AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway News: પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે

Railway News: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને તેમની માંગને પહોંચી વળવા માટે મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Railway News: પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે
ભારતીય રેલવે (સાંકેતિક ફોટો)
Darshal Raval
| Edited By: | Updated on: Feb 20, 2023 | 10:09 PM
Share

પશ્ચિમ રેલવે મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી અને અમદાવાદ -પટના વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. મુસાફરોની સુવિધા માટે  મુંબઈ સેન્ટ્રલ-ભગત કી કોઠી અને અમદાવાદ-પટના સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નંબર 09093/09094 મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી સાપ્તાહિક વિશેષ (02 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09093 મુંબઈ સેન્ટ્રલ – ભગત કી કોઠી સ્પેશિયલ શનિવારે 4 માર્ચ, 2023ના રોજ 09.30 કલાકે મુંબઈ સેન્ટ્રલથી ઉપડશે અને બીજા દિવસે 09.30 કલાકે ભગત કી કોઠી પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09094 ભગત કી કોઠી – મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ રવિવાર, 5મી માર્ચ, 2023ના રોજ ભગત કી કોઠી થી 12.15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 11.45 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ, ભીલવાડા, વિજયનગર, નસીરાબાદ, અજમેર, બ્યાવર, મારવાડ, પાલી મારવાડ અને લુણી સ્ટેશન પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

2) ટ્રેન નંબર 09417/09418 અમદાવાદ-પટના સાપ્તાહિક સ્પેશિયલ (02 ટ્રીપ્સ)

ટ્રેન નંબર 09417 અમદાવાદ-પટના સ્પેશિયલ અમદાવાદથી સોમવાર, 6 માર્ચ, 2023ના રોજ 09.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21.05 કલાકે પટના પહોંચશે. એ જ રીતે ટ્રેન નંબર 09418 પટના-અમદાવાદ સ્પેશિયલ, મંગળવાર, 7 માર્ચ, 2023ના રોજ પટનાથી 23.45 કલાકે ઉપડશે અને ગુરુવારે 11.20 કલાકે અમદાવાદ પહોંચશે.

આ ટ્રેન બંને દિશાઓમાં નડિયાદ, છાયાપુરી, રતલામ, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, ભરતપુર, અછનેરા, મથુરા, કાસગંજ, ફરુખાબાદ, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, સુલતાનપુર, જૌનપુર સિટી, વારાણસી, પં. દીન દયાલ ઉપાધ્યાય, બક્સર, અરાહ અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર અને સેકન્ડ ક્લાસ જનરલ કોચ હશે.

આ પણ વાંચો: Railway News: પશ્ચિમ મધ્ય રેલવેના બયાના સ્ટેશન પર નોન-ઈન્ટરલોકીંગને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો પરિવર્તિત માર્ગ પર દોડશે

ટ્રેન નંબર 09093 અને 09147 માટેનું બુકિંગ 22મી ફેબ્રુઆરી, 2023થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખોલશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">