AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મોંઘવારીનો માર !! આવતીકાલથી પેટ્રોલ ડીઝલ મોંઘું થશે, શાકભાજી-દૂધના ભાવોથી આમ જનતા પરેશાન

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. દૂધના ભાવ વધતાં હવે બટર અને ચીઝના ભાવ પણ વધ્યા છે. બટર, ચીઝના ભાવમાં કિલોએ 20થી 80 રૂપિયાનો વધારો થયો છે. તો બીજી તરફ લીંબુ અને શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે.

મોંઘવારીનો માર !! આવતીકાલથી પેટ્રોલ ડીઝલ મોંઘું થશે, શાકભાજી-દૂધના ભાવોથી આમ જનતા પરેશાન
પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 11:40 PM
Share

મોંઘવારી (Inflation) સામાન્ય જનતાની કમરતોડી રહી છે. તેમાં પણ સૌથી વધારે પેટ્રોલ અને ડિઝલના (petrol-diesel)વધતા ભાવોથી પ્રજા પરેશાન છે. ત્યારે ફરી આવતીકાલથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો (price hike)થઇ રહ્યો છે. પેટ્રોલના ભાવમાં 0.79 પૈસા અને ડિઝલના ભાવમાં 0.85 પૈસા પ્રતિ લીટરનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ પેટ્રોલનો ભાવ 95.13 પ્રતિ લીટર , જ્યારે 89.12 પ્રતિ લીટર ડિઝલનો ભાવ છે.

શાકભાજીના વધતા ભાવોથી ગૃહિણીઓ પરેશાન

મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. દૂધના ભાવ વધતાં હવે બટર અને ચીઝના ભાવ પણ વધ્યા છે. બટર, ચીઝના ભાવમાં કિલોએ 20થી 80 રૂપિયાનો વધારો થયો છે. તો બીજી તરફ લીંબુ અને શાકભાજીના (vegetables) ભાવ પણ આસમાને પહોંચ્યા છે. ઊનાળાની શરૂઆતમાં જે લીંબુ 40 રૂપિયે કિલો મળી રહ્યા હતા તેના ભાવ હાલ 150 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયા છે. તો ગુવાર, ભીંડા, રીંગણ, મેથી વગેરે શાકભાજી પણ મોંઘા થયા છે. શાકભાજીનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. જેને લઈને ગૃહિણીઓએ રોષ વ્યક્ત કર્યો છે.

શાકભાજીના ભાવ (પ્રતિ કિલો-રૂપિયા) પર નજર કરીએ તો.

શાકભાજી      હોલસેલ          રિટેઈલ

લીંબુ               40                   150

ભીંડા               35                    72

મેથી ભાજી       25                    60

ગુવાર               75                   120

રીંગણ               10                  40

ટીંડોળા              50                 120

કારેલા               40                   80

સરગવો             40                  120

લીલા ચણા         40                 90

કોબિજ               15                 90

શિમલા મરચા        50                  90

લીલા મરચા            75                  120

આદુ                       40                     170

દૂધના ભાવોથી પણ પ્રજા પરેશાન

ઉનાળો શરૂ થતા જ દૂધના (milk) ભાવ લોકોને દઝાડી રહ્યા છે ત્યારે દૂધની બનાવટના ભાવ પણ વધી ગયા છે. થોડા સમય પહેલા અમૂલ દ્વારા પણ દૂધના ભાવમાં લિટરે રૂ.2નો વધારો કરવામાં આવતા ચીઝ, પનીર, દહીંના ભાવ પણ ઊંચકાયા છે. દૂધની પેદાશોની વાત કરીએ ત્યારે ખાસ કરીને બેકરીનો ધંધો કરતા હોય તે લોકો, હોટલ, રેસ્ટોરાં, ફાસ્ટ ફૂડનો બિઝનેસ કરતા લોકોને પણ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મિલ્ક પ્રોડક્ટમાં 40થી 50 રૂપિયાનો વધારો નોંધાયો છે. તો મિઠાઈના ભાવમાં પણ 50 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે. જેને પગલે લોકોને મોટો ફટકો મળ્યો છે.

આ પણ વાંચો : Ahmedabad : ST બસના ડ્રાઇવર-કંડક્ટરની વાસણા પોલીસે ધરપકડ કરી, કારણ જાણી તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો : Mehsana : ONGC અને યંગ સીટીઝન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે કસલપુરા ગામે વિનામૂલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો

Follow Us
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો
અમદાવાદ: વસ્ત્રાલમાં 'નો રોડ, નો વોટ', નેતાઓ માટે એન્ટ્રી બંધ
અમદાવાદ: વસ્ત્રાલમાં 'નો રોડ, નો વોટ', નેતાઓ માટે એન્ટ્રી બંધ
સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video
સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, ગરમીમાં થશે 'મોટો વધારો'
હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, ગરમીમાં થશે 'મોટો વધારો'
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કરી મોટી જાહેરાત
રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી કોંગ્રેસે સૌને ચોંકાવ્યા
રમકડા વેચી ગુજરાન ચલાવતા મહિલાને ટિકિટ આપી કોંગ્રેસે સૌને ચોંકાવ્યા
g clip-path="url(#clip0_868_265)">