ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, છેલ્લા 24 કલાકમાં 486 કેસ નોંધાયા, 13 લોકોના મૃત્યુ
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 486 કેસ નોંધાયા છે. જયારે 13 લોકોના મૃત્યુ થયા છે.
ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ આગળ વધી રહી છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 486 કેસ નોંધાયા છે. જયારે 13 લોકોના મૃત્યુ થયા છે.રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેર-જિલ્લામાં કોરોનાના 197 નવા કેસ નોંધાયા અને એક વ્યક્તિનું મૃત્યું થયું છે..તો વડોદરા શહેર-જિલ્લામાં નવા 101 કેસ પાંચ દર્દીનાં મોત થયા છે. સુરતમાં કોરોનાના 32 નવા દર્દી મળ્યા.તો રાજકોટ શહેર-ગ્રામ્યમાં કોરોનાના 20 નવા કેસ અને2 લોકોનાં મોત થયા.તો ભરૂચ-પંચમહાલમાં કોરોનાના કારણે બે-બે લોકોનાં મોત થયા છે. મહેસાણામાં કોરોનાના 12 નવા મામલા સામે આવ્યા અને એક દર્દીનું મોત થયું છે..બીજી તરફ છેલ્લા 24 કલાકમાં 1419 દર્દીઓ સાજા થયા છે..અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકો સ્વસ્થ થયા છે.તો રાજ્યમાં અત્યાર સુધીમાં 10,887 લોકોનાં મૃત્યુ થયા છે.રાજ્યમાં હજુ પણ 5,790 એક્ટિવ કેસ છે.
આ પણ વાંચો : Surendranagar: જીલ્લા સંકલનની બેઠકમાં જ ધારાસભ્ય નૌશાદ સોલંકી અને ઋત્વિક મકવાણાના ધરણા
આ પણ વાંચો : Gandhinagar : કોળી ઠાકોર સમાજે ગ્રાન્ટ વધારાની માંગ કરી, શિક્ષણ માટે લોન આપવા રજૂઆત