટેલ અને તેમના સહયોગીઓની પેઢી રાજસ્થાન અને ગુજરાતમાં મનપા, નગરપાલિકાઓમાં કરોડોના ડ્રેનેજ લાઇન અને સિંચાઈ માટેની લાઇનના કોન્ટ્રાકટ ધરાવે છે. થોડા સમય પૂર્વે રાજસ્થાનમાં કરોડોના બિલ પાસ નહોતા થઈ રહ્યા. હવે ભાજપની સરકાર આવ્યા બાદ ત્યાંના કરોડોના વ્યાપારને અસર થવાની ભીતિ સેવાઈ રહી હતી. સહયોગીઓના દબાણ અને આર્થિક હિતોને ધ્યાને રાખી તેમણે ભાજપમાં જવાનું પસંદ કર્યું હોવાની ચર્ચા થઈ રહી છે.

આ પણ વાંચો કોંગ્રેસ ભગવાન રામના નામ મુદ્દે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી – ચિરાગ પટેલ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">