Ahmedabad એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં થશે વધારો, સ્લીપીંગ પોડની સુવિધા ઉમેરાશે
અમદાવાદમાં ડોમેસ્ટિક એરપોર્ટ(Airport) પર બનાવવામાં આવેલ સ્લીપિંગ પોડ હોટેલ આમ તો માર્ચ મહિનામાં બનીને શરૂ થવાની હતી. જોકે બહાર થી સામાન આવવાનો હોવાથી સમસ્યા સર્જાતા કામ લાંબુ ચાલ્યું અને હાલમાં આ હોટેલ બનીને તૈયાર છે. પણ ફાઇનલ ટચિંગ બાકી છે

અમદાવાદ(Ahmedabad) એરપોર્ટ (Airport)ભારત પહેલું એવું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે કે જ્યાં મુસાફરોને આરામદાયક સ્લીપીંગ પોડ ( Sleeping Pod)સુવિધા લાભ મળી રહેશે. જે એરિયાને જી- પોડ હોટલ એરિયા નામ આપવામાં આવ્યું છે.અમદાવાદ એરપોર્ટ ખાનગી કંપનીને સોપાયા બાદ એરપોર્ટ પર મુસાફરોની સુવિધાને લઈને અનેક બદલાવ કરવામાં આવ્યા તેમજ અનેક સુવિધાઓ ઉભી કરવામાં આવી. જેમાં વધુ એક સ્લીપીંગ પોડ સુવિધા ઉમેરાઈ રહી છે. સામાન્ય રીતે આ પ્રકારની સુવિધા વિદેશી એરપોર્ટ પર જોવા મળતી હોય છે. જે સુવિધાનો લાભ અમદાવાદમાં મુસાફરોને મળે તે માટે પ્રયાસ હાથ ધરી અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ ટર્મિનલ પર હાલમાં જી પોડ હોટલ તૈયાર કરવામાં આવી છે. જ્યાં બાર બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં અતિ આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્લીપીંગ પોડ તૈયાર કરવામાં આવ્યા છે. અંદાજે એક પોડ તૈયાર કરવાની કિંમત છ લાખ રૂપિયા ખર્ચ થાય છે. બહારથી સ્લીપીંગ પોડ અને તેના સાધનો મંગાવી અમદાવાદ એરપોર્ટ પર 12 પોડ તૈયાર કરી જી પોડ હોટેલ બનાવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ છે. ડોમેસ્ટિક કે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં જવા માટે લોકો અમદાવાદ એરપોર્ટથી જવાનું પસંદ કરતાં હોય છે. જ્યાં અન્ય જિલ્લા માંથી પણ પ્રવાસીઓ આવતા હોય છે. જે મુસાફરો ફ્લાઇટ પહેલા જ 4 થી 5 કલાક પહેલા આવી જતા હોય છે. ત્યારે એરપોર્ટ પર વેટિંગ એરિયામાં સમય વિતાવવો પડે છે. અથવા એરપોર્ટ નજીક હોટેલમાં રોકાવું પડે છે. જ્યાં વધુ નાણાં આપવા પડે છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તેનો પ્રયાસના ભાગ રૂપે એરપોર્ટ ઓથોરિટી દવારા લેગેજની સેફટી સાથે આરામ કરી શકે તેવી સુવિધા ઉભી કરવા હેતુસર જી પોડ હોટેલ બનાવાઈ છે.
ડોમેસ્ટિક એરપોર્ટ પર બનાવવામાં આવેલ સ્લીપિંગ પોડ હોટેલ આમ તો માર્ચ મહિનામાં બનીને શરૂ થવાની હતી. જોકે બહાર થી સામાન આવવાનો હોવાથી સમસ્યા સર્જાતા કામ લાંબુ ચાલ્યું અને હાલમાં આ હોટેલ બનીને તૈયાર છે. પણ ફાઇનલ ટચિંગ બાકી છે. જે પૂર્ણ થયા બાદ આ મહિને આ જી પોડ હોટેલ મુસાફરો માટે શરૂ કરી દેવાશે. મળતી માહિતી પ્રમાણે એક કલાક માટે અંદાજે 300 જેટલો ચાર્જ લેવાઈ શકે છે. જોકે હોટેલ શરૂ કર્યા પહેલા તે ચાર્જ નક્કી કરાશે. જેથી મુસાફરો તેનો લાભ લઇ શકે. ત્યારે મુસાફરો પણ આ સુવિધા શરૂ થવાની રાહ જોઈ રહ્યા છે. જેથી તેઓ પણ સ્વદેશમાં વિદેશી સુવિધાનો લાવો માણી શકે.