AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Railway news: 4 સપ્ટેમ્બરથી અમદાવાદ-હાવડા ટ્રેન ફરી દોડશે, જબલપુરમાં ઇન્ટરલોકિંગને કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા

પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર (Jabalpur) મંડળના કટની-બીના સેક્શન પર ઇસરવાડા-નરયાવલી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે.

Railway news: 4 સપ્ટેમ્બરથી અમદાવાદ-હાવડા ટ્રેન ફરી દોડશે, જબલપુરમાં ઇન્ટરલોકિંગને કારણે કેટલીક ટ્રેનોના રૂટ બદલાયા
અમદાવાદ-હાવરા એક્સપ્રેસ 4 સપ્ટેમ્બરથી ફરી દોડશે ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 12:01 PM
Share

પશ્ચિમ રેલવે  (Western Railway) દ્વારા ટ્રેન નંબર 12833/12834 અમદાવાદ-હાવડા-અમદાવાદ એક્સપ્રેસને (Ahmedabad-Howrah Express) 04 સપ્ટેમ્બર 2022થી પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. પૂર્વમાં આ ટ્રેન, દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં નાગપુર ડિવિઝનના કચેવાની સ્ટેશન પર ડબલ ટ્રેકના કામ હેઠળ ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ કામ માટે બ્લોક  (Block) હોવાને કારણે 30.08.2022 થી 04.09.2022 સુધી રદ કરવામાં આવી હતી. પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર (Jabalpur) મંડળના કટની-બીના સેક્શન પર ઇસરવાડા-નરયાવલી સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કનેક્ટિવિટી સંબંધિત નોન-ઇન્ટરલોકિંગ કાર્યને કારણે, અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે.

જબલપુર મંડળમાં નોન ઈન્ટરલોકીંગ કાર્ય ને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનો બદલાયેલા રૂટ પર દોડશે જેની વિગતો આ મુજબ છે

  1. 02 અને 03 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19489 અમદાવાદ-ગોરખપુર એક્સપ્રેસ સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  2. 01 અને 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19490 ગોરખપુર-અમદાવાદ એક્સપ્રેસ કટની-જબલપુર-ઈટારસી-ભોપાલ-સંત હિરદારામ નગર થઈને રૂપાંતરિત રૂટથી ચાલશે.
  3. 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 15560 અમદાવાદ-દરભંગા અંત્યોદય એક્સપ્રેસ સંત હિરદારામ નગર-ભોપાલ-ઈટારસી-જબલપુર-કટની થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  4. 02 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 11466 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુર-ઈટારસી-ભોપાલ થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે.
  5. 03 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 11465 સોમનાથ જબલપુર એક્સપ્રેસ ભોપાલ-ઈટારસી-જબલપુર થઈને રૂપાંતરિત રૂટ પર દોડશે

ફિરોઝપુર મંડળ પર નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે

ઉત્તર રેલવેના ફિરોઝપુર મંડળના બાડીબ્રાહ્મણ સ્ટેશન પર સેટેલાઇટ ટર્મિનલના વિકાસ માટે નોનઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ મંડળની કેટલીક ટ્રેનોને અસર થશે. જેની વિગતો નીચે મુજબ છે.

  1. 06 થી 12 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 19223 અમદાવાદ-જમ્મુતવી એક્સપ્રેસ ટ્રેન પઠાણકોટ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
  2. 11 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19107 ભાવનગર-ઉધમપુર એક્સપ્રેસ જલંધર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
  3. 11 સપ્ટેમ્બર 2022સુધી ટ્રેન નંબર 194115 અમદાવાદ-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા એક્સપ્રેસ ટ્રેન ફિરોઝપુર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.

શોર્ટ ટર્મિનેટ

  1. 07 થી 13 સપ્ટેમ્બર 2022 સુધી ટ્રેન નંબર 19224 જમ્મુતવી-અમદાવાદ એક્સપ્રેસ પઠાણકોટ સ્ટેશનથી ઉપડશે
  2. 12 સપ્ટેમ્બર 2022 ટ્રેન નંબર 19108 ઉધમપુર-ભાવનગર એક્સપ્રેસ જલંધર સ્ટેશનથી ઉપડશે.
  3. 13 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 19416 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-અમદાવાદ એક્સપ્રેસ ફિરોઝપુર સ્ટેશનથી ઉપડશે

રેગ્યુલેટ ટ્રેનો

  1. 08 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 12474 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-ગાંધીધામ એક્સપ્રેસ 60 મિનિટ માટે રેગ્યુલેટ કરવામાં આવશે.
  2. 12 સપ્ટેમ્બર 2022ની ટ્રેન નંબર 12476 શ્રી માતા વૈષ્ણોદેવી કટરા-હાપા એક્સપ્રેસ બે કલાક માટે રેગ્યુલેટ કરવામાં આવશે.

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">