Ahmedabad: ત્રિપદા સ્કૂલ રાતોરાત બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ, ન્યાયની માગ સાથે શાળા બહાર કર્યો હોબાળો

ત્રિપદા શાળાના (Tripada School) સંચાલકોએ શાળા બંધ કરવા માટે DEOમાં એક અરજી આપી હતી. જે પછી RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

Ahmedabad: ત્રિપદા સ્કૂલ રાતોરાત બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ, ન્યાયની માગ સાથે શાળા બહાર કર્યો હોબાળો
Outburst of parents outside Tripada School
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 3:48 PM

અમદાવાદ (Ahmedabad) શહેરમાં વારંવાર ખાનગી શાળાઓની દાદાગીરી સામે આવતી હોય છે. ત્યારે ફરી એક વખત ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી ત્રિપદા સ્કૂલ (Tripada School) વિવાદમાં આવી છે, અનેક વખત શાળામાં પ્રવેશ આપવાને લઇને સ્કૂલ અને શાળા સંચાલકો વિવાદમાં આવતા હોય છે. ત્યારે આ વખતે શાળાએ રાતોરાત શાળા બંધ કરવાની જાહેરાત કરતા વાલીઓમાં રોષ ફેલાયો હતો. વાલીઓએ શાળાની બહાર હોબાળો કર્યો હતો.

ત્રિપદા સ્કૂલ બહાર વાલીઓનો હોબાળો

અમદાવાદમાં વધુ એક સ્કૂલ સંચાલકની દાદાગીરી સામે આવી છે. રાતો રાત ત્રિપદા સ્કૂલ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવતા વાલીઓએ હોબાળો મચાવ્યો છે. સ્કૂલ બંધ કરવાની વાત જાહેર થતા સામાન્ય વિદ્યાર્થીઓ સાથે RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની મુશ્કેલી પણ વધી છે. બે દિવસ પહેલા વાલીઓએ DEOને રજૂઆત કરી હતી. છતાં સ્કૂલ સામે કોઈ પગલા લેવાયા નથી.

RTE હેઠળ અભ્યાસ કરતા બાળકો રઝળ્યા !

શાળા સંચાલકોએ શાળા બંધ કરવા માટે DEOમાં એક અરજી આપી હતી. જે પછી RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓએ એવો આક્ષેપ કર્યો છે કે શાળામાં ભણતા 1થી 8 ધોરણના RTE હેઠળ અભ્યાસ કરતા તમામ બાળકોને એક જ ક્લાસરુમમાં બેસીને અભ્યાસ કરાવવામાં આવે છે. વાલીઓનું કહેવુ છે કે શાળામાં ભણતા અન્ય વિદ્યાર્થીઓએ પોતાનું એડમિશન વિડ્રોવ કરી લીધુ છે, માત્ર RTE હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સંકટ ઊભુ થયુ છે.

આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?
નારિયેળની છાલને ફેંકશો નહીં, દાંતથી લઈ વાસણ ચમકાવા માટે છે ઉપયોગી
RCB vs CSK મેચમાં 'મિસ્ટ્રી ગર્લ'એ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો વાયરલ
ધર્મેન્દ્ર થી જાહ્નવી કપૂર સુધી, મુંબઈના મતદાન મથકો પર ચમક્યું બોલિવૂડ
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય

RTE હેઠળ અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓના વાલીઓ આજે શાળામાં સંચાલકોને મળવા આવ્યા હતા. જો કે શાળા તરફથી કોઇપણ જવાબ ન અપાતા વાલીઓ રોષે ભરાયા હતા. જે પછી વાલીઓએ શાળા બહાર ઊભા રહીને વિરોધ સાથે ન્યાયની માગણી કરી હતી.

જિલ્લા શિક્ષણ અધિકારીએ કરી સ્પષ્ટતા

બીજી તરફ જિલ્લા શિક્ષણ અધિકારીએ વાલીઓની કોઈ રજૂઆત ન મળી હોવાનું જણાવ્યુ હતુ.તેમણે જણાવ્યુ હતુ કે સ્કૂલની તપાસ કચેરીના અધિકારીઓને સોંપાઈ છે. તપાસમાં જે કારણ બહાર આવશે તે મુજબ સ્કૂલ સામે પગલા લેવાશે. તો શાળા સંચાલકો દ્વારા RTE વિભાગને પણ તેમની શાળા બંધ કરવા અંગેની અરજી કરવામાં આવી હતી. જો કે તેમણે શાળાની આ અરજી ફગાવી દીધી હતી અને શાળા ચાલુ જ રાખવા રજુઆત કરી હતી. જો કે શાળા સંચાલકોની દાદાગીરી બાદ વાલીઓનું ભવિષ્ય પણ જાણે રઝડતુ થઇ ગયુ હોય તેવો ઘાટ સર્જાયો છે.

Latest News Updates

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">