AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરનો વિરોધ, 8 સોસાયટીના સ્થાનિકોએ UGVCL કચેરીમાં કર્યો હલ્લાબોલ – Video

અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. 8 સોસાયટીમાં સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટર દૂર કરવાની માગને લઈને સ્થાનિકોએ UGVCL કચેરીનો ઘેરાવ કર્યો. સ્થાનિકોનો આક્ષેપ છે કે જાણ વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2024 | 5:12 PM
Share

અમદાવાદના નવા નરોડામાં સ્માર્ટ મીટરને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નવા નરોડાની 8થી વધુ સોસાયટીમાં રહીશો વિરોધ નોંધાવી રહ્યા છે. રહીશોની જાણ વગર સ્માર્ટ મીટર લગાવ્યા હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે. સાથે આ સ્માર્ટ મીટરના કારણે વધુ બીલ આવતુ હોવાનુ પણ રહીશો જણાવી રહ્યા છે. જેના ભાગ રૂપે સ્થાનિકોએ સામુહીક રીતે યુજીવીસીએલની કચેરીએ પહોંચી વિરોધ નોંધાવ્યો. સાથે તાત્કાલિક સ્માર્ટ મીટર હટાવી જૂના મીટર લગાવવાની માગ કરી.

સ્થાનિકોને જાણ કર્યા વગર જ સ્માર્ટ મીટર લગાવી દેવાનો આક્ષેપ

સ્થાનિકોનો આક્ષેપ છે છેલ્લા ત્રણ દિવસથી સતત તેઓ સ્માર્ટ મીટર સામે વિરોધ કરી રહ્યા છે. છતા કોઈ જવાબ આપતુ નથી. સ્થાનિકોનુ કહેવુ છે કે ત્રણ દિવસથી જીઈબીના ધક્કા ખાઈએ છીએ. પરંતુ જીઈબીના કર્મચારીઓ લાઈટ-પંખા બધુ બંધ કરી ગરમીમાં ઉભા રાખે છે. સ્થાનિકોનો સવાલ છે કે સ્માર્ટ મીટર લગાવી તો દીધા, તો 7-7 દિવસનું બિલ કોણ ભરશે. અન્ય એક સ્થાનિક મહિલા જણાવે છે કે કોઈ જાણ કર્યા વિના સીધેસીધા સ્માર્ટ મીટર લગાવી દીધા છે અને એક મહિનાથી બહાર છે છતા માઈનસમાં બિલ આવ્યુ છે અને જીઈબીના કર્મચારીઓ માત્ર સાંત્વના આપી રહ્યા છે કે તમારી લાઈટ નહીં કપાય. પરંતુ ઓનલાઈન કટ કરી દે છે. સ્થાનિકોની માગ છે કે અમારે સ્માર્ટ મીટર નથી જોઈતા. અમને પહેલાવાળા જુના મીટર લગાવી આપો.

સ્માર્ટ મીટરમાં બિલ વધુ આવતુ હોવાની વાતને UGVCLના સત્તાધીશે ગેરમાન્યતા ગણાવી

સ્થાનિકોના વિરોધને લઈને UGVCLના સત્તાધીશો દ્વારા સ્માર્ટ મીટરથી બીલ વધુ આવતુ હોવાની વાતને ગેરમાન્યતા ગણાવી છે. સાથે હાલમાં પોસ્ટ પેઈડ બીલ આવશે તેવુ પણ જણાવવામાં આવ્યુ.જો આ મીટર યથાવત રહેશે. યુજીવીસીએલના કર્મચારીનું કહેવુ છે કે હમણા નમૂના તરીકે પાંચ કે 10 સ્માર્ટ મીટર લગાવીએ અને એમની સિરિઝમાં જુનુ મીટર પણ લગાવીએ. આ જુના અને નવા બંને મીટરમાંથી એકપણ મીટર ફાસ્ટ છે કે નહીં તેની સરખામણી કરીશુ. જો કે તેમનુ કહેવુ છે કે બિલિંદ હાલ પુરતુ તો પોસ્ટપેઈડમાં જ થશે. તેમનુ કહેવુ છે કે સામાન્ય રીતે જે મીટર ચેન્જ થાય ત્યારે જુનુ રીડિંગ અને પાછલુ રીડિંગ મીટર ચેન્જનું જે પ્રમાણે બિલ આવતુ હોય છે એજ પ્રમાણે બિલ થશે.

આ તરફ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ સ્માર્ટ મીટરના વિરોધમાં રસ્તા પર ઉતર્યા અને સ્માર્ટ મીટરનો પ્રોજેક્ટ રદ કરવાની માગ કરી. દિલ્હી પંજાબની જેમ ગુજરાતમાં પણ દર મહિને 200 યુનિટ ફ્રી વીજળી આપવાની માગ કરી. કાર્યકરોએ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં કર્યુ હતુ.

આ પણ વાંચો: રાજ્યમાં ગરમીને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતવાસીઓને દેહ દઝાડતી ગરમીનો કરવો પડશે સામને

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">