PM Modi સાયન્સ સીટી ખાતે રોબોટિક ગેલરીનું લોકાર્પણ કરશે, સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ આકર્ષણનું કેન્દ્ર

પ્રવેશદ્વારે ટ્રાન્સફૉર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ છે. ગૅલરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ છે જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય જેવી લાગણીઓ વ્યકત કરવાની સાથે વાત કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 16, 2021 | 7:53 AM

પીએમ મોદી(PM Modi)  16 જુલાઇના રોજ સાયન્સ સીટી(Science city)  ખાતે બનાવવામાં આવેલી રોબિટિક્સ ગૅલરી ઇન્ટરેક્ટિવ ગૅલરીનું પણ વર્ચ્યુયલ લોકાર્પણ કરવાના છે. જે સાયન્સ સીટીની મુલાકાતે આવતા લોકો માટે આકર્ષણ પણ બનશે. રોબિટિક્સ ગૅલરી(Robotic Gallary)  ઇન્ટરેક્ટિવ ગૅલરી છે જે રોબોટિક્સ ટેકનોલોજીના અગ્રણીઓને પ્રદર્શિત કરે છે અને તે મુલાકાતીઓને રોબોટિક્સના સદા આગળ વધતા ક્ષેત્રને ચકાસવાનો મંચ પૂરો પાડશે. પ્રવેશદ્વારે ટ્રાન્સફૉર્મર રોબોટની વિશાળ પ્રતિકૃતિ છે. ગૅલરીનું અજોડ આકર્ષણ સ્વાગત કરતો હ્યુમેનોઇડ રોબોટ છે જે મુલાકાતીઓ સાથે હર્ષ, આશ્ચર્ય જેવી લાગણીઓ વ્યકત કરવાની સાથે વાત કરે છે. વિભિન્ન ક્ષેત્રોના રોબોટ્સ ગૅલેરીના વિવિધ માળે ગોઠવવામાં આવ્યા છે જે દવા, કૃષિ, અવકાશ, સંરક્ષણ અને રોજબરોજની જિંદગીમાં વપરાશના ક્ષેત્રે એપ્લિકેશનો પ્રદર્શિત કરે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">