અમદાવાદમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા

આ અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. ત્યાર બાદ આજે આ બીજી બેઠક મળી છે.

અમદાવાદમાં પાટીદાર આગેવાનોની બેઠક મળી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
meeting of Patidar leaders
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2022 | 2:20 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા પાટીદાર (Patidar) સમાજના અગ્રણીઓ આજે એક મંચ પર જોવા મળ્યા. અમદાવાદ (Ahmedabad) વિશ્વ ઉમિયાધામ જાસપુર ખાતે પ્રમુખ-મંત્રીઓ અને ટ્રસ્ટીઓની બંધબારણે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમાજને લગતા કેટલાક મહત્ત્વના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. આ અગાઉ 12 જૂન 2021માં ખોડલધામ ખાતે મુખ્ય સંસ્થાઓની બેઠક મળી હતી. ત્યાર બાદ આજે આ બીજી બેઠક મળી છે. આ બેઠકમાં યુવતીઓના મરજી મુજબના લગ્નોમાં માતા-પિતાની સંમતિનો મુદ્દો અને તાજેતરમાં PSIની ભરતીમાં સવર્ણ સમાજને થયેલાં અન્યાયનો મુદ્દે મુખ્ય સ્થાને રહ્યો હતો.

પાટીદાર સંસ્થાઓની બેઠકના મહત્વપૂર્ણ મુદ્દાઓ

  1. રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરી છે તેમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ/નિગમમાં કરેલ જાેગવાઈઓ સમકક્ષ કરવા જોઈએ.
  2. રાજ્ય સરકારશ્રીની ભરતીમાં અન્ય પછાત જાતિના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં તેમજ અનુભવના ધોરણોમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે જ ધોરણો બિનઅનામત વર્ગ માટે હોવા જોઈએ.
  3. શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના ધારા-ધોરણ મુજબ અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટ ઓફ અને બિનઅનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીની કટઓફ વચ્ચે આવતા તમામ બિનઅનામત વર્ગનાં વિદ્યાર્થીઓની
  4. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ / કોર્પોરેશનમાં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં જે છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગુ પડવી જાેઈએ.
  5. 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
    વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
    ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
    ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
    આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
    દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
  6. સરકારશ્રીના સમરસતા છાત્રાલયોમાં પ૦% જગ્યાઓ માટેનો પ્રવેશ બિન અનામત વર્ગને વહેલા તે પહેલાના ધોરણે આપવો જાેઈએ અથવા બિન અનામત વર્ગ માટે સંપૂર્ણ સગવડો સહિતની નવી સમરસતા છાત્રાલયો દરેક શહેરોમાં બનવી જાેઈએ.
  7. હાલમાં કન્યા કેળવણીનો લાભ માત્ર મેડીક્લ તથા પેરામેડીક્લ અભ્યાસક્રમમાં ચોક્કસ શાખામાં આપવામાં આવે છે તે લાભ પેરામેડીક્લની તમામ શાખાઓમાં પણ મળવો જાેઈએ.
  8. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની સહાયના માપદંડ સરકારશ્રીના અન્ય બોર્ડ/નિગમની જાેગવાઈઓ મુજબ હોવા જોઈએ.
  9. વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ એક જ પરિવારના એકથી વધુ સભ્યોને મળવો જાેઈએ. કારણ કે એક જ પરિવારમાં બે બાળકો વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં.
  10. બિન અનામત નિગમ વિદેશ અભ્યાસ માટે જે લોન આપે છે તેમાં ધોરણ-૧ર કે સ્નાતક બંનેને લક્ષમાં લઈ જેમાં ગુણ વધારે હોય તે ધ્યાને લઈ લોન મંજૂર કરવી જોઈએ.
  11. ગુજરાત બિન અનામતની શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોનની રકમની લઘુત્તમ મર્યાદા ૧૦ લાખની હોવી જાેઈએ.
  12. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોન અને કોર્મશિયલ પાયલોટની તાલીમ માટેની લોનમાં જે આવક મર્યાદા નિયત કરેલ છે તે જ આવક મર્યાદા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ.
  13. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હસ્તક બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ અમલમાં હોય તે પ્રકારની યોજનાઓ બિન અનામત વર્ગના લોકો માટે હોવી જાેઈએ.
  14. સ્પર્ધાત્મક પરીક્ષામાં કટ ઓફ માર્કસની થિયરી દરેક જાતિમાં એકસમાન હોવી જાેઈએ, જેમાં કોઈ ભેદભાવ રાખી શકાય નહીં.
  15. સરકારશ્રી દ્વારા જે કોઈ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે તેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં રાખવા રજૂઆત છે.
  16. કોચિંગ કલાસીસ માટે આપવામાં આવતી સહાયની રકમ જી.એસ.ટી. સિવાય ઓછામાં ઓછી ૩૦ હજાર હોવી જાેઈએ અને તે પ્રાયવેટ કલાસીસ માટે પણ લાગુ પડવી જાેઈએ.
  17. સરકારી સેવાની ભરતી માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે ધોરણો એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. વિગેરે માટે નિયત કરવામાં આવેલ છે તે પ્રકારના ધોરણો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે પણ અમલી કરવા જોઈએ.
  18. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડે છે, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી.ના વિદ્યાર્થીઓને પડતી નથી, જે એકસમાન હોવી જાેઈએ.
  19. સરકાર દ્વારા ચાલતી સૈનિક સ્કૂલોમાં બિન અનામત વર્ગ માટે અનામતની જાેગવાઈ રાખવામાં આવેલ નથી, જે એસ.સી., એસ.ટી., ઓ.બી.સી. માં અનામતની જે જાેગવાઈ છે તે મુજબ હોવી જાેઈએ.
  20. બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ધોરણ-૯ થી ૧ર સુધી ભોજન બીલની સહાય ચૂકવવામાં આવે છે તે વધારીને સ્નાતક તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓ સુધી કરવી જાેઈએ.
  21. કેન્દ્રીય લેવલે બિન અનામત આર્થિક વિકાસની રચના કરવા અસરકારક રજૂઆત કરવામાં આવે.
  22. બિન અનામત નિગમ દ્વારા મૂકાયેલ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓ વર્ષ દરમિયાન લઈ શકે તે માટે અરજીઓ સ્વીકારવાનું પોર્ટલ આખા વર્ષ દરમિયાન ઓપન રાખવું જાેઈએ.
  23. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન અંતર્ગત વિદ્યાર્થીઓને મળતા લાભ ઉપરાંત બિન અનામત નિગમની શૈક્ષણિક અભ્યાસ લોન યોજનાઓનો લાભ બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને મળવો જાેઈએ.
  24. બિન અનામત આયોગનું વહીવટી માળખું તાલુકા અને જિલ્લા કક્ષાએ પણ હોવું જાેઈએ.
  25. બિન અનામત આયોગને અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાએ થતી મેનેજરની નિમણૂંક બિન અનામત વર્ગના અધિકારીઓમાંથી જ થવી જોઈએ.
  26. બિન અનામત આયોગ અને નિગમ શિક્ષણ વિભાગ હસ્તક હોવું જાેઈએ, કે જેથી આયોગ અને નિગમની જે તે યોજનાઓનો અસરકારક અમલ થઈ શકે. આ ઉપરાંત અનામત આંદોલનના સમાધાનની ફોમ્ર્યુલા મુજબ નીચેના મુદ્દાઓ ત્વરિત નિર્ણયો થવા નમ્ર વિનંતી છે.

પાટીદાર સમાજની સરકારને જરૂઆત

  1. આંદોલન દરમિયાન યુવાનો ઉપર થયેલ પોલીસ કેસમાં જે કોઈ કેસ પેન્ડિંગ છે તે તમામ કેસ પરત ખેંચવા અમારી રજૂઆત છે.
  2. આંદોલન દરમિયાન શહીદ થયેલા યુવાનોના પરિવારજનોને નોકરી આપવાની માંગણી બાબતેનો પ્રશ્ન હજુ સુધી પડતર છે તેનો ઉકેલ સત્વરે લાવવા રજૂઆત છે.
  3. પાટીદાર સમાજની અનામતની માંગણીના અનુસંધાને પાટીદાર સમાજનો સરવે કરાવવાની દિશામાં ઘટતું કરવા અમારી નમ્ર રજૂઆત છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">