ગુજરાત હાઈકોર્ટમાં વર્ચ્યુઅલ સુનાવણીમાં પોલીસ અધિકારી કોકા-કોલા પીતા પકડાયા, જજે આપી અનોખી સજા
ગુજરાત હાઈકોર્ટે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન એક પોલીસ અધિકારીને કોકા-કોલા પીતા પકડ્યા હતા. કોર્ટે તે અધિકારીને સખત ઠપકો આપ્યો અને પછી તેને એવી રીતે સજા સંભળાવી કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
ગુજરાત હાઈકોર્ટે(Gujarat Highcourt) સુનાવણી દરમિયાન એક પોલીસ અધિકારીને(Police Officer) કોકા-કોલા (Coca Cola) પીતા પકડ્યા હતા. કોર્ટે તે અધિકારીને સખત ઠપકો આપ્યો અને પછી તેને એવી રીતે સજા સંભળાવી કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.ગુજરાત હાઈકોર્ટે એક પોલીસ અધિકારીને ફટકાર લગાવી છે. તેમનો ગુન્હો એ હતો કે વર્ચ્યુઅલ સુનાવણી દરમિયાન કોકા-કોલા પીવાનું શરૂ કર્યું. હતું. જ્યારે ન્યાયાધીશની નજર તેમની પર પડી તો તેમણે તરત જ અધિકારીને અને સરકારી વકીલને સવાલ પૂછ્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં હાલ વર્ચ્યુઅલ સુનાવણી થઈ રહી હતી. જેમાં જજે જોયું કે સુનાવણી દરમ્યાન હાજર ઈન્સ્પેક્ટર એ.એમ. રાઠોડ કોકા-કોલા પી રહ્યા હતા. જ્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે આની નોંધ લીધી હતી. તેમણે તરત જ સુનાવણી અટકાવી અને પૂછ્યું – મિસ્ટર દેવનાની મિસ્ટર રાઠોડ કોકા-કોલા પી રહ્યા છે. અમને અંદરની સામગ્રી ખબર નથી પરંતુ તે કોકા કોલા હોવાનું જણાય છે.
પોલીસ ઈન્સ્પેક્ટરે તરત જ ન્યાયાધીશોની માફી માંગી
જો કે સરકારી વકીલે તરત જ માફી માંગી અને પોલીસ ઇન્સ્પેકટરને અટકવા માટે પણ કહ્યું હતી. તેમજ પોલીસ ઈન્સ્પેક્ટરે તરત જ ન્યાયાધીશોની માફી માંગી હતી. ત્યારે ચીફ જસ્ટિસે સવાલ પૂછ્યો કે જો આ સુનાવણી વર્ચ્યુઅલ નહીં પરંતુ કોર્ટની અંદર હોય તો શું તેઓ કોકા કોલાનું કેન અંદર લાવ્યા હોત? શું કોઈ પોલીસ અધિકારી આવું વર્તન કરે છે?
બેન્ચે એક જૂનો કિસ્સો પણ શેર કર્યો
આ કહ્યા બાદ બેન્ચે એક જૂનો કિસ્સો પણ શેર કર્યો જેમાં સુનાવણી દરમિયાન એક વકીલ સમોસા ખાતા જોવા મળ્યા હતા. કોઈને સમોસા ખાવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ સાંભળવા દરમિયાન ખાવાનું ખોટું છે કારણ કે અન્યને પણ તે પસંદ ન આવી શકે છે. આવી સ્થિતિમાં કાં તો તેમણે પોતે સમોસા ન ખાવા જોઈએ અથવા ત્યાં હાજર દરેક વ્યક્તિને સમોસા આપવા જોઈએ.
જો કે આ કેસમાં ન્યાયાધીશે પોલીસ અધિકારીને સજા તરીકે બાર એસોસિએશનને 100 કોકા કોકા કોલા કેન આપવાનો આદેશ આપ્યો હતો. તેમજ દરેકને સાંજ સુધીમાં કોકા-કોલાનું કેન મળવું જોઇએ તેમ પણ ઉમેર્યું હતું.
આ પણ વાંચો : ગુજરાતી ભાષાના ઇતિહાસને જાળવવાના નિર્ણયને ગૃહ રાજ્ય મંત્રીએ આવકાર્યો, કહ્યું ગુજરાતી ભાષા મારા રાજ્યનું ગૌરવ
આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, છેલ્લા 24 કલાકમાં 486 કેસ નોંધાયા, 13 લોકોના મૃત્યુ