AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: GSRTCના નિવૃત કર્મચારીઓ માટે પ્રયાસ કાર્યક્રમ યોજાયો, પેન્શન યોજનાઓ અંગે અપાઈ સમજ

GSRTCના એક સાથે 502 કર્મચારી રિટાયર્ડ થયા છે. જેમને પીએફ અને પેન્શન સરળતાથી મળી રહે તે માટે નરોડા એસ ટી ડેપો ખાતે પ્રયાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Ahmedabad: GSRTCના નિવૃત કર્મચારીઓ માટે પ્રયાસ કાર્યક્રમ યોજાયો, પેન્શન યોજનાઓ અંગે અપાઈ સમજ
Prayas program Naroda
Darshal Raval
| Edited By: | Updated on: Jul 04, 2023 | 7:52 AM
Share

Ahmedabad: જૂન મહિનામાં GSRTCના એક સાથે 502 કર્મચારી રિટાયર્ડ થયા છે. જે કર્મચારીઓને પીએફ (PF) અને પેન્શન માટે ધક્કા ખાવ ન પડે અને પીએફ તેમજ પેન્શન મળી રહે તે માટે નરોડા એસ ટી ડેપો ખાતે પ્રયાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. EPFO અને બેન્કના સહયોગ સાથે આ પ્રયાસ કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો Gujarat Weather forecast : આજે રાજ્યમાં અમદાવાદ સહિતના જિલ્લાઓમાં તાપમાન યથાવત રહે તેવી સંભાવના, જુઓ Video

પ્રયાસ કાર્યક્રમ હેઠળ રિટાયર્ડ કર્મચારીને પેન્શન લેટર આપવામાં આવ્યા હતા. તેમજ PF યોગ્ય જગ્યાએ નિવેશ કરવા અંગે માહિતી પણ આપવામાં આવી હતી. એસ ટી નિગમમાં પ્રથમ વખત આ કાર્યક્રમ યોજાયો છે. ઉલ્લેખનીય છે કે રિટાયર્ડ 502 કર્મચારીમાં સૌથી વધુ ડ્રાઈવર અને કન્ડક્ટર છે. જેઓની જગ્યા ખાલી પડતા હવે તેમની જગ્યા માટે જલ્દીથી ભરતી પ્રક્રિયા કરવા પણ એસટી નિગમે ખાતરી આપી છે.

પેંશનરને કોઈ હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરાઈ

એસ ટી ડેપો પર યોજાયેલા કાર્યક્રમમાં હાજર PF કમિશનરે પેંશનરને કોઈ પણ હાલાકી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. સાથે જ કાર્યક્રમ દરમિયાન કર્મચારીઓને હાયર પેન્શનની પણ વિગતો આપવામાં આવી હતી. પેન્શનના યોગ્ય નિવેશ માટે સરકારી બેન્ક સાથે ટાયપ કરી વિવિધ પ્લાન અંગે સમજ આપવામાં આવી હતી.

હાયર પેંશનરનો 1 લાખ લોકોએ લાભ લીધોઃ PF કમિશનર

આ ઉપરાંત હાયર પેંશનરનો 1 લાખ લોકોએ લાભ લીધો હોવાનું PF કમિશનરે જણાવ્યું હતું. તેમજ પેન્શન મેળવનારે વર્ષે જીવન પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. તે હવે ઉમંગ એપ્લિકેશન મારફતે ઝડપથી ફોર્મ ભરી પ્રક્રિયા કરી શકે છે. જેનાથી સમય બચશે અને PF ઓફિસના ધક્કા ખાવા નહિં પડે.

PF ઉપડનારની સંખ્યામાં વધારો નોંધાયો

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે એડવાન્સ PF ઉપડનારની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે તેમજ PF મેળવવાની પ્રક્રિયા પણ હવે સરળ અને ટેકનોલોજી વાળી બની છે એટલે કે વધુમાં વધુ 20 દિવસ કે ઓછામાં ઓછા 10 દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરી લોકોના ખાતામાં પેન્શન જમા થઈ જાય તેવી વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">