PM Modi Visit Gujarat Ahmedabad Live: PM Narendra Modi પ્રધાનમંત્રી મોદીએ ફૂટ ઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ, માતા હીરા બાને મળવા પહોંચ્યા વડાપ્રધાન મોદી
PM Modi Visit Gujarat Ahmedabad Live updates in Gujarati: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ દરમિયાન તેઓ અમદાવાદના અને કચ્છની મુલાકાત લેવાના છે. આજે પીએમ મોદી અમદાવાદમાં છે. આ દરમિયાન સાંજે રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવ કાર્યક્રમમાં સભાને સંબોધિત કરી હતી તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફુટ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું હતું.
વડાપ્રધાન મોદી (Prime Minister Modi) બે દિવસના ગુજરાત પ્રવાસે (Gujarat Visit) છે. સાંજે તેઓ રિવરફ્રન્ટ (Ahmedabad River Front) ખાતે કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પીએમ મોદી સાંજે સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ખાદી ઉત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ દરમિયાન તેઓ એક સભાને પણ સંબોધિત કરી હતી. તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ફુટ ઓવરબ્રિજ જેને અટલ બ્રિજ નામ આપવામાં આવ્યુ છે તેનું લોકાર્પણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ માતા હીરા બાને મળવા પહોંચ્યા હતા અને ત્યાર બાદ રાજભવન રાત્રિ રોકાણ માટે રવાના થયા હતા. તારીખ 28ના રોજ વડાપ્રધાન મોદી કચ્છમાં સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.
LIVE NEWS & UPDATES
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: રાજભવનમાં રાત્રિરોકાણ બાદ કાલે કચ્છમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ
PM Modi Visit Gujarat Ahmedabad Live: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજભવનમાં રાત્રિ રોકાણ કરીને આવતી કાલે વિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કચ્છમાં તેઓ સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.
પ્રધાનમંત્રી મોદીના તારીખ 28 ઓગસ્ટના કાર્યક્રમો
સવારે 9.00 વાગ્યે ભુજ રવાના જશે
સવારે 10 વાગ્યે સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ
સવારે 11.00 વાગ્યે શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે જાહેર કાર્યક્રમ
સાંજે 5.00 વાગ્યે ગાંધીનગર મહાત્મા મંદિરમાં કાર્યક્રમ
રાત્રે 9.00 કલાકે દિલ્હી જવા રવાના
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: માતા હીરા બા સાથે મુલાકાત કરીને વડાપ્રધાન રાજભવન જવા રવાના
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદ ખાતે ફૂટ ઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદી માતાને મળવા પહોંચ્યા હતા. ત્યાર બાદ માતા હીરા બા સાથે ટૂંકી મુલાકાત કરીને તેઓ રાત્રિરોકાણ માટે રાજભવન જવા રવાના થયા હતા.
-
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: હીરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા પીએમ મોદી
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદ ખાતે ફૂટઓવર બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદી માતા હીરાબાને મળવા માટે પહોંચ્યા હતા
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા માતા હીરા બાને મળવા
PM Modi Visit Gujarat Ahmedabad Live : વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફૂટ ઓવર બ્રિજની મુલાકાત લઇને રાયસણ ખાતે માતા હીરા બા ને મળવા પહોંચ્યા હતા.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: આ બ્રિજ અટલજીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ
PM Modi Visit Gujarat Ahmedabad Live: ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ આજે અટલ બ્રિજનું (Atal Bridge) લોકાપર્ણ કર્યું છે. જે અમદાવાદના શહેરીજનોને મોટી ભેટ છે. આ ઉપરાંત અટલ બ્રિજની ડિઝાઇન અભૂતપૂર્વ છે અને તેમાં પતંગ મહોત્સવનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ગાંધીનગર અને અને અમદાવાદના લોકોએ અટલજીને ખૂબ પ્રેમ કર્યો છે. તેમજ આ બ્રિજ લોકો તરફથી અટલજીને ભાવપૂર્ણ શ્રધ્ધાંજલિ છે. બ્રિજ પર વોક કરીને બ્રિજનો નજારો અને લાઇટિંગ નિહાળી હતી એટલું જ નહીં બ્રિજની વિશેષતા વિશે પણ નરેન્દ્ર મોદીએ વિગતો મેળવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પહેલાં ઇ લોકાર્પણ કરીને અટલ બ્રિજને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો.
-
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: અટલ ફૂટ ઓવર બ્રિજની વડાપ્રધાન મોદીએ લીધી મુલાકાત
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદમાં નવલું આકર્ષણ બનેલા અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી હતી , તેમની સાથે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: સંબોધન બાદ વડાપ્રધાન મોદીએ લીધી અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત
PM Modi Visit Gujarat Ahmedabad Live: કાર્યક્રમમાં સંબોધન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અટલ ફૂટ ઓવર બ્રિજની મુલાકાત લીધી હતી. આ બ્રિજ અમદાવાદ માટે એક નવતર આકર્ષણ બની રહેશે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: પીએમ મોદીએ કહ્યું ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન
PM Modi Visit Gujarat Ahmedabad Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ખાદી એ આપણી ભવ્ય વિરાસત છે. તેમણે કહ્યું હતું કે ભારતની સ્વતંત્રતા અને વારસાનું પ્રતિક ખાદી છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ચરખો કાંતિ રહેલા તમારા હાથ ભારતના ભવિષ્યના તાર કાંતે છે
PM Modi Visit Gujarat Ahmedabad Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે સંબોધન કરતા જણાવ્યું હતું કે ખાદી ઉત્સવમાં ચરખો કાંતિ રહેલા કારીગરોના હસ્તે દેશનુ ભવિષ્ય પણ કાંતવામાં આવી રહ્યું છે. પહેલા લોકો ખાદીની મજાક ઉડાવતા હતા , હવે પરિસ્થિતિ બદલાઈ છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: આ પ્રકારની ડિઝાઇન ધરાવતો દેશનો સૌ પ્રથમ ઓવરબ્રિજ
PM Modi Visit Gujarat Ahmedabad Live: રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: વડાપ્રધાને અટલ ફૂટ ઓવર બ્રિજનું કર્યું લોકાર્પણ
PM Modi Visit Gujarat Ahmedabad Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી નદી પર બનેલા નવા આકર્ષક અટલ ફૂટ ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. 300 મીટરની લંબાઈના બ્રિજનું PMના હસ્તે લોકાર્પણ થતા અમદાવાદના આકર્ષણમાં વધુ એક જગ્યાનો ઉમેરો થયો છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ખાદી મહોત્સવમાં PM મોદીની ઉપસ્થિતિ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાદી મહોત્સવમાં પહોંચ્યા છે.અહીં PM મોદીએ ખુદ ચરખો કાંતી પ્રેરક ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ. આ ખાદી મહોત્સવમાં વર્ષ 1920થી લઈ અત્યાર સુધી ઉપયોગમાં લેવાયેલા ચરખાનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ છે. આ મહોત્સવ દરમિયાન 7500 મહિલાઓએ એકસાથે રેંટિયો કાંત્યો હતો. અલગ-અલગ જિલ્લામાંથી મહિલા ખાદી કારીગરો બોલાવવામાં આવ્યા છે. આ સાથે ખાદી કારીગરો સાથે PM મોદીએ વાર્તાલાપ પણ કર્યો હતો. 75માં અમૃત મહોત્સવમાં ખાદીના મહત્વની ઉજવણી કરવા ખાદી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ખાદી ઉત્સવ દરમિયાન ચરખો કાંતતી મહિલાઓઓને મળ્યા PM મોદી
અહીં પીએમની પ્રેરક ઉપસ્થિતિમાં 7500 મહિલાઓએ ચરખો કાંત્યો. 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે .PM મોદી આ મહિલાઓને મળ્યા હતા.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ખાદી ઉત્સવમાં પહોંચ્યા PM મોદી
PM મોદી ખાદી મહોત્સવમાં પહોંચ્યા છે. અહીં કારીગરો સાથે પીએમ મોદીએ સંવાદ કર્યો. પીએમ મોદીએ અહીં ચરખો પણ કાંત્યો.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: PM મોદી કરશે અટલ ફુટ ઓવરબ્રિજનું ઉદ્દઘાટન કરશે
સાબરમતીની શાન વધારતા આંતરરાષ્ટ્રીય કક્ષાના ફુટ ઓવરબ્રિજને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે. PM મોદી અટલ ફુટ ઓવરબ્રિજનું ઉદ્દઘાટન કરશે. રિવરફ્રન્ટ પર આ પ્રકારની ડિઝાઈન ધરાવતો દેશનો સૌપ્રથમ ફુટ ઓવરબ્રિજ છે. બ્રિજ 2100 ટન વજનનો છે. જેની 300 મીટર લંબાઈ અને 100 મીટર પહોંળાઈ છે. આ ફુટઓવરબ્રિજ પર RCCનું ફ્લોરિંગ અને સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગની વ્યવસ્થા કરાઈ છે
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ખાદી ઉત્સવ કાર્યક્રમમાં 7500 મહિલાઓ ચરખો કાંતશે
સાબરમતી રિવરફ્રન્ટ પર ખાદી ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા પીએમ મોદી ખાદી ઉત્સવ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેવાના છે. ત્યારે હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જણાવ્યુ કે પીએમ મોદીના પ્રોત્સાહનથી ખાદીના ઉત્પાદનમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
All set for #KhadiUtsav pic.twitter.com/LjC6pthW1Q
— Harsh Sanghavi (@sanghaviharsh) August 27, 2022
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદ ઍરપોર્ટ પર PM મોદી સંગઠન સરકાર અને વહીવટીતંત્ર સાથે કરી ચર્ચા
અમદાવાદ ઍરપોર્ટ પર PM મોદી સંગઠન સરકાર અને વહીવટીતંત્ર સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા કરી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કૈલાશનાથન અને પંકજકુમાર બેઠકમાં હાજર હતા. બેઠકમાં ગાંધી આશ્રમ રી ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને ચર્ચા કરી છે. મેટ્રો પ્રોજેક્ટને લઈને અધિકારીઓને ખખડાવ્યા હોવાની જાણકારી મળી રહી છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ઍરપોર્ટ પર PM મોદીએ ત્રણ તબક્કામાં બેઠક કરી વિવિધ મુદ્દે ચર્ચા કરી
PM મોદીએ ઍરપોર્ટ પર જ ત્રણ તબક્કામાં બેઠક કરી. જેમા સંગઠન અને સરકારના અધિકારીઓ સાથે ચર્ચા કરી. ઉપરાંત મેટ્રો પ્રોજેક્ટને લઈને અધિકારીઓને ખખડાવ્યા હોવાની પણ ચર્ચા છે. તો ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને બેઠકમાં ચર્ચા કરી છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદ ઍરપોર્ટ પર PM મોદીની 3 તબક્કામાં બેઠક
ઍરપોર્ટ ચાલી રહેલી પીએમ મોદીની બેઠકમાં ગાંધી આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને પણ ચર્ચા કરવામાં આવી. આ સાથે મેટ્રો પ્રોજેક્ટમાં થયેલા વિલંબ અંગે પણ ચર્ચા થઈ હતી.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદ ઍરપોર્ટ પર PM મોદીની 3 તબક્કામાં બેઠક
અમદાવાદ ઍરપોર્ટ પર હાલ PM મોદીની ત્રણ તબક્કામાં બેઠક ચાલી રહી છે. જેમા સંગઠન, સરકાર અને વહીવટી તંત્ર આમ ત્રણ વિભાગ સાથે અલગ અલગ મુદ્દે ચર્ચા થઈ રહી છે. જેમા સૌપ્રથમ PMએ ભાજપ સંગઠનના નેતાઓ સાથે મંથન કર્યુ, આ ચર્ચા બાદ પ્રદેશ પ્રમુખ પાટિલ ગુજસેલ બહાર આવ્યા. હાલ સરકાર અને વહીવટી અધિકારીઓની બેઠક ચાલી રહી છે. જેમા CM, કૈલાશનાથન, પંકજ કુમાર સહિતના અધિકારીઓ બેઠકમાં હાજર છે. 5 વાગ્યે PM સાબરમતી રિવરફ્રન્ટ પર જશે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદ ઍરપોર્ટ પર પીએમ મોદીનો બેઠકોનો દૌર
ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીની ઍરપોર્ટ પર મુખ્યમંત્રી, સંગઠનના નેતાઓ અને વહીવટી અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. આ બેઠકમાં મેટ્રો રેલના અટકેલા કામ બાબતે પીએમએ અધિકારીઓનો ઉધડો લીધો હોવાની સૂત્રો દ્વારા જાણકારી મળી છે. મેટ્રો પ્રોજેક્ટને ઓગષ્ટ 2022 સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકાવાનુ આયોજન હતુ પરંતુ હજુ પણ મેટ્રોના કામમાં વિલંબ થઈ રહ્યો છે જેને લઈને PMએ ઉધડો લીધો હોવાનુ જાણકાર સૂત્રો જણાવી રહ્યા છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ઍરપોર્ટ પર PM મોદીની વિવિધ વિભાગના વડાઓ સાથે બેઠક
ઍરપોર્ટ પર PM મોદીની વિવિધ વિભાગના વડાઓ સાથે બેઠક ચાલી રહી છે. જેમા CM સંગઠનના નેતાઓ, અને વહીવટી અધિકારીઓ બેઠકમાં હાજર, મેટ્રો રેલના અટકેલા કામ મુદ્દે અધિકારીઓનો ઉધડો લીધો- સૂત્રો
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: અમદાવાદ ઍરપોર્ટ પર PM મોદીની વિવિધ વિભાગના વડાઓ સાથે બેઠક
PM મોદીની અધ્યક્ષતામાં વિવિધ વિભાગના વડાઓ સાથે ઍરપોર્ટ પર બેઠકોનો ધમધમાટ
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ખાદી ગ્રામોદ્યોગની નવી ઓફિસનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે
કાર્યક્રમ સ્થળ પર 75 રાવણહથ્થા કલાકારો દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન સ્થળ પર હાજર ખાદી કારીગરો સાથે વાર્તાલાપ પણ કરશે અને તેમની સાથે ચરખો પણ કાંતશે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: ખાદી ગ્રામોદ્યોગની નવી ઓફિસનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે
ખાદી ગ્રામોદ્યોગની નવી ઓફિસનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. ખાદી ઉત્સવ કાર્યક્રમ દરમિયાન 7500 મહિલાઓ એકસાથે ચરખો કાંતશે. 7500 મહિલા કારીગરોનું આ પ્રકારનું આયોજન વિશ્વમાં પ્રથમ વખત થઇ રહ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે મહિલાઓ સફેદ સાડી ઉપર ટ્રાઈકલર અંગવસ્ત્ર પહેરશે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: PM મોદીની અધ્યક્ષતામાં ઍરપોર્ટ પર બેઠકોનો ધમધમાટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપોર્ટ પહોંચી ચુક્યા છે. અહીં પીએમ મોદીએ અલગ અલગ નેતાઓ સાથે બેઠકોનો દૌર શરૂ કર્યો છે. ત્રણથી 5 દરમિયાન બે કલાક સુધી વિવિધ વિભાગ સાથે પીએમ મોદીની બેઠકોનો દૌર ચાલશે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: PM મોદીનું અમદાવાદ ઍરપોર્ટ પર આગમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચ્યા છે. ઍરપોર્ટ પર જ તેઓ રાજ્યના મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓ સાથે બેઠક કરશે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: સી આર પાટિલ અને હર્ષ સંઘવી ઍરપોર્ટ પહોંચ્યા
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પણ ઍરપોર્ટ પહોંચ્યા છે. પીએમના સ્વાગત માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી, ભાજપ પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજો પીએમને આવકારવા માટે પહોંચી ચુક્યા છે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઍરપોર્ટ પહોંચ્યા
PM નરેન્દ્ર મોદીના સ્વાગત માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ઍરપોર્ટ પહોંચ્યા છે. ટૂંક સમયમાં જ પીએમ મોદી અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચશે.
-
PM Modi Visit Gujarat Ahmedabad Live: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઍરપોર્ટ પહોંચ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે ત્યારે ટૂંક સમયમાં તેમનું અમદાવાદ ઍરપોર્ટ પર આગમન થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અમદાવાદ ઍરપોર્ટ પર પહોંચી ચુક્યા છે.
Published On - Aug 27,2022 2:28 PM