PM MODI: સાયન્સ સિટીમાં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોનાં વર્ચ્યૂલ લોકાર્પણની તૈયારીઓ પૂર્ણ, જાણો 407 કરોડનાં ખર્ચે અમદાવાદીઓને શું ભેટમાં મળશે

266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી (Aquatic gallery), 127 કરોડના ખર્ચે તૈયાર થયેલી રોબોટિક ગેલેરી (Robotic Gallery), અને 14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્ક સામેલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2021 | 5:05 PM

PM MODI: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા સાયન્સ સિટી ( Science City)માં નિર્માણ પામેલા ત્રણ પ્રકલ્પોનું વર્ચ્યૂલ લોકાર્પણ થવાનું છે. 266 કરોડ રૂપિયા ખર્ચે તૈયાર થયેલી એકવાટિક ગેલેરી (Aquatic gallery), 127 કરોડના ખર્ચે તૈયાર થયેલી રોબોટિક ગેલેરી (Robotic Gallery), અને 14 કરોડના ખર્ચે તૈયાર થયેલ નેચર પાર્ક સામેલ છે. સાયન્સ સિટીની અંદર નિર્માણ પામેલા એક્વેટિક ગેલેરી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બની છે. આ એક્વેટિક ગેલેરીની વિશેષતાની વાત કરવામાં આવે તો

એક્વેટિક ગેલેરી અને ખાસિયત

એક્વેટિક ગેલેરીમાં ભારતનું સૌથી મોટું એક્વેરિયમ
260 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયું છે એક્વેરિયમ
દેશ-વિદેશની 188 પ્રજાતીની 11,690 માછલીઓ જોવા મળશે
એક્વેટિક ગેલેરીને 10 ઝોનમાં વહેંચવામાં આવી છે
68 ટાંકીઓ બનાવવામાં આવી છે
તાજા પાણી, ભાંભરુ પાણી અને દરિયાઈ પાણીમાં રહેતી માછલીઓ રખાઈ
જટિલ લાઈફ સપોર્ટ સિસ્ટમ, શુદ્ધિકરણ અને વોટર ટ્રીટમેન્ટની વ્યવસ્થા
ખારું પાણી અને ભાંભરૂ પાણી બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી
એક્વેરિયમની મુખ્ય ટેન્કમાં દુનિયાભરમાં જોવા મળતી શાર્ક પ્રજાતી મૂકાઈ
28 મીટરની વિશિષ્ટ વોક વે ટનલ બનાવવામાં આવી

 

જણાવવું રહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 16 જૂલાઈના રોજ ગાંધીનગર નવિનીકરણ પામેલું ગાંધીનગર કેપીટલ રેલવે સ્ટેશનનું વર્ચ્યૂઅલ લોકાર્પણ કરશે સાથે જ રેલવે સ્ટેશન પર બનેલી ફાઈવ સ્ટાર હોટલનું પણ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હાથ થશે. બીજી તરફ સાયન્સ સિટીમાં ત્રણ પ્રકલ્પોનું વર્ચ્યૂઅલ લોકાર્પણ નરેન્દ્ર મોદીના હાથે થશે. ગાંધીનગરથી વારાણસી વચ્ચે નવી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેનને વર્ચ્યૂઅલ પ્રસ્થાન સંકેત આપવામાં આવશે.

ગાંધીનગરથી વરેઠા મેમુ સેવાનો શુભારંભ પણ નરેન્દ્ર મોદી 16 જૂલાઈના રોજ કરશે. સુરેન્દ્રનગર-પીપાવાવ ર૬૬ કિ.મીટર રેલ્વે ઇલેકટ્રીફિકેશન કામગીરીનો લોકાર્પણ થવાનું છે. મહેસાણા-વરેઠા વડનગર સ્ટેશન સહિતના ઇલેકટ્રીફાઇડ બ્રોડગેજ રેલ ખંડનો પ્રજાર્પણ પણ કરવામાં આવશે. આમ 16 જૂલાઈના રોજ કરોડો રૂપિયાના પ્રકોલ્પોનું વર્ચ્યૂલ લોકાર્પણ કરવામાં આવશે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">