રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદમાં તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હજુ ગરમી વધશે

હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે હજુ પણ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સુરત જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, વેરાવળ અને ગીરસોમનાથમાં હિટવેવની આગાહી કરી છે.

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત્, અમદાવાદમાં તાપમાન 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, હજુ ગરમી વધશે
symbolic image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 9:35 AM

રાજ્યમાં કાળઝાળ ગરમી (heat) નો પ્રકોપ યથાવત્ છે. 10 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો, તો અમદાવાદમાં આ સિઝનમાં પ્રથમ વખત ગરમી 44.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાઇ છે. હવામાન વિભાગ (Meteorological Department) ની આગાહી પ્રમાણે હજુ પણ તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં સુરત જ્યારે સૌરાષ્ટ્રમાં પોરબંદર, વેરાવળ અને ગીરસોમનાથમાં હિટવેવની આગાહી કરી છે. આ સાથે જ કચ્છમાં પણ ગરમી વધવાના એંધાણ છે. વાત અમદાવાદની કરીએ તો આગામી બે દિવસોમાં અમદાવાદ (Ahmedabad) ના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો થઈ શકે છે. અમદાવાદમાં કોર્પોરેશને આગામી ચાર દિવસ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એટલે કે રાજ્યના લોકોએ હજી પણ આગામી બે દિવસ તપવા માટે તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગના અધિકારીનું માનીએ તો ઉત્તરી પવન ફૂંકાવાના કારણે ગરમીમાં નોંધપાત્ર વધારો થયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે પવનની દિશા ઉત્તર પશ્ચિમના પવન ફુંકાઈ રહ્યા છે. જેના કારણે ગરમીમાં વધારો થઈ રહ્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતના સૂરત. નવસારી. વલસાડ. ભરૂચમાં હીટ વેવની આગાહી આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત ના વડોદરા. ગાંધીનગર અને દાહોદ સહિત હિટવેવ ની અસર વર્તાઈ શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા. પાટણ. મહેસાણા અને મોડાસા સહિત હિટવેવની અસર રહેશે. સૌરાષ્ટ્રના પોરબંદર. કચ્છ. ગીર સોમનાથ. ભાવનગર. રાજકોટ અને કચ્છ સહિત વિસ્તારમાં હીટવેવ ની અસર વર્તાશે. અને તેમાં પણ કચ્છમાં બે દિવસમાં વધુ બે ડિગ્રી તાપમાન વધી શકે તેવું અનુમાન પણ હવામાને કર્યું છે

વધતી ગરમી સામે હવામાન વિભાગે અપીલ કરી છે કે લોકો કામ સિવાય બહાર ન નીકળે. તેમજ જો કોઈ કામ થી નહાર નીકળે તો શરીરને સીધો તાપ ન લાગે તે માટે શરીરને ઢાંકે તેમજ ગરમીથી બચવા માટે ઠંડા પીણાનો ઉપયોગ કરે. તેમજ બીમાર અને સિનિયર સીટીઝન વ્યક્તિને બહાર નહિ નીકળવા પણ અપીલ કરાઈ છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ પણ વાંચોઃ Surat : “બુર્જ ખલીફા”ની ડિઝાઇન બનાવનાર એજન્સી કોર્પોરેશન નવા વહીવટી ભવનની ડિઝાઇન માટે કન્સલ્ટન્સી કરશે

આ પણ વાંચોઃ Arvalli: મેશ્વો નદીની ઉનાળામાં જીવંત કરાઈ, શામળાજી નજીક જળાશયમાંથી સુકી ભઠ્ઠ બનેલી નદીમાં પાણી છોડાયુ

g clip-path="url(#clip0_868_265)">