PM નરેન્દ્ર મોદી GCMMFના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે, અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ

|

Feb 21, 2024 | 3:01 PM

આ કાર્યક્રમમાં સવારે 10:30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે. તેઓ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખ થી વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધન કરશે. વડાપ્રધાનના સંબોધન પહેલા અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

PM નરેન્દ્ર મોદી GCMMFના મહાસંમેલનનું ઉદ્ઘાટન કરશે, અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ

Follow us on

ગુજરાત કોપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એટલે કે GCMMFના 50 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ફેડરેશન દ્વારા વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વિશાળ સહકાર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહાસંમેલનમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ માટે પૂરજોશમાં તૈયારીઓ થઇ રહી છે.

GCMMFની સુવર્ણ જયંતિની થશે ઉજવણી

ગુરૂવારે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની ગોલ્ડન જ્યુબિલીની ભવ્ય ઉજવણી થવા જઇ રહી છે. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલનો ગોલ્ડન જ્યુબિલી સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં સવારે 10:30 કલાકે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે. તેઓ ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા સવા લાખથી વધુ લોકોને સ્ટેડિયમમાં સંબોધન કરશે.

પશુપાલકોના મહાસંમેલનને સંબોધિત કરશે PM મોદી

વડાપ્રધાનના સંબોધન પહેલા અહીંયા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમુલ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ્ય વિસ્તારોમાં કરાયેલી કામગીરી સહિતનાનું પ્રદર્શન મેદાનમાં કરવામાં આવશે. આ મહાસંમેલનમાં અંદાજે સવા લાખ ખેડૂતો ઉપસ્થિત રહેશે. જે પૈકી અડધોઅડધ સંખ્યા મહિલાઓની હશે કે જે ગુજરાતના સહકારી ક્ષેત્રની કરોડરજ્જૂ છે. મહાસંમેલનમાં ગુજરાતના દરેક ગામમાંથી ખેડૂત અને પશુપાલકોના પ્રતિનિધિઓ હાજર રહેશે, જે પ્રથમ વખત બનશે.

સૂતી વખતે તકિયા નીચે તુલસીના પાન રાખવાના ફાયદા, જાણી ચોંકી જશો
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે પુત્રીનો પ્રથમ ફોટો શેર કર્યો
Jaggery Benefits : રોજ થોડોક ગોળ ખાવાથી શું ફાયદો થાય છે?
ગિલોય અને હળદરનું પાણી પીવાથી થાય છે અનેક લાભ
શાહરૂખ ખાનના બર્થડે સેલિબ્રેશનની Inside તસવીર, જુઓ કોણ આવ્યું હતું પાર્ટીમાં?
કયા વિટામિનની ઉણપથી ગળામાં ચાંદા પડે છે?

અમૂલના 5 નવા પ્રોજેક્ટનો થશે પ્રારંભ

વડાપ્રધાનના આ કાર્યક્રમને લઈને ફેડરેશન દ્વારા વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવેલી છે. કચ્છની કોયલ ગણાતી લોક ગાયિકા ગીતાબેન રબારી પણ પોતાનું પર્ફોમન્સ આપી લોકોના મનોરંજન પૂરું પાડશે.આગામી 25 વર્ષના નકશો પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં અમૂલના 5 નવા પ્રોજેક્ટનો પ્રારંભ થશે.

આ કાર્યક્રમ અંગે અમુલ ફેડરેશનના એમડી જયન મહેતાએ TV9 સાથે વાત કરતા તેમના લક્ષ્યાંકો વિશે જણાવ્યું હતુ અને આગામી વર્ષોમાં અમૂલ ડેરી કેવી રીતે વિશ્વની નંબર વન બને તે દિશામાં પણ પ્રયત્નો કરવામાં આવશે.સરકાર સાથે સહકાર કદમથી કદમ મિલાવીને કેવી રીતે આગળ આવે તે વિશે પણ લક્ષ્યાંકો નક્કી કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 2:59 pm, Wed, 21 February 24

Next Article