AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News : ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બુધવાર સિવાય દરરોજ દોડશે

મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી બુધવાર સિવાય સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર નાં રોજ અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

Railway News : ગાંધીનગર કેપિટલ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બુધવાર સિવાય દરરોજ દોડશે
Vande Bharat Express Gandhinagar
Darshal Raval
| Edited By: | Updated on: May 31, 2023 | 7:36 AM
Share

Ahmedabad : પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. કે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી રવિવારના બદલે બુધવારના રોજ દોડશે નહીં. આ માહિતી આપતા મંડળ રેલ પ્રવક્તાએ જણાવ્યું હતું કે ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ-ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન તાત્કાલિક અસરથી બુધવાર સિવાય સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર નાં રોજ અઠવાડિયામાં 6 દિવસ દોડશે.

અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે

આ ઉપરાંત અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે. ઉત્તર પૂર્વ રેલવે ના ઔંડિયાર-ભટની સેક્શન પર પેચ ડબલિંગ કાર્ય અને ઔંડિયાર સ્ટેશન યાર્ડ રિમોડલિંગ હેતુ નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન પરિવર્તિત માર્ગ પર દોડશે.

ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ ટ્રેન તારીખ 2,3,6,7,9,10,14,15, 16,17 અને 18 જૂન 2023 ના રોજ તેના નિર્ધારિત માર્ગ વારાણસી-ઔંડિયાર-મઉ જંકશનને બદલે પરિવર્તિત માર્ગ વાયા વારાણસી-શાહગંજ-મઉ થઈને ચાલશે.

નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે

જ્યારે નબીપુર – વરેડિયા વિભાગ વચ્ચે અવરોધિત થવાને કારણે થોડી WR ટ્રેનો પ્રભાવિત થશે. જેમાં બ્રિજ નંબર 520 ના મજબૂતીકરણ ની કામગીરી હાથ ધરવા માટે બુધવાર 31 મે ના રોજ નબીપુર – વરેડિયા સેક્શન વચ્ચે ડાઉન લાઇન પર એક બ્લોક હાથ ધરવામાં આવશે. આ કાર્યના અમલીકરણને કારણે પશ્ચિમ રેલવેની થોડી ટ્રેનો અસર પામે છે.

ટ્રેનો આંશિક રદ

ટ્રેન નંબર 09161 વલસાડ – વડોદરા પેસેન્જર સ્પેશિયલ, 31મી મે 2023ની ભરૂચ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 31મી મે 2023ની ટ્રેન નંબર 09162 વડોદરા – વલસાડ પેસેન્જર સ્પેશિયલ, વડોદરા અને ભરૂચ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 31મી મે 2023ની ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ ગુજરાત એક્સપ્રેસ, ભરૂચ અને અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ રહેશે. 31મી મે 2023ની ટ્રેન નંબર 19034 અમદાવાદ – વલસાડ એક્સપ્રેસ, અમદાવાદ અને વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ટ્રેનોનું નિયમન

ટ્રેન નંબર 12656 પુરાતચી થલાઈવર ડૉ. એમ.જી. રામચંદ્રન સેન્ટ્રલ – અમદાવાદ નવજીવન એક્સપ્રેસ 00.45 મિનિટ દ્વારા રેગ્યુલેટ કરવામાં આવશે. મુસાફરોએ તેની નોંધ લેવા વિનંતી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">