AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News : જોધપુર-અમદાવાદ અને ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો અનેક શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે જે યાત્રીઓને વિશ્વસ્તરીય આરામદાયક મુસાફરીનો અનુભવ અને કવચ ટેકનોલોજી સહિત અદ્યતન સલામતી સુવિધાઓ પ્રદાન કરશે. દરેક ટ્રેનને 160 કિ.મી.પ્રતિ કલાકની ગતિ માટે સંપૂર્ણ સસ્પેન્ડેડ ટ્રેક્શન મોટર્સ ધરાવતી બોગી આપવામાં આવી છે.

Railway News : જોધપુર-અમદાવાદ અને ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ
Jodhpur Ahmedabad Vande Bharat Express Train
Darshal Raval
| Edited By: | Updated on: Jul 07, 2023 | 10:38 PM
Share

Ahmedabad: ભારતીય રેલવે આજે એક ઐતિહાસિક દિવસનો સાક્ષી બન્યું જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Modi)ઉત્તર પ્રદેશના ગોરખપુર સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના(Vande Bharat Express)બે નવા અને અપગ્રેડેડ વર્ઝનને લીલી ઝંડી બતાવી. આરામદાયક અને ઉત્કૃષ્ટ રેલ યાત્રાના અનુભવના નવા યુગની શરૂઆત કરતા બે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો ગોરખપુર- લખનૌ વાયા અયોધ્યા અને જોધપુર- અમદાવાદ (સાબરમતી) વચ્ચે દોડી રહી છે.

આજે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાયેલ આ વંદે ભારત ટ્રેનો રાજ્યની રાજધાનીઓ અને અન્ય શહેરો વચ્ચે કનેક્ટિવિટી સુધારશે, યાત્રાનો સમય ઘટાડશે અને યાત્રીઓની સુવિધામાં વધારો કરશે. આ વંદે ભારત ટ્રેનો આપણા રાષ્ટ્રના દરેક ખૂણે ન્યુ ઈન્ડિયા – વિકસિત ભારતનો સંદેશ લઈને જઈ રહી છે.

ગોરખપુર-લખનૌ વંદે ભારત એક્સપ્રેસ

ઉત્તર પ્રદેશની બીજી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ગોરખપુરથી ઉપડશે અને તે જ દિવસે લખનૌ પહોંચશે. બસ્તી અને અયોધ્યામાં સ્ટોપેજ સાથે, વંદે ભારત ટ્રેનના સંચાલનથી ગોરખપુર અને લખનૌ અને નજીકના ધાર્મિક સ્થળો અને પ્રવાસન સ્થળોની કનેક્ટિવિટી વધશે, સાથે જ પ્રદેશનો સર્વાંગી વિકાસ પણ થશે. આ રુટ ધાર્મિક નગરો વચ્ચે કનેક્ટિવિટીની લાંબા સમયની માંગને પણ પૂર્ણ કરશે.

જોધપુર – અમદાવાદ (સાબરમતી)

રાજસ્થાનની જોધપુર-અમદાવાદ (સાબરમતી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન જોધપુર રેલ્વે સ્ટેશનથી ઉપડશે અને તે જ દિવસે અમદાવાદ (સાબરમતી) સ્ટેશન પહોંચશે. માર્ગમાં પાલી મારવાડ, રાણકપુર, આબુ રોડ, પાલનપુર અને મહેસાણા ખાતે સ્ટોપેજ કરશે, તે સરળ અને ઝડપી યાત્રાની સુવિધા આપશે અને આ પ્રદેશોની સંસ્કૃતિ, પર્યટન અને તીર્થસ્થાનોને જોડવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બનશે. વંદે ભારત એક્સપ્રેસ એક સુખદ અને બહેતર રેલ યાત્રાનો અનુભવ પણ પ્રદાન કરશે.

વડાપ્રધાને ગોરખપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસનો શિલાન્યાસ પણ કર્યો હતો. આ સ્ટેશનને લગભગ રૂ.498 કરોડના ખર્ચે પુનઃવિકાસિત કરવામાં આવશે. અને વિશ્વસ્તરીય યાત્રી સુવિધાઓ પૂરી પાડશે.

સલામત યાત્રા અને ઉત્કૃષ્ટ આરામની ખાતરી

વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો અનેક શ્રેષ્ઠ સુવિધાઓ પ્રદાન કરે છે જે યાત્રીઓને વિશ્વસ્તરીય આરામદાયક મુસાફરીનો અનુભવ અને કવચ ટેકનોલોજી સહિત અદ્યતન સલામતી સુવિધાઓ પ્રદાન કરશે. દરેક ટ્રેનને 160 કિ.મી.પ્રતિ કલાકની ગતિ માટે સંપૂર્ણ સસ્પેન્ડેડ ટ્રેક્શન મોટર્સ ધરાવતી બોગી આપવામાં આવી છે. અદ્યતન સસ્પેન્શન સિસ્ટમ યાત્રીઓ માટે સરળ અને સલામત યાત્રા અને ઉત્કૃષ્ટ આરામની ખાતરી આપે છે.

આ ટ્રેનને પાવર કાર સાથે ડિસ્પેન્ડીંગ કરીને અને અદ્યતન રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ સાથે લગભગ 30% વીજળીની બચત કરીને ભારતીય રેલવેના ગ્રીન ફૂટપ્રિન્ટને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ગોરખપુરના સાંસદ રવિ કિશન શુક્લા, જનપ્રતિનિધિઓ અને વિશેષ અતિથિઓ પણ સ્થળ પર હાજર હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
g clip-path="url(#clip0_868_265)">