Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક અતિભારે

Ahmedabad: રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિભારે છે. જેમાં સુરત, વલસાડ અને નવસારીમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.

Rain Forecast: આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત માટે આગામી 24 કલાક અતિભારે
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Jul 22, 2023 | 11:35 PM

Ahmedabad: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદ (Rain) પડવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે અતિભારે છે. જેમાં સુરત, વલસાડ અને નવસારીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. 24 કલાકમાં સુરત, વલસાડ, નવસારીમાં અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે. 24 કલાકમાં સૌથી વધુ નવસારીમાં વધુ વરસાદની પડવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડશે. જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. કોસ્ટલ કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર રિજિયનમાં ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા અને દક્ષિણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. આવતીકાલે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે.

24 જૂલાઈ બાદ વરસાદનું જોર ઘટશે

રાજ્યમાં 24 જૂલાઈ બાદ વરસાદનું જોર ઘટશે. જોકે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયા વરસાદની આગાહી છે. ત્રણ દિવસ બાદ વરસાદ નહિવત રહેશે. ઈસ્ટ વેસ્ટ ટ્રફ, મોન્સુન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ છે. જેના કારણે વરસાદની આગાહી છે. અત્યાર સુધી રાજ્યમાં 65 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વરસાદી સ્થિતિ વચ્ચે ફાયર બ્રિગેડને 20 જેટલ ઈમરજન્સી કોલ મળ્યા

આ તરફ વરસાદી સ્થિતિ વચ્ચે ફાયર બ્રિગેડને 20 જેટલા ઈમરજન્સી કોલ મળ્યા છે. શહેરમાં ભારે વરસાદ વચ્ચે NSG જવાન તેમની પત્ની અને 4 મહિનાની બાળકી સાથે ફસાયા હતા, વાળીનાથ ચોક પાસે રાજવી ઓપલ સ્કીમમાં ફસાયો આ જવાન પરિવાર ફસાયો હતો. અને સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ માગવામાં આવી હતી.

આ પણ વાંચો : Rain Video: ફરી એકવાર કહેવાતુ મેટ્રો સિટી બન્યુ જળમગ્ન, શહેરમાં માત્ર 30 ટકા વિસ્તારોમાં જ ડ્રેનેજની સુવિધા હોવાનો વિપક્ષના નેતાનો આરોપ

આ તરફ સાઉથ બોપલમાં ટ્રાન્સફરમાં આગ લાગવાનો બનાવ બન્યો. શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ પાસે ઝાડ પડવાનો બનાવ બન્યો. નરોડા રેલવે સ્ટેશન પાસે વીજપોલ પડવાનો બનાવ બન્ચો. અખબાર નગર અંડરપાસમાં બસ ફસાવાનો બનાવ બન્યો જ્યાં ડ્રાઇવર સહિત છ લોકોનું રેસ્ક્યું કરાયું. વિજય ચાર રસ્તા પાસે દુકાનમાં માણસ ફસાયો જેનું રેસ્ક્યુ કરાયું. બાપુનગર આસ્થા હોસ્પિટલ પાસે ઇલેક્ટ્રીક મીટરમાં આગ લાગી હતી. નરોડા મીની કાંકરિયા પાસે પાણીમાં વાહનો ફસાયા હતા. જમાલપુર કાચની મસ્જિદ પાસે ભૂવામાં ફરી એકવાર વ્યક્તિ પડ્યો હતો. બોપલમાં ગાડી ફસાયાનો કોલ મળ્યો હતો. જ્યારે નરોડા પાટિયા પાસે લાકડાના ગોડાઉનમાં આગ લાગી હતી. જુના વાડજ પાસે કેટલાક લોકો ફસાયાનો કોલ મળ્યો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">