વર્ષ 2025 ને ખાસ બનાવવા તૈયાર છો? નાતાલ અને ન્યૂ યર વેકેશનમાં ફરવા જવું હોય, તો આ 7 જગ્યા તમારા માટે જ છે
વર્ષનો છેલ્લો મહિનો હંમેશા રોમાંચક હોય છે. ડિસેમ્બરની ઠંડી હવામાં જેમ જેમ ક્રિસમસ આવે છે અને નવા વર્ષના સપનાઓ દેખાવા લાગે છે, તેમ તેમ ભારતભરના શહેરોમાં ભીડ ઉમટી પડે છે.

ડિસેમ્બરમાં લોકો નવા વર્ષને યાદગાર બનાવવા માટે ટ્રિપ પર જવાનું પસંદ કરે છે. લોકો એવા સ્થળોએ જવાનું પસંદ કરે છે, જ્યાં ફક્ત ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી જ નહીં પરંતુ વેકેશન પણ મનાવી શકે. આ વર્ષે 2025 માં ક્રિસમસ અને નવા વર્ષની રજાઓ માટે ભારતમાં ઘણા સ્થળો એવા છે, જે અલગ અલગ વાઇબ્સ આપે છે.
આ 7 સ્થળ પરફેક્ટ
ગોવા: નાતાલની ઉજવણી અને નવું વર્ષ ઉજવવા માટે ગોવા શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. ભારતમાં ડિસેમ્બરમાં આરામદાયક રજાઓ માટે ગોવા પ્રથમ સ્થળ છે, જે લોકોની નજરે આવે છે. નાતાલની પૂર્વ સંધ્યાએ ચર્ચની લાઇટ્સ અદભૂત હોય છે. દિવસ દરમિયાન પ્રાર્થના સભા યોજવામાં આવે છે અને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ શાનદાર બીચ પાર્ટીઓનું આયોજન કરવામાં આવે છે. ક્રૂઝ પાર્ટી, બીચ પર સ્વાદિષ્ટ ભોજન અને મનોરંજક સમય તમારી સફરને યાદગાર બનાવશે. ગોવામાં દરેક સેકન્ડ ઉત્સવ જેવો લાગે છે.
શિમલા: વાત એમ છે કે, જ્યારે શિયાળામાં હિલ સ્ટેશનની મુસાફરીની વાત આવે છે, ત્યારે હિમાચલ પ્રદેશનું શિમલા સૌથી પહેલું નામ લોકોના ધ્યાનમાં આવે છે. શિમલા સૌથી લોકપ્રિય હિલ સ્ટેશન છે અને ડિસેમ્બરમાં તે બરફથી ઢંકાયેલું હોય છે. જો તમે ક્રિસમસનો અદભૂત અનુભવ શોધી રહ્યા છો, તો શિમલાનો મોલ રોડ, મશોબ્રાની શાંત ટેકરીઓ અને કુફરીનો બરફ તમને મોજ કરાવી દેશે.
આંદામાન અને નિકોબાર: જો તમે ભીડથી દૂર શાંતિપૂર્ણ નવું વર્ષ ઉજવવાનું વિચારી રહ્યા છો, તો આંદામાન અને નિકોબાર ટાપુ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. શિયાળામાં અહીંયા હેવલોક ટાપુના સફેદ દરિયાકિનારા ડિસેમ્બરમાં ગરમીનો અનુભવ આપે છે. તમે સ્કુબા ડાઇવિંગ અને સનસેટ કાયાકિંગનો આનંદ માણી શકો છો.
મનાલી: ડિસેમ્બરમાં રોમાંચ, બરફ અને સ્ટાઇલિશ નવા વર્ષની પાર્ટી માટે મનાલી એક બેસ્ટ સ્થળ છે. અહીં થોડી ભીડ હોય છે પરંતુ વાતાવરણ અદ્ભુત હોય છે. બરફમાં બોનફાયર, કાફે કલ્ચર અને નવા વર્ષમાં પાર્ટીનું કોમ્બિનેશન એ જોવાલાયક છે. સોલાંગ વેલીમાં એડવેન્ચર સ્પોર્ટ્સની પ્રવૃત્તિનો આનંદ માણી શકાય છે અને ઓલ્ડ મનાલીમાં કાફે તેમજ લાઇવ સંગીતનો આનંદ માણી શકાય છે.
પોંડિચેરી: પોંડિચેરી એક ફેમસ ક્રિસમસ વાતાવરણ અને દરિયા કિનારે નવા વર્ષની ઉજવણી માટેનું યોગ્ય સ્થળ છે. અહીં ક્રિસમસનો નજારો ખરેખર સુંદર હોય છે. પીળા ઘરો, ચર્ચની લાઇટ્સ, સમુદ્રની પવન અને નવા વર્ષની પાર્ટીનું કોમ્બિનેશન તમારા વેકેશનને યાદગાર બનાવે છે.
જયપુર: ન્યુ યર ઉજવવા માટે જયપુર એક ઉત્તમ સ્થળ છે. ડિસેમ્બરમાં ગુલાબી શહેર રંગો અને રોશનીથી ઝગમગતા હોય છે. હેરિટેજ હોટલોમાં રોયલ ગેટ ટુગેધર, ક્રિસમસ ફૂડ ઈવેન્ટ, સાંસ્કૃતિક રાત્રિ અને નાહરગઢથી નવા વર્ષની આતિશબાજી જોવાથી અનુભવ વધુ ખાસ બને છે.
વાયનાડ: વાયનાડ એ પ્રકૃતિની વચ્ચે મધુર અને ભાવનાત્મક ન્યુ યરની ઉજવણી માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. જો તમે નવા વર્ષની શરૂઆત શાંતિથી અને લાઉડ મ્યુઝિકથી ઉજવવા માંગતા હોવ, તો વાયનાડ એક બેસ્ટ વિકલ્પ છે. અહીં ધોધ, કોફીના બગીચા અને ટ્રીહાઉસ તમારા દિવસને ખાસ બનાવી શકે છે.
