Rain Video: ફરી એકવાર કહેવાતુ મેટ્રો સિટી બન્યુ જળમગ્ન, શહેરમાં માત્ર 30 ટકા વિસ્તારોમાં જ ડ્રેનેજની સુવિધા હોવાનો વિપક્ષના નેતાનો આરોપ

Ahmedabad ફરી એકવાર અમદાવાદ શહેરે જળબંબાકાર બન્યુ છે. શહેરનો એકપણ વિસ્તાર એવો બચ્યો નથી. જ્યાં ઘૂંટણસમા પાણી ન ભરાયા હોય. શહેરના પોશ વિસ્તારો હોય કે પૂર્વના વિસ્તારો દરેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ છે.

Rain Video: ફરી એકવાર કહેવાતુ મેટ્રો સિટી બન્યુ જળમગ્ન, શહેરમાં માત્ર 30 ટકા વિસ્તારોમાં જ ડ્રેનેજની સુવિધા હોવાનો વિપક્ષના નેતાનો આરોપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2023 | 10:51 PM

Ahmedabad: અમદાવાદમાં શનિવારની સાંજથી શરૂ થયેલા વરસાદમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. મેટ્રો સિટીની હાલત જળબંબાકાર બની છે. અમદાવાદમાં એસજી હાઈવે હોય કે ઈસ્કોન ચાર રસ્તા વિસ્તાર કે ગોતા સહિતના તમામ વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ફરજિયાત લોકોને ચાલીને જવાની ફરજ પડી રહી છે. પીક ટાઈમ હોવાથી લોકો ઘરે જઈ રહ્યા હતા એ સમયે જ લોકો પાણી વચ્ચે ફસાયા હતા અને મહામહેનતે ઘરે પહોંચવાની જહેમત કરતા જોવા મળ્યા હતા. દર વરસાદે શહેર જળમગ્ન (Waterlogging) બને છે અને આ જ પ્રકારે પાણીમાં લોકોને પારાવાર હાલાકી સહન કરવી પડે છે.

અમદાવાદમાં 980 કિલોમીટરના એરિયામાં જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજ નખાઈ – શહેઝાદ ખાન પઠાણ

કોર્પોરેશનના વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે આક્ષેપ કર્યો કે ભાજપની સરકારમાં સ્માર્ટ સિટી અમદાવાદ વોટરસિટી બની ગયુ છે. શહેરમાં 2700 કિલોમીટરના રોડ બન્યા છે અને 980 કિલોમીટરના એરિયામાં જ માત્ર સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે. માત્ર 30 ટકા વિસ્તારમાં જ સ્ટ્રોમ વોટરની લાઈનો છે. જો ડ્રેનેજની સુવિધા જ ન રખાઈ હોય તે પાણીનો નિકાલ કેવી રીતે થાય તે મોટો સવાલ છે.

17 વર્ષમાં કોર્પોરેશન નક્કર ડ્રેનેજની સુવિધા પણ ન આપી શકી

શહેઝાદ ખાને એ પણ આરોપ લગાવ્યો કે છેલ્લા 17 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સુવિધાના નામે શહેરની જનતાને નક્કર સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સુવિધા પણ આપી શકી નથી. માત્ર ત્રણ થી ચાર ઈંચ વરસાદમાં જ સમગ્ર અમદાવાદ શહેર ડૂબી જાય છે. દરેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. પ્રિમોન્સુન કામગીરીના લીરેલીરા ઉડી રહ્યા છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

સુવિધાના નામે કોર્પોરેશન દ્વારા જનતા સાથે ઝોલ

એકતરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવો દાવો કરી રહ્યા છે કે કોર્પોરેશનના કર્મચારીઓ રસ્તા પર ઉતરી પડ્યા છે અને તમામ વિસ્તારોમાં ફરીને પાણીના નિકાલની વ્યવસ્થા માટે તેઓ કામે લાગી ચુક્યા છે. આ અંગે પણ શહેઝાદ ખાન પઠાણે આરોપ લગાવ્યો કે દર મહિને 535 મંડળી ગટર અને કેચપિટની સાફસફાઈ માટે ચલાવવામાં આવે છે. જો આ 535 મંડળી બરાબર કામ કરતી તો આજે અમદાવાદની આ હાલત ન થતી. ચેરમેન જણાવે છે કે સમગ્ર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સ્ટાફ માર્ગો પર ઉતરી ચુક્યો છે પરંતુ જો ચેરમેને એક મહિના પહેલા શહેરની તમામ ગટરો અને નાળા સાફ કરાવ્યા હોત તો આજે આટલા પાણી ભરાવાની સમસ્યા ન સર્જાઈ હોત.

આ પણ વાંચો : Breaking News: અમદાવાદ એરપોર્ટના રન-વે પર પણ વરસાદી પાણી ભરાયા, અનેક વિમાનો ડાયવર્ટ કરાયા

શહેરમાં માત્ર 30 ટકા વિસ્તારોમાં જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સુવિધા

દર વર્ષે કોર્પોરેશન દાવો કરે છે કે ડ્રેનેજમાં 100 ટકા સ્ટ્રોમ વોટર નેટવર્ક લગાવેલુ છે. પરંતુ વાસ્તવિક્તા એ છે કે અમદાવાદ શહેરના સૌથી વધુ પોશ ગણાતા વિસ્તારોમાં જેની ગણના થાય છે એ સિંધુ ભવન કે એસ જી હાઈવે પણ નજીવા વરસાદમાં જ જળમગ્ન બની જાય છે. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. વિપક્ષ નેતાના આરોપ મુજબ શહેરમાં 100 ટકા નહીં પરંતુ 30 ટકામાં જ સ્ટ્રોમ વોટર ડ્રેનેજની સુવિધા છે.

Input Credit- Sachin Patil- Ahmedabad

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">