કોંગ્રેસ ભગવાન રામના નામ મુદ્દે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી - ચિરાગ પટેલ

કોંગ્રેસ ભગવાન રામના નામ મુદ્દે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી – ચિરાગ પટેલ

Narendra Rathod
| Edited By: | Updated on: Dec 19, 2023 | 1:35 PM

ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે કોંગ્રેસને લઈ મોટું નિવેદન આપ્યુ છે. ચિરાગ પટેલે કોંગ્રેસ માંથી રાજીનામુ આપતાની સાથે જ રાજીનામું આપવાનું કારણ જણાવ્યુ છે. આ સાથે જ તેમણે અનેક ખુલાસાઓ પણ કર્યા છે.

કોંગ્રેસ પાર્ટીના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યુ છે. તો તેમણે રાજીનામું આપવાનું કારણ જણાવ્યુ છે. ચિરાગ પટેલે નિવેદન આપતા જણાવ્યુ છે કે મારા વિસ્તારની લાગણી રાષ્ટ્રહિત સાથે જોડાયેલી છે. અને જ્યારે રાષ્ટ્રવાદની વાત કરીએ ત્યારે કોંગ્રેસ પાર્ટી હંમેશા છેલ્લી જ હોય છે. આ સાથે જ જણાવ્યુ છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો ગુંગળામણ અનુભવી રહ્યા છે.

જેથી આગમી સમયમાં મારા અનેક સાથી મિત્રો રાજીનામું આપી શકે તેવી સંભાવના છે. તો આજ સુધી કોંગ્રેસ દ્વારા રામ મંદિર મામલે પણ કોઈ નિવેદન નથી આપ્યું.કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ કેન્દ્રની સ્વિચ પડવા મુજબ કામ કરે છે. કોંગ્રેસના સેન્ટ્રલના નેતાઓના હજુ પણ એસી હોલમાંથી બહાર આવતા નથી.આ ઉપરાંત કોંગ્રેસ પાર્ટી યુવા નેતાઓને પ્રોત્સાહન પણ આપતી નથી.તો આ સાથે જ ધારાસભ્ય ચિરાગ પટેલે જણાવ્યુ કે મારા મત વિસ્તારના લોકો કહેશે તો હું ફરી ચૂંટણી લડીશ અને ભાજપમાં જોડાઈશ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">