ચોમાસાની આતુરતાથી રાહ જોતા ખેડૂતો માટે શુભ સમાચાર, જાણો ક્યારથી સત્તાવાર રીતે બેસશે ચોમાસુ ?

ચોમાસાની આતુરતાથી રાહ જોતા ખેડૂતો માટે શુભ સમાચાર, જાણો ક્યારથી સત્તાવાર રીતે બેસશે ચોમાસુ ?
Monsoon 2022 (Symbolic Image)

દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ (rain) થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં (Gir Somnath)  પણ વરસાદી માહોલ રહેશે.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Jun 12, 2022 | 9:46 AM

ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાકમાં ચોમાસુ (Monsoon) પ્રવેશે તેવી શક્યતા છે.દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 24 કલાકમાં ધોધમાર વરસાદ (rain) થવાની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, રાજકોટ અને ગીર સોમનાથમાં(Gir Somnath)  પણ વરસાદી માહોલ રહેશે. રાજ્યના બે મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતા છે. રાજ્યના અન્ય ભાગમાં વાદળછાયું વાતાવરણ છવાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. સાથે જ અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન લોકોને વરસાદી માહોલથી ઠંડક અનુભવાશે.

નૈઋૃત્યનું ચોમાસું મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં આગળ વધ્યુ

નૈઋૃત્યનું ચોમાસું (monsoon) હાલમાં મધ્ય અરબી સમુદ્ર, કોંકણ, મુંબઈ સહિત, મધ્ય મહારાષ્ટ્રના (maharashtra) ભાગોમાં આગળ વધ્યું છે. મુંબઈમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની મુંબઈ મહાનગર પાલિકાએ જાહેરાત કરી છે. તો દક્ષિણ ભારતના કર્ણાટકના કેટલાક ભાગમાં પણ ચોમાસું પહોંચ્યું છે. જ્યારે તામિલનાડુ, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ માટે અનુકૂળ સ્થિતિ બની રહી છે. દેશના મોટા હિસ્સામાં ચોમાસા પાંચથી સાત દિવસમાં પહોંચે તેવી હવામાન વિભાગે(IMD)  આગાહી વ્યક્ત કરી છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati